Ram Temple Scam:વૉશરુમમાં 40000 રુપિયા મળ્યા ન હોત તો, દાનચોરીનો ગોટાળો દબાઈ જાત!
શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડવા અને આ મોટા ગોટાળાના ઉજાગર થયા બાદ, રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આખી સિસ્ટમ બદલી નાખી છે. દાન ગણવાના રુમોની ચારે તરફ સુરક્ષા પહેરો અને સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ ઘણું વધારી દેવાયું છે. ચાવીઓની સુરક્ષા અને મોનિટરિંગ માટે કડક પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે
અયોધ્યા: ગત મહિને અયોધ્યા ખાતેના શ્રીરામજન્મભૂમિ પર બનેલા પવિત્ર ભવ્ય રામમંદિરમાં કરોડો રૂપિયાની ધાંધલીનો ખુલસો થયો. દરરોજ દેશ-દુનિયાના લાખો શ્રદ્ધાળુઓ અહીં પોતાના આરાધ્ય પ્રભુ શ્રીરામના ચરણોમાં દિલ ખોલીને દાન અર્પિત કરે છે. પરંતુ આ પવાન પરિસરની અંદર કેટલાક લોકો આસ્થાની આડમાં એક બેહદ શાતિ ખેલ ખેલી રહ્યા હતા. ભક્તો હેરાન થઈ ગયા કે આખરે તેમની શ્રદ્ધાની સાથે આટલો મોટો ખેલ કેવી રીતે થઈ ગયો. આ ગોટાળાની કહાની પણ બેહદ ચોંકાવનારી છે. વૉશરુમમાં 40 હજાર રૂપિયાની થોકડી મળી અને કરોડો રૂપિયાની દાનચોરીના ગોટાળાનો ખુલાસો થયો.
આ ગોટાળાના ખુલાસાની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે મંદિર પરિસરમાં એક વૉશરુમમાં રુટિન ડ્યૂટી પર તેનાતા એક સુરક્ષા ગાર્ડની નજર એક ખૂણામાં પડી. ત્યાં નોટોની એક શંકાસ્પદ થોકડી છૂપાવીને રાખવામાં આવી હતી. જ્યારે ગાર્ડે તેને કાઢી, તો તેમાં 40 હજાર રૂપિયા રોકડા મળ્યા હતા. પરિસરના વૉશરુમમાં આટલી મોટી રોકડ મળવી સામાન્ય વાત ન હતી. સુરક્ષા ગાર્ડે તાત્કાલિક આની માહિતી મંદિર પ્રશાસનને આપી હતી. અહીંથી તપાસને એ તાંતણા ખુલ્યા જેણે આખા ગોટાળાનો ખુલાસો કર્યો. જો આ થોકડી મળી ન હોત, તો કદાચ શ્રીરામમંદિરમાં કરોડોની દાનચોરીનો કોઈ ખુલાસો જ થયો ન હોત.
સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ
શંકાની સોઈ ત્યારે સૌથી પહેલા એ સ્થાન પર તંકાઈ કે જ્યાંથી દાનમાં આપેલા નાણાંની ગણતરી કરવામાં આવતી હતી. મંદિર પ્રશાસને જ્યારે કેશ કાઉન્ટિંગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ફંફોસ્યા, તો કેમેરામાં કેદ તસ્વીરો જોઈને સૌના હોશ ઉડી ગયા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે જે લોકો સંપૂર્ણ નિષ્ઠાની સાથે ભક્તોના દાન ગણવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તે જ દાનના નાણાં પર હાથ સાફ કરી રહ્યા હતા. નોટોની ગણતરી વચ્ચે જ તે બહેદ શાતિર રીતે લાખો રુપિયાનો ચુનો લગાવી રહ્યા હતા અને આમ કરીને રામભક્તોની આસ્થા સાથે ખિલવાડ પણ કરી રહ્યા હતા.
