શાનદાર જીડીપી ગ્રોથ છતાં PM મોદીએ કરી સોનું નહીં ખરીદવાની અપીલ!
પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતની પહેલ હેઠળ સ્વદેશીનું ફરીથી આહ્વાન કર્યું છે. તેમણે લોકલ ફોર વોકલ અને મેડ ઈન ઈન્ડિયાને અપનાવવાની અપીલ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઉચ્ચ આર્થિક વિકાસદરને લઈને પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે ઉંચા આર્થિક વિકાસ દરના આંકાડાઓથી દેશ ખુશીઓથી ભરાય ગયો છે. પરંતુ ભારતની અંદર જ નિરાશાના ગર્તમાં ડૂબેલા લોકો ચારે તરફ નિરાશા ફેલાવામાં લાગેલા છે. દેશે 7.8 ટકાનો વિકાસદર મેળવ્યો છે. આપણે આ ગતિને જાળવી રાખવાની છે. વિદેશોની યાત્રા હરવા-ફરવા માટે કરો છો, તો ન કરવી જોઈએ. લગ્ન માટે જો વિદેશ જાવ છો, તો ન જવું જોઈએ. સોનું જરૂરત ન હોય તો ખરીદવું ન જોઈએ. આપણે આત્મનિર્ભરતા દ્વારા 2047 સુધી વિકસિત ભારતનું સપનું સાકાર કરીશું. આપણે આના માટે સંકલ્પ લેવો પડશે. તેમણે વિદેશી હૂંડિયામણને બચાવવા માટે લોકોને વિદેશ પ્રવાસથી બચવાની અપીલ કરી છે.
પીએમ મોદીએ ઈંસ્ટાગ્રામ પર જાહેર કરેલા વીડિયો સંદેશમાં કહ્યુ છે કે દુનિયાભરમાં યુદ્ધ અને સંઘર્ષ છતાં ભારતે 7.8 ટકાનો આર્થિક વિકાસ દર પ્રાપ્ત કરીને મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોરોના મહામારી બાદથી દુનિયામાં ક્યાંય પણ સ્થિરતા નથી રહી. તેમ છતાં ભારતે ઉલ્લેખનીય વિકાસ દર દ્વારા મજબૂતી દેખાડી છે. દેશમાં કેટલાક લોકો નકારાત્મકતા અને જૂઠ્ઠાણા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. આ તમામ છતાં આપણે સારી પ્રગતિ પ્રાપ્ત કરી છે.
પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતની પહેલ હેઠળ સ્વદેશીનું ફરીથી આહ્વાન કર્યું છે. તેમણે લોકલ ફોર વોકલ અને મેડ ઈન ઈન્ડિયાને અપનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે યોગ્ય નીતિ, સાફ નિયત અને 140 કરોડ દેશવાસીઓની એકતાથી 2047 સુધી વિીકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે.