સુરત આવી રહેલી બસનો સ્ટીયરિંગ રૉડ તૂટયો, 59 યાત્રીઓ માંડમાંડ બચ્યા- જુઓ Video
આ દુર્ઘટનાએ એસટી બસોના મેન્ટેનન્સ અને ફિટનેસ તપાસની વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે ઘાટ જેવા જોખમ ભરેલા માર્ગો પર બસોને રવાના કરતા પહેલા તેની તકનીકી તપાસ બેહજ જરૂરી છે
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી ગુજરાતના સુરત આવી રહેલી એસટી બસ શનિવારે કન્નડ ઘાટ નજીક દુર્ઘટનાનો શિકાર થતાં રહી ગઈ હતી. બસનો સ્ટીયરિંગ રોડ અચાનક તૂટી ગયો અને જોતજોતામાં ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. અનિયંત્રિત બસ ઘાટની સુરક્ષા દીવાલ સાથે ટકરાઈ અને ખાઈની અણિ પર આવીને અટકી ગઈ. માંડમાંડ 59 પ્રવાસીઓનો આ દુર્ઘટનામાં જીવ બચ્યો હતો.
સ્ટીયરિંગ ફેલ થવાને કારણે બસમાં પ્રવાસીઓ ચીસાચીસ કરવા લાગ્યા. કોઈને સમજ આવ્યું નહીં કે આખરે આગલી પળે શું થવાનું છે. પ્રવાસીઓને ડર હતો કે બસ સેંકડો ફૂટ ઉંડી ખીણમાં ખાબકશે. સારી વાત એ રહી કે બસનો આગળનો હિસ્સો લોખંડના મજબૂત સપોર્ટમાં ફસાઈ ગયો અને બસ ત્યાં થંભી ગઈ. માત્ર કેટલાક ફૂટ વધુ આગળ વધવા પર મોટી દુર્ઘટના થઈ શકે તેમ હતી અને 59 યાત્રીઓના જીવ દાંવ પર લાગી શકત.
સુરક્ષા દીવાલ સાથે ટકરાવા દરમિયાન બસની આઘલ બેઠેલા ચાર પ્રવાસીઓને મામૂલી ઈજા થઈ હતી. તમામ ઘાયલોને ચાલીસગાંવ ગ્રામીણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમનો ઈલાજ કરવામાં આવ્યો. તેમની સ્થિતિ ખતરાથી બહાર હોવાનું જણાવાયું છે. બસમાં સવાર બાકીને પ્રવાસીઓને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા.
દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને ટ્રાફિક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી દ્વારા પ્રવાસીઓને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેના પછી ક્રેનની મદદથી બસને હટાવવામાં આવી અને તેના પછી ઘાટનો માર્ગ સુચારું થઈ શક્યો હતો.
દુર્ઘટના બાદ પ્રવાસીઓ માટે બીજી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી. તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બીજી બસમાં બેસાડીને સૂરત રવાના કરવામાં આવ્યા. દુર્ઘટના બાદ સુરક્ષિત બચેલા પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને બસના રખરખાવને લઈને સવાલ પણ ઉઠયા છે.
આ દુર્ઘટનાએ એસટી બસોના મેન્ટેનન્સ અને ફિટનેસ તપાસની વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે ઘાટ જેવા જોખમ ભરેલા માર્ગો પર બસોને રવાના કરતા પહેલા તેની તકનીકી તપાસ બેહજ જરૂરી છે. પ્રવાસીઓની માગણી છે કે સ્ટીયરિંગ રોડ તૂટવાની ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવામાં આવે અને એ જાણકારી મેળવવામાં આવે કે બસની ફિટનેસ તપાસ બાદ જ તેને સડક પર ઉતારવામાં આવી હતી કે નહીં?