5-ડે વર્કિંગની માંગ સાથે રાજ્યના 75,000 બેંકકર્મીઓ 1 દિવસની હડતાળ પર, 5400 બેંક શાખો અને 15,000 કરોડના ટ્રાન્ઝક્શન પર અસર
અમદાવાદના લાલ દરવાજા ખાતે બેંકકર્મીઓએ સૂત્રો પોકાર્યા છે કે 5-ડે બેન્કિંગ જો ના દે, વો સરકાર નિકમ્મી હૈ. જ્યારે સુરતમાં કાળા કપડાં પહેરી અને બેનરો સાથે વિરોધ કરવામમાં આવ્યો હતો.
ગુજરાત સહીત દેશભરમાં 11 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ સુધી એસબીઆઈ, પીએનબી અને યૂનિયન બેંક સહીતની સરકારી અને કેટલીક ખાનગી બેંકો બંધ રહેશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે ( UFBU) બે વર્ષથી પડતર માંગણી સાથે આજે શુક્રવારે એક દિવસની હડતાળની ઘોષણા કરી છે. તેના પછી 12 સપ્ટેમ્બરે મહિનાનો બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકની શાખાઓ બંધ રહેશે. જો સરકાર અને બેંક મેનેજમેન્ટ બેંકકર્મીઓની માગણીઓ નહીં સ્વીકારે તો 26 ઓક્ટોબરથી દેશભરમાં બેંકોમાં અનિશ્ચિતકાલિન હડતાળ શરૂ થઈ જશે.
UFBU સાથે જોડાયેલા સંગઠનોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય ન લેતા ગુજરાતમાં પણ તેની મોટી અસર થઈ છે. ગુજરાતના 75 હજાર જેટલા બેંકકર્મીઓ અને અધિકારીઓ હડતાળમાં સામેલ છે. લગભગ 5400 બેંક શાખાઓની કામગીરી બંધ થઈ છે અથવા ખોરવાઈ છે. 15 હજાર કરોડના નાણાંકીય લેણદેણને અસર થઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બેંકકર્મીઓ કામકાજ બંધ રાખીને એક દિવસની હડતાળમાં સામેલ થયા છે.
અમદાવાદના લાલ દરવાજા ખાતે બેંકકર્મીઓએ સૂત્રો પોકાર્યા છે કે 5-ડે બેન્કિંગ જો ના દે, વો સરકાર નિકમ્મી હૈ. જ્યારે સુરતમાં કાળા કપડાં પહેરી અને બેનરો સાથે વિરોધ કરવામમાં આવ્યો હતો.
યુએફબીયુનું કહેવું છે કે 8 માર્ચ, 2024ના રોજ ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન એટલે કે આઈબીએ સાથે 12મા દ્વિપક્ષીય કરાર અઅને 9મા સંયુક્ત નોટ પર હસ્તાક્ષર થયા હતા. તેમાં 5 દિવસીય બેન્કિંગ લાગુ કરવા પર સંમતિ બની હતી. આના હેઠળ કર્મચારીઓ સોમવારતી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધુ કામ કરશે. આઈબીએએ આ પ્રસ્તાવને મંજૂરી કરીને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. પરંતુ બે વર્ષથી વધુ સમય વીતી ગયો તેમ છતાં નાણાં મંત્રાલય તરફથી તેને મંજૂરી મળી નથી.
યુનિયને પોતાની માગણીઓને લઈને પહેલા તબક્કામાં 11 સપ્ટેમ્બરે 1 દિવસની દેશવ્યાપી હડતાળની ઘોષણા કરી હતી. આ સિવાય 12 સપ્ટેમ્બરે બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે.
બીજા તબક્કામાં 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ હડતાળનું એલાન કરાયું છે.
તો માગણીઓ નહીં માનવાની સ્થિતિમાં ત્રીજા તબક્કામાં બેંકકર્મીઓના સંગઠનો 26 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ કરશે.
નવી પીએલઆઈ સ્કીમ પર પણ વિવાદ છે. દાવો કરાય છે કે વરિષ્ઠ અધિકારીઓને આમા ફાયદો છે અને નીચલા સ્ટાફ સાથે ભેદભાવ થયો છે. યુનિયનોએ નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નવાી પીએલઆઈ ગાઈડલાઈન્સનો વિરોધ કર્યો છે. યુનિયનો મુજબ, આ સ્કીમ ભેદભાવપૂર્ણ છે. સ્કેલ-4 અઅને તેનાથી ઉપરના અધિકારીઓને વ્યક્તિગત પ્રદર્શનના આધારે 365 દિવસ સુધી બેઝિક પે એટલે કે મૂળ પગાર બરાબર પીએલઆઈ મળશે. જ્યારે વર્કમેનથી સ્કેલ 1થી 3 સુધીનાી કર્મચારીઓને મહત્તમ માત્ર 15 દિવસનો બપેઝિક પે પ્લસ ડીએ જ મળશે.
પીએલઆઈ સ્કીમને લઈને વિવાદ હવે મુખ્ય શ્રમ કમિશનર સમક્ષ સમાધાન પ્રક્રિયામાં વિલંબિત છે. આ મામલાને દિલ્હી હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો ચે. યુનિયનોએ દ્વિપક્ષશ્રીય વાતચીત દ્વારા ઈન્સેન્ટિવ સ્કીમમાં સુધારો કરવાની માગણી કરી છે.
આ સિવાય બેંકકર્મીઓની માગણી છે કે તમામ પેન્શનર્સ માટે પેન્શન અપડેશન અને સુધારણા. તમામ રિટાયર્ડ કર્મચારીઓ માટે એક સમાન મોંઘવારી ભથ્થાની ફોર્મ્યુલા અને એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સ્વિચ કરવાનો વિકલ્પ આપવામાં આવે.