અંક્લેશ્વરના પાનોલી સ્ટેશને ચાલુ ટ્રેને મોબાઈલ સ્નેચિંગ, પ્રવાસી 100 મીટર ઢસડાયો-મળ્યું મોત! જુઓ Video
આ આખી ઘટનાના રુંવાડા ઉભા કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેમાં મોબાઈલ આંચક્યા બાદ મોંઢુ સંતાડીને આરોપી ભાગી જાય છે અને તેનો સાથીદાર ત્યાં પહોંચીને નીચે પડેલી ચીજવસ્તુઓ ઉઠાવીને ફરાર થઈ જાય છે
અંક્લેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પર 6 ઓગસ્ટે જયપુર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન ક્રમાંક - 12980ના એન્જિનથી ત્રીજા ડબ્બામાં જનરલ કોચના દરવાજા પાસે બેસીને મોબાઈલ જોતા એક પ્રવાસીનો મોબાઈલ પ્લેટફોર્મ પર સ્નેચરે ઝુંટવી લીધો હતો.
અચાનક મોબાઈલ ઝુંટવવામાં આવતા પ્રવાસીએ સંતુલન ગુમાવ્યું હતું અને તે પ્લેટફોર્મ પર 100 મીટર ઢસડાયો અને ટ્રેનની નીચે આવી જતા ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર બાદ મોતને ભેટયો હતો. આ ઘટનાએ ટ્રેનમાં પ્રવાસીઓની સુરક્ષા પર સવાલ પેદા કર્યા છે.
6 ઓગસ્ટે જયપુર -બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેન પાનોલી રેલવે સ્ટેશનથી પસાર થઈ રહી હતી.ત્યારે પ્લેટફોર્મના બાંકડે સુતેલો એક વ્યક્તિ ઉભો થાય છે અને જનરલ કોચના દરવાજે બેસીને મોબાઈલ જોઈ રહેલા 32 વર્ષીય અશોક ગુર્જરનો ફોન ઝુંટવી લે છે. ચાલુ ટ્રેને મોબાઈલ ઝુંટવવાની આ ઘટનાથી અશોક પોતાનું સંતુલન ગુમાવે છે અને ટ્રેનમાંથી નીચે પટકાય છે. 100 મીટર સુધી તે ઢસડાય છે,
ટ્રેનની નીચે આવી જાય છે અને ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેને ટૂંકી સારવાર અપાય છે. પણ ત્યાં તેનું પ્રાણપંખેરું ઉડી જાય છે. મૃતક અશોક ગુર્જર મૂળ રાજસ્થાનનો વતની હતો અને તે ઓટોરિક્ષા ચલાવીને પોતાનું ગુજરાત ચલાવતો હતો.
આ આખી ઘટનાના રુંવાડા ઉભા કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેમાં મોબાઈલ આંચક્યા બાદ મોંઢુ સંતાડીને આરોપી ભાગી જાય છે અને તેનો સાથીદાર ત્યાં પહોંચીને નીચે પડેલી ચીજવસ્તુઓ ઉઠાવીને ફરાર થઈ જાય છે.
સીસીટીવી ફૂટેજના આધારે દેખાતા બંને શકમંદોની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. રલેવે ક્રાઈમ બ્રાન્ચ સહીત વિવિધ ટીમો તપાસમાં જોડાઈ છે. પાનોલી, અંકલેશ્વર અને ભરૂચ રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરાઈ છે.