કેરળમાં કોંગ્રેસના MLA રમ્યા હરિદાસ પર પાર્ટીના કાર્યકરોનો હુમલો, SC-ST એક્ટમાં FIR નોંધાઈ
રમ્યા હરિદાસનો આરોપ છે કે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ તેમના પર હુમલો કર્યો અને તેમને ધમકી આપી
કેરળમાં તિરુવનંતપુરમ જિલ્લાના ચિરાયિનકીઝુમાં કોંગ્રેસના ધારાસભ્ય રમ્યા હરિદાસ અને પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ થયું છે. આને લઈને બંને પક્ષોએ એકબીજા પર આરોપ લગાવ્યા છે.
રમ્યા હરિદાસનો આરોપ છે કે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ તેમના પર હુમલો કર્યો અને તેમને ધમકી આપી. તો બીજી તરફ જિલ્લા પંચાયતના સદસ્ય સજીત મુત્તમબલમ અને પાર્ટીના નેતા સજાદે દાવો કર્યો છે કે ધારાસભ્ય અને તેમના સહયોગીઓએ એક વ્હોટ્સએપ પોસ્ટને લઈને તેમને સવાલ પુછયા તેના પછી ઘર્ષણ થયું.
શુક્રવારે રાત્રે થયેલી આ ઘટનામાં રમ્યા હરિદાસ ઘાયલ થઈ ગયા છે અને તેમને હોસ્પટિલમાં ઈલાજ માટે લઈ જવાયા.પોલીસે ક્હ્યું છે કે હરિદાસના નિવેદનના આધારે સજીત અને સજાદ સહીત કોંગ્રેનસા 15 કાર્કર્તાઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસ મુજબ, કોંગ્રેસના કાર્યકર્તા સજાદ તરફથી પણ ફરિયાદ કરવામાં આવી છે અને તેના આધારે ધારાસભ્ય સામે પણ એક અલગ મામલો નોંધવામાં આવ્યો છે.
બંને પક્ષોએ એકબીજા પર મારામારીનો આરોપ લગાવ્યો છે અને તેનાથી કેરળ કોંગ્રેસમાં આંતરીક લડાઈ ખુલીને સામે આવી છે. આ વિવાદ ધારાસભ્ય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની હાજરીમાં થયેલા પ્રખંડ પંચાયત સમિતિની બેઠકમાં ધારાસભ્ય રમ્યા હરિદાસના સહયોગી પલાયમ પ્રદીપના સામેલ થવા સાથે જોડાયેલો છે. હરિદાસે કહ્યું છે કે પ્રદીપ તેમના અંગત મદદનીશ તરીકે કામ કરી રહ્યા છે,
જ્યારે સજાદે આનાથી ઈન્કાર કરતા દાવો કર્યો છે કે ધારાસભ્યના અંગત મદદનીશ વિમલ નામનો એક અન્ય વ્યક્તિ છે.
રમ્યા હરિદાસે પત્રકારોને કહ્યું કે તાજેતરમાં ક્ષેત્રમાં એક બેંકમાં ચૂંટણી થઈ હતી. તેમાં કોંગ્રેસના ત્રણ સદસ્યો ત્રણ અલગ-અલગ પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમણે કહ્યું કે મેં કોઈપણ પેનલના સંમેલનમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો, કારણ કે હું એ મેસેજ આપવા માંગતી ન હતી કે હું કોઈ એક જૂથનું સમર્થન કરી રહી છું.
રમ્યા હરિદાસે આરોપ લગાવ્યો છે કે તેના પછી સજાદે વ્હોટ્સએપ અને સોશયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ઘણીવાર નકારાત્મક ટીપ્પણીઓ કરી. તેમણે કહ્યુ કે જ્યારે મેં તેમને આ પોસ્ટ બાબતે પુછયું તો સજાદે કહ્યુ કે તેમણે સજીત અને વિશ્વનાથનના કહેવા પર આમ કર્યું હતું.
રમ્યા હરિદાસનો આરોપ છે કે સજીતે તેમને ધમકીઓ આપી. બીજી તરફ સજાદે કહ્યુ છે કે તેમણે પાર્ટીના વ્હોટ્સએપ ગ્રુપમાં સવાલ કર્યો કે પ્રદીપ પ્રખંડ પંચાયત સમિતિની બેઠકમાં કેમ સામેલ થયો હતો અને તેના પછી વિવાદ વધી ગયો. ઘટનાના સામે આવેલા વીડિયોમાં રમ્યા હરિદાસ કેટલાક લોકો સાથે ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે.
કોંગ્રેસ સૂત્રો મુજબ, કોંગ્રેસની તિરુવનંતપુરમ જિલ્લા યુનિટ અને કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીએ ઘટનાને ધ્યાન પર લીધી છે અને મામલાની તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો મુજબ, પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ બંનેનો પક્ષ સાંભળશે.