ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ, તમક નાલા પર બનેલો નવો બ્રિજ વહી ગયો- જુઓ Video
ક્ષેત્રમાં બીજીવાર આવેલા આ પુરે ખેડૂતોના સફરજનના પાકને ભારે નુકશાન પહોંચાડયું છે
ઉત્તરાખંડના ચમોલીમાં સોમવારે બપોરે ભારે વરસાદને કારણે તમક નાલામાં જળપ્રવાહ વધી ગયો હતો. આ જળપ્રવાહ એટલો શક્તિશાળી હતો કે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલો લોખંડનો પુલ સંપૂર્ણપણે વહી ગયો. ક્ષેત્રમાં બીજીવાર આવેલા આ પુરે ખેડૂતોના સફરજનના પાકને ભારે નુકશાન પહોંચાડયું છે.
ચમોલીમાં ગત કેટલાક દિવસથી છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો હતો. સોમવારે બપોરે આવેલા વરસાદથી પહાડી વિસ્તારની નાની-નાની નદીઓ અને નાળા અચાનક ભારે જળપ્રવાહથી ભરાઈ ગયા હતા. તમક નાલામાં પણ પ્રચંડ જળપ્રવાહે નવો બનાવેલો પુલ વહેવડાવી દીધો હતો.
બીઆરઓ દ્વારા બનાવવામાં આવેલો આ નવો પુલ સ્થાનિકોના આવાગમન અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ હતો. પરંતુ નાળામાં આવેલા પુરે તેને થોડાક જ સમયમાં વહાવી દીધો હતો.