અમદાવાદ એરપોર્ટ ખાતે સોનાની તસ્કરીમાં મહિલા તબીબ ઝડપાય, અડધો કિલોનો પહેર્યો હતો ગોલ્ડ ચેન
આ મહિલા તબીબ 31 વર્ષીય છે અને ભાવનગરની વતની છે. તે શારજહાંથી એર અરેબિયાની પ્લાઈટ ક્રમાંક જી-9-418થી અમદાવાદ પહોંચી હતી.
અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની તસ્કરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યૂનિટ એટલે કે એઆઈયૂએ શારજહાંથી અમદાવાદ પહોંચેલી એક મહિલા તબીબને લગભગ અડધો કિલોગ્રામ સોના સાથે ઝડપી પાડી છે. મહિલાએ સોનાની વજનવાળી ચેનને પોતાના હાઈનેક સ્વેટરની અંદર એવી રીતે છૂપાવી હતી કે પહેલી નજરમાં તેની જાણ થવી મુશ્કેલ હતી.
આ મહિલા તબીબ 31 વર્ષીય છે અને ભાવનગરની વતની છે. તે શારજહાંથી એર અરેબિયાની પ્લાઈટ ક્રમાંક જી-9-418થી અમદાવાદ પહોંચી હતી. એરપોર્ટ પર કસ્ટમ્સની ટીમ વિદેશથી આવનારા પ્રવાસીઓનું ચેકિંગ અને પ્રોફાઈલિંગ કરી રહી હતી. તે વખતે એક મહિલા પ્રવાસીની ગતિવિધિઓ શંકાસ્પદ લાવા પર તેને રોકીને તેની પૂછપરછ કરવામાં આવી.
તેના પછી મહિલાની તલાશી લેવામાં આવી. તપાસ દરમિયાન તેણે પહેરેલા હાઈ નેક સ્વેટરની અંદર એક વજનવાળો સોનાનો ચેન છૂપાયેલો મળ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓએ જ્યારે ચેનની તપાસ કરી તો તેનું વજન 499.540 ગ્રામ હતું એટલે કે તે લગભગ અડધો કિલોગ્રામનો હતો. સોનાની શુદ્ધતા 24 કરેટે હતી.
કસ્ટમ્સ પ્રમાણે, જપ્ત કરવામાં આવેલા સોનાની બજાર કિંમત અંદાજે 83 લાખ 14 હજાર 843 રૂપિયા છે. અધિકારીએએ સોનાની ચેનને કસ્ટમ્સ એક્ટ, 1962 સંબંધિત જોગવાઈઓ હેઠળ જપ્ત કરી લીધો છે.
પૂછપરછમાં મહિલા તબીબ હોવાનું સામે આવ્યું છે. તેના પછી કસ્ટમ્સ એક્ટ હેઠળ તેને એરેસ્ટ કરવામાં આવી. જો કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.
હાલ કસ્ટમ્સની તપાસ માત્ર સોનાની જપ્તી સુધી મર્યાદીત નથી. અધિકારીઓ એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે મહિલા ડોક્ટરને આ સોનું વિદેશમાં કોણે આપ્યું હતું અને અમદાવાદ પહોંચ્યા બાદ તેને આ ખેપ કોને સોંપવાની હતી. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ મામલાની પાછળ કોઈ મોટું તસ્કરી નેટવર્ક પણ હોઈ શકે છે. તેની કડી જોડવા માટે મહિલાની પૂછપરછ અને આગળની તપાસ ચાલુ છે.