"રાહુલ ગાંધી ગાંડા હતા, ગાંડા છે અને ગાંડા જ રહેવાના છે"
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યુ છે કે રાહુલ ગાંધી એક ગાંડો છે, ગાંડો હતો અને ગાંડો જ રહેશે. રાહુલ ગાંધીને લઈને શું વાત કરીએ. તે વારંવાર ચૂંટણી હારે છે, પછી થોડા દિવસ હલ્લો કરે છે, મીડિયા તેમને પ્રમોટ કરે છે. પછી એક ચૂંટણી હારી જાય છે, પછી વિદેશ જતાં રહે છે. ગાંડાને લઈને શું ચર્ચા કરીએ
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધીની મનુસ્મૃતિની ટીકા પર નિશાન સધાતા આરોપ લગાાવ્યો છે કે રાહુલ ગાંધી મહિલાઓના અધિકારોનો ઉપયોગ કરીને હિંદુ ધર્મને નિશાન બનાવવા અને તેને બદનામ કરવા માટે એક ઢાલની જેમ તેનો ઉપયોગ કરી રહ્યા છે. હિમંત બિસ્વા સરમાએ કહ્યુ કે રાહુલ ગાંધી એક ગાંડો છે અને તે ગાંડો જ રહેશે. તેમણે રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો છે કે જો તે ખરેખર જેન્ડર ઈક્વાલિટીમાં વિશ્વાસ ધરાવતા હોય તો તેમણે યુનિફોર્મ સિવિલ કોડને બિનશરતી રીતે ટેકો આપવો જોઈએ.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યુ છે કે રાહુલ ગાંધી એક ગાંડો છે, ગાંડો હતો અને ગાંડો જ રહેશે. રાહુલ ગાંધીને લઈને શું વાત કરીએ. તે વારંવાર ચૂંટણી હારે છે, પછી થોડા દિવસ હલ્લો કરે છે, મીડિયા તેમને પ્રમોટ કરે છે. પછી એક ચૂંટણી હારી જાય છે, પછી વિદેશ જતાં રહે છે. ગાંડાને લઈને શું ચર્ચા કરીએ.
હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધીને લઈને એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યુ છે કે રાહુલ ગાંધી મહિલાઓના અધિકારાનો ટેકેદાર નથી. તે બસ હિંદુ વિરોધી છે, જે મહિલા સશક્તિકરણના મુદ્દાનો ઉપયોગ હિંદુ ધર્મને નિશાન બનાવવા અને બદનામ કરવા માટે એક સુવિધાજનક ઢાલ તરીકે કરી રહ્યા છે.
આસામના મુખ્યમંત્રી સરમાએ રાહુલ ગાંધીને સીધો પડકાર ફેંક્યો છે કે જો રાજનીતિથી ઉપર મહિલાઓની સમાનતા છે, તો શું તેઓ યુનિફોર્મ સિવિલ કોડને બિનશરતી રીતે ટેકો કરશે, જે ધર્મથી પર સમાન અધિકારીની ગેરેન્ટી આપે છે? અથવા શું તેમનe મહિલા અધિકારોનો વિચોર હિંદુ ધર્મ પર હુમલાથી જ શરૂ અને ખતમ થતા રહેશે?

શનિવારે પુણેમાં પોતના છાત્રો કી ગુંજ આઉટરીચ પ્રોગ્રામમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ કે ભારતની 70 કરોડ મહિલાઓ દેશની સૌથી મોટી સંપત્તિ છે, પરંતુ તેમને વ્યવસ્થિત રીતે પુરુષોની સાથે તેમના સંબંધો- પુત્રી, પત્ની અને માતા સાથે જોડાયેલી ઓળખ સુધી જ મર્યાદીત રાખવામાં આવી રહી છે.
તેમણે જને મનુસ્મૃતિવાળી માનસિકતા ગણાવી અને આકરા વાકપ્રહારો કર્યા હતા. તેમણે યુવા મહિલાઓને ક્હ્યુ કે તેઓ પોતાની ખુદની છે, ન કે પોતાના પિતા, પતિ અથવા પુત્રની, અને તેમણે પિતૃસત્તાને તોડવાનો આગ્રહ પણ કર્યો હતો.

હિમંત બિસ્વ સરમાએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે તેઓ હિંદુ ધાર્મિક પ્રથાઓને તો વીણીવીણીને નિશાન બનાવે છે, પરંતુ શરિયા હેઠળ પિતૃસત્તાત્મક પ્રથાઓ પર ચુપ રહે છે. સરમાએ પુછયું કે આના પર વિચાર કરો. તેમણે શરિયા હેઠળ ચાલી રહેલી પિતૃસત્તાત્મક અને મધ્યયુગીન પ્રથાઓની વિરુદ્ધ કેટલીવાર ગુસ્સા સાથે વાત કરી છે? તેમણે મનુસ્મૃતિ અને શરિયાની વચ્ચે અંતર જણાવ્યું. તેમણે તર્ક આપ્યો કે જ્યાં શરિયા ઈસ્લામિક કાયદાનો હિસ્સો છે, ત્યારે હિંદુ ધર્મમાં મનુસ્મૃતિનો તેવો કોઈ ધાર્મિક કે સર્વમાન્ય દરજ્જો નથી.
આસામના મુખ્યમંત્રીએ લખ્યુ છે કે જ્યાં શરિયા ઈસ્લામિક કાયદાનો આધાર છે, ત્યાં હિંદુ ધર્મમાં મનુસ્મૃતિનો આવો કોઈ ધાર્મિક અધિકાર નથી. તે હિંદુઓ માટે કોઈ સર્વમાન્ય કાયદો પણ નથી.
હિમંત બિસ્વ સરમાએ કહ્યુ છે કે ખુદને પુછે, રાહુલ ગાંધી કેટલીવાર મનુસ્મૃતિ પવર હુમલો કરે છે, અને કેટલીવાર તે તે જોશથી શરિયા પર હુમલો કરે છે? હિંદુ ધર્મની મજબૂતી સમયની સાથે બદલાવા, સુધાર કરવા અને ઢળવાની અનોખી ક્ષમતામાં છે. માટે દરેક હિંદુને એ પુછવું જોઈએ કે રાહુલ ગાંધીનો અસલમી ઉદેશ્ય શું છે- મહિલાઓના અધિકારની વકીલાક કરવી કે હિંદુ ધર્મને બદનામ કરવા માટે તેને બહાનું બનાવવું?
હિમંત બિસ્વ સરમાએ મુસ્લિમ પર્સનલ લૉ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કોંગ્રેસના કામકાજ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે 1986માં કાયદા દ્વારા સુપ્રીમ કોર્ટમાં શાહબાનોના ચુકાદાની અસરને પલટવામાં કોંગ્રેસની ભૂમિકા અને તુરંત ટ્રિપલ તલાકને અપરાધ બનાવનારા કાયદાના વિરોધનો ઉલ્લેખ કર્યો. તેમણે કર્ણાટક કેબિનેટના ગઠનને લઈને પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે રાજનીતિક સત્તા જાળવી રાખવા માટે રાહુલ ગાંધીએ એ પાક્કું કર્યું કે રાજ્યની કેબિનેટમાં એકપણ મહિલાને સ્થાન મળે નહીં.