ઉત્તરાખંડના ઋષિકેશમાં બીન નદીમાં પલટયું વાહન, SDRFએ બેને બચાવ્યા- જુઓ -Video
તેજ વહેણ અને અંધારા છતાં એસડીઆરએફના જવાનોએ અથક પ્રયાસો કરીને નદીની ધારાને ચીરીને વાહન સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી
દેવભૂમિ ઉત્તરાખંડમાં સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે બીન નદીમાં એક મેક્સ વાહન અનિયંત્રિત થઈને પલટી મારી ગયું હતું. એસડીઆરએફની ટીમે જાણકારી મળતા તાત્કાલિક ત્યાં પહોંચીને બચાવ કામગીરી સરૂ કરી હતી.
એસડીઆરએફે પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પાણીના પ્રચંડ પ્રવાહ ધરાવતી નદીમાં પ્રવેશવાની કોશિશ કરી હતી. નદીના વહેણની તીવ્રતા અને અંધારું બચાવ કામગીરીના મુખ્ય પડકાર હતા.
બચાવ દરમિયાન એખ વ્યક્તિ વાહન પાસે દેખાયો હતો. ટીમે સાહસ દેખાડીને તેને સુરક્ષિત રીતે નદીની બહાર કાઢ્યો હતો.
ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. આ પહેલું સફળ રેસ્ક્યૂ ઓપરેશન હતું.
તેના પછી એસડીઆરએફની ટીમે અન્ય વ્યક્તિની શોધ શરૂ કરી હતી. તે વાહનની અંદર ખરાબ રીતે ફસાયો હતો.
તેજ વહેણ અને અંધારા છતાં એસડીઆરએફના જવાનોએ અથક પ્રયાસો કરીને નદીની ધારાને ચીરીને વાહન સુધી પહોંચવામાં સફળતા મેળવી. આ કામગીરી બેહદ જોખમી હતી. પણ ઘણી મહેનત બાદ બીજા વ્યક્તિને પણ એસડીઆરએફની ટીમે સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.