ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી
ભરતીના સમાચારથી પોલીસ દળમાં જોડાવા માંગતા હજારો યુવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શારીરિક અને લેખિત બંને પરીક્ષાઓના મહત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારો માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી હિતાવહ રહેશે
ગુજરાતમાં પોલીસ ફોર્સમાં કરિયર બનાવવા ઈચ્છતા યુવાઓ માટે મહત્ત્વના સમાચાર છે કે લોકરક્ષક કેડરની 3000 જેટલી નવી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આમા ધોરણ- 12 પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. આખી ભરતી પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નિયમબદ્ધ રીતે સંચાલિત કરવામાં આવશે.
આ સંભવિત 3000 લોકરક્ષકની જગ્યાઓમાં 1000 એસઆરપીફએ, 1000 અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (યુપીસી) અને 1000 આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (એપીસી) માટે ભરતી કરવામાં આવશે.
આ ભરતીની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026માં બહાર પડે તેવી સંભાવના છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026થી જાન્યુઆરી 2027 સુધીમાં શારીરિક કસોટીનું આયોજન થવાની શક્યતા છે. જે ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થાય તેમની લેખિત પરીક્ષા માર્ચ-એપ્રિલ- 2027માં લેવાય તેવી શક્યતા છે.
ભરતીના સમાચારથી પોલીસ દળમાં જોડાવા માંગતા હજારો યુવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શારીરિક અને લેખિત બંને પરીક્ષાઓના મહત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારો માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી હિતાવહ રહેશે. જોકે, અરજીની સત્તાવાર તારીખો, વયમર્યાદા, ચોક્કસ શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયમો અંગેની આખરી સ્પષ્ટતા સત્તાવાર જાહેરાત બહાર પડ્યા બાદ જ થશે, તેથી ઉમેદવારોએ સત્તાવાર વિગતોની ખાતરી કરી લેવી.