800થી વધુ પોઈન્ટ ગગડયો સેન્સેક્સ, 4 લાખ કરોડ ડૂબવાના 4 કારણ
ભારે વેચવાલીથી રોકાણકારોના લગભગ 4 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગત સત્રમાં લગભગ 477 લાખ કરોડ રૂપિયા હતી, તે ઘટીને 473 લાખ કરોડ રૂપિયા પર પહોંચી.
ભારતીય શેરબજારમાં શુક્રવારે સવારે વેચવાલી જોવા મળી છે. બેન્ચમાર્ક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી 50 લગભગ 1 ટકા જેટલા ગગડયા. બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 800 અંકથી વધારે એટલે કે 1 ટકા કડાકા સાથે 785,535ના દિવસના નીચલા સ્તરે પહોંચ્યો. જ્યારે નિફ્ટી 50 250 અંક એટલે કે 1 ટકાના ઘટાડા સાથે 23,619ના દિવસના નીચલા સ્તરે પહોંચ્યો. આ કડાકો બજારના તમામ હિસ્સામાં જોવા મળ્યો.
આ ભારે વેચવાલીથી રોકાણકારોના લગભગ 4 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગત સત્રમાં લગભગ 477 લાખ કરોડ રૂપિયા હતી, તે ઘટીને 473 લાખ કરોડ રૂપિયા પર પહોંચી.
શેરબજારમાં કડકાના કારણો-
1) ખનીજતેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર
ખનીજતેલની કિંમતો સતત છઠ્ઠા સત્રમાં વધી છે. બ્રેંટ ક્રૂડના સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ શુક્રવારે 101 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યો. આ સપ્તાહે બ્રેંટ સ્કૂડમાં 15 ટકાની તેજી આવી છે, જ્યારે ગત સપ્તાહે તેમાં 16 ટકા વધારો થયો હતો. સતત ત્રણ માસના ઘટાડા બાદ બ્રેંટ ક્રૂડ જુલાઈમાં અત્યાર સુધીમાં લગભગ 40 ટકા વધી ચુક્યો છે.
ખનીજતેલની વધતી કિંમતે ભારતીય ઈકોનોમી, ફૂગાવાનો દર અને કંપનીઓના નફા પર નકારાત્મક અસર પેદા કરીને ચિંતા વધારી છે. જેનાથી બજારની ધારણા કમજોર થઈ છે.
જિયોજિત ઈન્વેસ્ટમેન્ટ્સના મુખ્ય રોકાણ રણનીતિકાર વી. કે. વિજય કુમારે કહ્યુ છે કે ઈરાન સમર્થિત હૂતી દ્વારા લાલસાગરમાં સાઉદી ટેન્કર પ હુમલા બ્રેંટ ક્રૂડને 100 ડોલરની નજીક પહોંચાડવાનું મુખ્ય કારણ છે. આટલી ઉંચી કિંમત ભારતના ચુકવણી સંતુલન ચિંતાઓને ફરીથી જીવિત કરનારી છે.
2) અમેરિકા- ઈરાન સંઘર્ષ
બજાર એ વાતને લઈને ચિંતિત છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણનો અંત દેખાઈ રહ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈાન વિરુદ્ધ એક નવું મોટું સૈન્ય અભિયાન શરૂ કરવાનું વિચારી રહ્યા છે. તે ઘટનાક્રમ વચ્ચે અમેરિકાની સેનાએ ગુરુવારે મોડી રાત્રે ઈરાન પર પોતાના નવા હુમલાઓની શ્રૃંખલા પૂર્ણ કરી છે, જે અમેરિકાના હુમલાઓનું 13 સતત રાત્રિ અભિયાન હતું.
3) અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો
અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો ચાલુ છે. જેનાથી ભારત જેવા ઉભરતા બજારોમાંથી મોટી વિદેશી મૂડી બહાર નીકળવાનો ખતરો વધ્યો છે. બેંચમાર્ક અમેરિકન 10 વર્ષીય બોન્ડ યીલ્ડ આ મહિને અત્યાર સુધીમાં 6.5 ટકા વધીને 4.711 ટકા પર પહોંચી છે. જ્યારે અમેરિકન બોન્ડ યીલ્ડ વધ્યો છે, તો વિદેશી રોકાણકાર ઉભરતા બજારોના શેરોમાંથી નાણાં કાઢીને પોતાના દેશમાં સુરક્ષિત ઋણ સાધનોમાં રોકાણ કરે છે. વિજય કુમારે કહ્યુ છે કે અમેરિકન 10 વર્ષીય યીલ્ડ 4.7 ટકા પર પહોંચવા વૈશ્વિક બજારો માટે નકારાત્મક છે. આ નજીકના સમયગાાળાનું જોખમ છે.
4) ટ્રમ્પનું ટેરિફ વૉર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રેડિંગ પાર્ટનર્સ વિરુદ્ધ ટેરિફ હુમલા ફરીથી શરુ કર્યા છે. ગત સપ્તાહે અમેરિકાએ બ્રાઝીલ પર 25 ટકા, કેનેડા પર 50 ટકા અને જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે. ગુરુવારે 60 વ્યાપારિક ભાગીદારો પર 10 ટકાથી 12.5 ટકા સુધીનો નવો ટેરિફ લગાવ્યો છે.
અમેરિકાએ કલમ-301 હેઠળ ઘણાં દેશો પર 10 ટકા અને 12.5 ટકાનો નવો ટેરિફ દર લગાવવાની ઘોષણા કરી છે. જેમાં ભારતને 10 ટકાની નીચલી શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.
નવા અમેરિકન ટેરિફ દરો એ ધારણાને મજબૂત કરે છે કે ટેરિફ ટ્રમ્પની નીતિઓના કેન્દ્રમાં બનેલું રહેશે. તેનાથી આશંકા વધી ગઈ છે કે આ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર બોજો ઉભો કરી શકે છે, તેની સાથે જ અમેરિકાના ફૂગાવાના દરને પણ વધારી શકે છે, જેનાથી વ્યાજદરો લાંબા સમય સુધી ઉંચા બનેલા રહેશે.