જો કુંભમેળાના ખર્ચના 0.1% ભાગ પણ આપી દેવાત, તો 125 શાળાઓ બંધ થાત નહીં: SC જજની ટીપ્પણી
જસ્ટિસ વરાલે મહારાષ્ટ્રના ધુલે જિલ્લાની એક હાઈસ્કૂલમાં આયોજીત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા, જ્યાં તે કેટલાક વર્ષ સુધી વિદ્યાર્થી રહ્યા હતા. આ કાર્યક્રમ સ્માર્ટ ક્લાસના ઉદ્ઘાટન માટે આયોજીત કરવામાં આવ્યો હતો
દેશની સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ પ્રસન્ના બી વરાલેએ તાજેતરમાં ભાજપશસિત મહારાષ્ટ્રમાં શિક્ષણ પર ઘટતા બજેટ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સરકારી મરાઠી માધ્યમની સ્કૂલોના બંધ થવા અને નાસિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ અથવા નાસિક કુંભ મેળા જેવા આયોજનો પર થનારા ભારે સરકારી ખર્ચ વચ્ચે અંતરને ઉજાગર કરતા એ વાત તરફ સંકેત કર્યો નાસિક કુંભ મેળા પર ખર્ચના માત્ર 0.01 ટકા ભાગ પણ શિક્ષણ પર ખર્ચ કરવામાં આવત તો લગભગ 100થી 125 સ્કૂલોને બંધ થવાથી બચાવી શકાતી હતી
જસ્ટિસ વરાલે મહારાષ્ટ્રના ધુલે જિલ્લાની એક હાઈસ્કૂલમાં આયોજીત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા, જ્યાં તે કેટલાક વર્ષ સુધી વિદ્યાર્થી રહ્યા હતા. આ કાર્યક્રમ સ્માર્ટ ક્લાસના ઉદ્ઘાટન માટે આયોજીત કરવામાં આવ્યો હતો. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ, જસ્ટિસ વરાલેએ પોતાના સંબોધનમાં જણાવવામાં આવ્યં કે કેવી રીતે સરકાર દ્વારા અન્ય પાસાઓ માટે મોટું ફંડ આપવા છતાં જરૂરી શિક્ષણ સાથે જોડાયેલી મૂળભૂત સુવિધાઓની અણદેખી કરાઈ રહી છે. તેમણે નાસિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળા અને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર પર સરકારી ખર્ચ સંદર્ભે તાજેતરમાં ઘોષણાઓનો ઉલ્લેખ કર્યો.
જસ્ટિસ વરાલેએ કહ્યુ કે સરકાર વિભિન્ન પહેલો માટે મોટા ફંડની ફાળવણીનો દાવો કરે છે. ઉપ મુખ્યમંત્રીએ કુંભમેળા માટે 32,000 કરોડ રૂપિયા અને મુખ્યમંત્રીએ 34,000 કરોડ રૂપિયાનો ઉલ્લેખ કર્યો હતો. મેં ક્યાંક બીજે વાંચ્યું કે એક કોરિડોર પ્રોજેક્ટ માટે 11,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
તેમણે આગળ કહ્યુ કે આ પ્રકારના ખર્ચનો એક નાનકડો ભાગ પણ રાજ્યભરમાં સંઘર્ષ કરી રહેલા સેંકડો શૈક્ષણિક સંસ્થાનોને ફરીથી ઉભા કરી શકે તેમ હતો. તેમણે કહ્યુ કે મને સરકાર દ્વારા વિભિન્ન વિકાસ પહેલો પર હજારો કરડો ખર્ચ કરવા પર કોઈ વાંધો નથી. જો કે જો આ હજારો કરોડ રૂપિયાના ફંડમાંથી સરકાર માત્ર 0.1 ટકા લગભગ 32 કરોડ રૂપિયા પણ ખર્ચ કરત તો રાજ્યભરની 100થી 125 મરાઠી મીડિયમની સ્કૂલ બંધ થાત નહીં.
જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેએ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો. તેમણે સ્થાનિક નગરપાલિકાઓ અને જિલ્લા પરિષદોને મરાઠી માધ્યમની સ્કૂલોમાં 10મા ધોરણ સુધી અભ્ચાસનો અનુભવ પણ શેયર કર્યો. તેમણે કહ્યુ કે પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસ કરવાથી તેમની કારકિર્દીમાં ક્યારેય કોઈ અડચણ આવી નથી. પરંતુ તેનાથી તેમનો દ્રષ્ટિકોણ વધુ સારો થયો. તેમણે 13મી સદીના સંત-દાર્શનિક સંત જ્ઞાનેશ્વર અને 20મી સદીના કવિ સુરેશ ભટનો ઉલ્લેખ કરતા ક્હ્યુ કે મરાઠી ભાષામાં શીખવાથી મને અન્યો પ્રત્યે એક વ્યાપક અને ખુલ્લા વિચારોવાળો દ્રષ્ટિકોણ મળ્યો. મારી ભાષાએ મને ભાઈચારાની શીખ આપી.
જસ્ટિસ વરાલેએ ગત કેટલાક વર્ષોમાં સરકારી બજેટમાં શિક્ષણ માટે ફાળવાયેલા હિસ્સામાં થયેલા ઘટાડાની પણ ટીકા કરી. તેમણે કહ્યુ કે વધતી છાત્ર સંખ્યાની જરૂરિયાતોને પુરી કરવા માટે બજેટ ફાળવણી કરવાના સ્થાને, રાજ્યોએ આમા ઘટાડો કરાઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે કેન્દ્ર સ્તર પર, શિક્ષણ માટે બજેટ ફાળવણી 8 ટકા, 12 ટકા અને 11 ટકા વચ્ચે હતી. સ્પષ્ટ છે કે છાત્રોની વધતી સંખ્યાને જોતા આ બજેટ વધવું જોઈતું હતું. તેનાથી વિપરીત બજેટમાં ફાળવણી ફંડ ઓછું થઈ ગયું છે અને ઘણાં વર્ષોથી આ 13 ટકા સુધી પહોંચી શક્યું નથી. તેમણે ગ્રામીણ સ્કૂલોમાં મૂળભૂત સુવિધાઓની ખરાબ સ્થિતિ પર ભાર મૂક્યો અને એક તાજેતરની ઘટનાને ટાંકીને તેમણે ક્હ્યુ કે અધિકારીઓના મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરને પ્રાથમિકતા આપવી જોઈએ.