હવે પ્રોફેસર નહીં, AI ભણાવશે! ઓસ્ટ્રેલિયાની મેક્કેરી યુનિવર્સટીએ ક્લાસરુમમાં ઉતાર્યું ચેટબૉટ
આ બૉટને ખાસ કરીને એ પ્રકારે પ્રોગ્રામ કરવામાં આવ્યા છે કે તે ક્લાસમાં છાત્રોને સવાલ પુછે છે અને તે અલગ-અલગ સ્થિતિ પર આધારીત પ્રેક્ટિકલ એક્સસાઈઝમમાં ગાઈડ કરે છે
ઓસ્ટ્રેલિયાની મેક્કેરી યુનિવર્સિટીએ શિક્ષણ ક્ષેત્રે મોટો પ્રયોગ શરૂ કર્યો છે. યુનિવર્સિટીએ પોતાના બે મુખ્ય વિષયોમાં ટ્રેડિશનલ પ્રોફેસરના સ્થાને AI ચેટબૉટ, ઓનલાઈન ક્વિઝ અને ઓપ્શનલ ઓનલાઈન ટ્યૂટોરિયલને અભ્યાસનું મુખ્ય માધ્યમ બનાવ્યું છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા હવે ટીચિગની મહત્ત્વની જવાબદારીઓ માણસોના સ્થાને AI તકનીકને સોંપી રહી છે.
મક્કોરી યુનિવર્સિટીમાં સાઈકોલોજીના બે જરૂરી કોર્સિસમાં વર્ચુઅલ પીયર નામના આ AI ચેટબોટને વીકલી અભ્યાસનો હિસ્સો બનાવાયા છે. આ બૉટને ખાસ કરીને એ પ્રકારે પ્રોગ્રામ કરવામાં આવ્યા છે કે તે ક્લાસમાં છાત્રોને સવાલ પુછે છે અને તે અલગ-અલગ સ્થિતિ પર આધારીત પ્રેક્ટિકલ એક્સસાઈઝમમાં ગાઈડ કરે છે. એટલે કે જે કામ માટે પહેલા પ્રોફેસર અથવા ટ્યૂટર ક્લાસમાં રહેતા હતા, હવે તેની પુરી જવાબદારી આ AI બૉટ પાસે છે.
યુનિવર્સિટીના આ નિર્ણયથી પરંપરાગત પદ્ધતિઓમાં મોટા પરિવર્તન જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ સંસ્થા આને ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ અને આધુનિક અભ્યાસની પદ્ધતિ માની રહી છે, તો બીજી તરફ સ્ટૂડન્ટસ્ અને જાણકારો વચ્ચે આ વાતને લઈને ચર્ચા છેડાઈ છે કે શું એક ચેટબોટ ખરેખર કોઈ પ્રોફેસરનું સ્થાન લઈ શકે છે.