વહેલી સવારે અમદાવાદ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો, 2.6ની તીવ્રતા નોંધાઈ
ISRના ડેટા મુજબ, ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ (SSW) વિસ્તારમાં હતું. ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી અંદાજે 20 કિલોમીટર નોંધાઈ હતી
ગુરુવારે વહેલી સવારે અમદાવાદ નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ગાંધીનગર ખાતેની ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)મુજબ, 30 જુલાઈએ વહેલી સવારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. સવારે 4.39 વાગ્યે નોંધાયેલા આ આંચકાની રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ છે.
ISRના ડેટા મુજબ, ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ (SSW) વિસ્તારમાં હતું. ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી અંદાજે 20 કિલોમીટર નોંધાઈ હતી.
ISR દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભૂકંપની તીવ્રતા 2.6, સ્થાનાંક 22.829° ઉત્તર અક્ષાંશ અને 72.407° પૂર્વ રેખાંશ તેમજ સમય 30 જુલાઈ 2026ના રોજ સવારે 4:39 વાગ્યે નોંધાયો હતો.
આ ભૂકંપના આંચકાની તીવ્રતા ઘણી ઓછી હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલસામાનના નુકશાનના અહેવાલ નતી. જો કે વહેલી સવારે કેટલાક વિસ્તારમાં રહીશોએ હળવી ધ્રુજારી અનુભવાઈ હોવાનું જણાવ્યું છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓછી તીવ્રતાના આવા ભૂકંપ સામાન્ય રીતે ગંભીર અસર કરતા નથી, તેમ છતાં સતર્કતા રાખવી જરૂરી છે.