"શુદ્ધ પેટ્રોલ તારા બાપના ઘરેથી આવશે?" : ભાજપના સાંસદ E20 પર એલફેલ બોલી ગયા!
ઈ-20 મુદ્દો બનેલું છે. ઘણાં લોકોનો દાવો છે કે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના કારણે તેમની ગાડીઓ ખરાબ થઈ રહી છે.
ભાજપના સાંસસદ જનાર્દન મિશ્રાએ કેન્દ્ર સરકારની ઈથેનૌોલ બ્લેન્ડિંગ પોલિસીનું સમર્થન કરતા વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે આ પોલિસીની ટીકા કરનારાઓને નિશાને લેતા કહ્યુ છે કે શુદ્ધ પેટ્રોલ તમારા બાપના ઘરેથી આવશે? ભારતમાં હાલ ઈ-20ને લઈને ચર્ચા ચાલી રહી છે. ભાજપના સાંસદે કહ્યુ કે ભારત માત્ર 20 ટકા જ ક્રૂડ ઓઈલ પ્રોડ્યુસ કરે છે, બાકી 80 ટકા તેને ઈમ્પોર્ટ કરવું પડે છે.
મધ્યપ્રદેશની રીવા લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા રીવા એરપોર્ટ પર એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા. રીવાથી કોલકત્તા સુધીની ફ્લાઈટ શરૂ કરવાના ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે કાર્યક્રમમાં તેમણે ઈ-20ના ટીકાકારોની ઝાટકણી કાઢી હતી.
જનાર્દન મિશ્રાએ કહ્યુ છે કે દેશમાં શુદ્ધ પેટ્રોલ છે જ નહીં તો આવશે ક્યાંથી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી કહી રહ્યા છે કે ઈથોનોલ ભેલવો તો આંદોલન થઈ રહ્યા છે. શુદ્ધ પેટ્રોલ તમારા બાપના ઘરેથી આવશે? ત્યાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ છેડાયેલું છે અને જહાજોને 18,000 કિલોમીટર ફરીને આવવું પડે છે.
તેમણે ક્હ્યુ છે કે ભારતે પેટ્રોલનો વિકલ્પ શોધવો પડશે. તેમણે બ્રાઝીલનું ઉદાહરણ આપતા કહ્યુ કે ત્યાં તો 100 ટકા ઈથેનોલ મિલાવાય રહ્યો છે અને ગાડીઓ ચાલી પણ રહી છે. તેમણે એ દાવો કર્યો કે ભારતમાં પણ ઈથેનોલથી ગાડીઓ ચાલી શકે છે. બીજી તરફ સરકારનો તર્ક છે કે ઈ-20 ટેસ્ટિંગ બાદ ગાડીઓમાં કાટ લાગવાના કે ઘસારો થવાના કોઈ પુરાવા મળ્યા નથી.
મહત્ત્વપૂર્ણ છે કે ઈ-20 મુદ્દો બનેલું છે. ઘણાં લોકોનો દાવો છે કે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના કારણે તેમની ગાડીઓ ખરાબ થઈ રહી છે. દાવો છે કે ગાડીઓમાં કાટ લાગવો અને ઘસારો થવાની ફરિયાદ મળી છે. ઈ-20ની વિરુદ્ધ ઓનલાઈન મુહિમ ચલાવાય રહી છે. વિપક્ષે પણ આ મુદ્દાને ઉઠાવ્યો છે.
રાહુલ ગાંધીએ વીડિયો શેયર કર્યો હતો અને તેમાં તેઓ એક કારની પેટ્રોલની ટાંકી ખોલતા દેખાય રહ્યા છે. તેમણે કહ્યુ કે દાલમાં કંઈક કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે. તેમણે લોકોને ભરોસો અપાવ્યો કે તેઓ મોટા સ્તર પર આ મુદ્દાને ઉઠાવશે.