ચોરીનો શાતિર વ્યૂહ
તપાસ આગળ વધી તો આરોપીઓના ચોરી કરવાના વ્યૂહને જોઈને આશ્ચર્ય અને આઘાત બંને લાગ્યા. આરોપી સૌથી પહેલા દાનપાત્રમાંથી કાઢવામાં આવેલા નાણાંની ગણતરી દરમિયાન ચુપચાપ નોટોની થોકડી પોતાના ખિસ્સા અથવા કપડાંમાં ઠૂંસી લેતા હતા. તેના પછી તેઓ સીધા વોશરુમ જઈને ચોરી કરાયેલા નાણાંને ત્યાં પહેલાથી નિર્ધારીત ગુપ્ત સ્થાનો પર છૂપાવી દેતા હતા.
એટલું જ નહીં, મંદિરની બહાર નીકળતી વખતે સુરક્ષા તપાસ કરવામાં આવે છે, તેના માટે એકસાથે આટલા નાણાં લઈ જતા ન હતા. તે દરરોજ નાના-નાના હિસ્સામાં આ નાણાં ચુપચાપ પરિસરની બહાર કાઢી લેતા હતા. જેનાથી કોઈને શંકા થાય નહીં.
તપાસમાં ચોંકાવનારા ખુલાસા
જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્ર્સ્ટે જ્યારે આ મામલાની આંતરીક તપાસ કરી, તો પ્રારંભિક સમયગાળામાં 80 લાખ રૂપિયાની મોટી રોકડ જપ્ત થઈ હતી. જેવા ન્યૂઝ બહાર આવ્યા, મામલાની ગંભીરતાને જોતા સ્પેશયલ ઈન્વેસ્ટિગેશન ટીમને તપાસ સોંપવામાં આવી.
અત્યાર સુધીમાં આ અધમ ખેલમાં સામેલ દાન ગણનારી ટીમના આઠ લોકો પોલીસની પકડમાં આવી ચુક્યા છે.
આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં રોકડ મળવાની સાથે જ સોના-ચાંદીના આભૂષણો અને દાનના નાણાંથી ખરીદવામાં આવેલી એક આલીશાન કાર પણ જપ્ત કરવામાં આવી છે.
પોલીસ આ સમયે આરોપીઓ અને તેમના સગાં-સંબંધીઓના લગભગ 50 બેંક ખાતાઓને ફ્રીઝ કરીને તપાસ કરી રહી છે, જેથી ચોરી કરવામાં આવેલા દાનના નાણાં ક્યાં-ક્યાં ટ્રાન્સફર થયા છે તેનો તાગ મેળવી શકાય.
ચોરીની કુલ રકમની ભાળ મળવી મુશ્કેલ
તપાસકર્તાઓનું કહેવું છે કે આ ચોરી મહિનાઓથી ચાલી રહી હતી. મંદિરમાં દરરોજ ઘણું દાન આવે છે અને જૂના રેકોર્ડ્સ પણ સંપૂર્ણપણે દુરસ્ત ન હતા. માટે એ જાણકારી મેળવવી શકાશે નહીં કે આસ્થાના આ મંદિરમાંથી કુલ કેટલા કરોડ રૂપિયા ચોરી થયા છે. સવાલ એ પણ છે કે જો વોશરુમમાં 40 હજાર રૂપિયા મળ્યા ન હોત, તો શું આજે પણ આ ગોટાળાનો ખેલ ચાલતો જ રહેત?
હવે રામમંદિરની દાનવ્યવસ્થા સંપૂર્ણપણે બદલાઈ ગઈ
શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડવા અને આ મોટા ગોટાળાના ઉજાગર થયા બાદ, રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આખી સિસ્ટમ બદલી નાખી છે. દાન ગણવાના રુમોની ચારે તરફ સુરક્ષા પહેરો અને સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ ઘણું વધારી દેવાયું છે. ચાવીઓની સુરક્ષા અને મોનિટરિંગ માટે કડક પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે. કેશ કલેક્શન સિસ્ટમને પણ એ પ્રકારે અપગ્રેડ કરવામાં આવી રહી છે કે જેથી માનવીય હસ્તક્ષેપ ઘટાડી શકાય અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારે રામભક્તોની આસ્થા પર આઘાત કરવાની કોઈ હિંમત ન કરી શકે.