સુરેન્દ્રનગરનો નાયકા ડેમ 100% ભરાયો, વાંસલ ડેમ પણ ઓવરફ્લો
વાંસલ ડેમ પણ ઓવરફ્લો થયો છે. જેને કાरણે નીચાણવાળા વિસ્તારના ચુડા અને ગોરખવાળા ગામના લોકોને સાવચેત રહેવા માટે તંત્ર તરફથી તાકીદ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે નાયકા ડેમ 100 ટકા ભરાયો છે. જેને કારણે નાયકા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે.નાયકા ડેમમાં 22,666 ક્યુસેક પાણીની નવી આવક થતાં ડેમના 10 દરવાજા 1.82 મીટર સુધી ખોલવામાં આવ્યા; હાલ 20,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. તેથી નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ ગામોમાં ગૌતમગઢ, કુકડા, ગોદાવરી, શેખપર નદીકાંઠાના ગામોના લોકોને નદીના પટમાં અને તેની આસપાસના વિસ્તારોમાં અવરજવર નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. તેમજ પોતાની માલ-મિલ્કત અને ઢોર-ઢાંખને તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર ખસેડવાનો અનુરોધ પણ કરાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ પણ ઓવરફ્લો થયો છે. જેને કાरણે નીચાણવાળા વિસ્તારના ચુડા અને ગોરખવાળા ગામના લોકોને સાવચેત રહેવા માટે તંત્ર તરફથી તાકીદ કરવામાં આવી છે. સ્થાનિકો અને પશુપાલકોને નદીના પટ કે તેની આસપાસના વિસ્તારમાં નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે.