વંદેભારત ટ્રેને અઢી કલાકમાં બૉક્સમાં ધડકતું હ્રદય સૂરતથી અમદાવાદ પહોંચાડયું, ભારતીય રેલવેની પહેલી ઘટના
આ ઐતિહાસિક ઘટના ગુજરાતમાં બની છે. જ્યા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા જીવંત હ્રદયને સફળતાપૂર્વક સુરતથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યું છે. આ હ્રદયને ટ્રેન ક્રમાંક - 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદેભારત એક્સપ્રેસથી સુરક્ષિત અને નિર્ધારીત સમયમાં પહોંચાડવામાં આવ્યું.
બદલાયેલી જીવનશૈલીને કારણે હાર્ટ એટેક કે હાર્ટ ફેલિયર થાય છે. હાર્ટ ફેલિયરની સ્થિતિમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની નોબત આવે છે. આવી સ્થિતિમાં જીવંત હ્રદયની જરૂર પડે છે. ત્યારે આવા જીવંત હ્રદયને ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડવાનો પડકાર હોય છે. તેના માટે એમ્બ્યુલન્સથી લઈને ગ્રીન કોરિડોર બનાવીને આના માટે વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ ભારતમાં એવું પહેલીવાર થયું છે કે જ્યારે કોઈ ટ્રેનથી હાર્ટ ટ્રાન્સપોર્ટેશન થયું હોય.
આ ઐતિહાસિક ઘટના ગુજરાતમાં બની છે. જ્યા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા જીવંત હ્રદયને સફળતાપૂર્વક સુરતથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યું છે. આ હ્રદયને ટ્રેન ક્રમાંક - 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદેભારત એક્સપ્રેસથી સુરક્ષિત અને નિર્ધારીત સમયમાં પહોંચાડવામાં આવ્યું. આ હ્રદયનું પ્રત્યાર્પણ યૂ. એન. મેહતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે કરવામાં આવશે. 2 કલાક અને 27 મિનિટમાં ટ્રેનથી આ અંતર પૂર્ણ કરવામાં આવ્યું.
ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય પોલીસ, રેલવે સુરક્ષા દળ - આરપીએફ અને મેડિકલ ટીમના શાનદાર સમન્વયથી આ અત્યંત સંવેદનશીલ અને સમયબદ્ધ જીવનરક્ષક અભિયાનને પૂર્ણ કરવામાં આવ્યું છે.

હાર્ટને અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર -1 પરથી યૂ. એન. મેહતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સુધી સુરક્ષિત અને અડચણ વગર પહોંચાડવા માટે આરપીએફ અને ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો. તેના માધ્યમથી જીવંત હ્રદયને નિર્ધારીત સમયમર્યાદામાં હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું, જેથી પ્રત્યારોપણની પ્રક્રિયામાં વિલંબ થાય નહીં.
આ ઓપરેશન સંદર્ભે અમદાવાદ રેલવે પ્રબંધક વેદ પ્રકાશે કહ્યુ છે કે આ ભારતીય રેલવે માટે અત્યંત ગર્વ અને સંતોષની ક્ષણ છે કે વંદે ભારત એક્સપ્રેસના માધ્યમથી જીવંત હ્રદયને સૂરતથી અમદાવાદ સુધી સુરક્ષિત અને સમયબદ્ધ રીતે પહોંચાડવામાં આવ્યું. આવા જીવનરક્ષક મિશનમાં સમયની દરેક ક્ષણ મહત્ત્વપૂર્ણ હોય છે.
તેમણે કહ્યુ કે ભારતીય રેલવે, આરપીએફ, ગુજરાત રાજ્ય પોલીસ અને મેડિકલ ટમીમો વચ્ચે ઉત્કૃષ્ટ સમન્વયે આ અભિયાનને સફળ બનાવ્યું. કોઈ વ્યક્તિના જીવનને બચાવવામાં ભારતીય રેલવેની ભૂમિકા નિભાવવી અમારા માટે એક જવાબદારી નથી, પરંતુ સેવા અને માનવતાનું સર્વોચ્ચ દાયિત્વ છે.