ચોટીલા મંદિરને બનાવ્યું સમરાંગણ!દર્શનાર્થી-સુરક્ષાકર્મી વચ્ચે મારામારી-જુઓ Video
મંદિરના પૂજારી મનસુખગીરી મુજબ, એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ સિક્યુરિટી ગાર્ડને તમાચો માર્યા બાદ મામલો બિચક્યો હતો.
ચોટીલા મંદિર માતા ચામુંડાનો દરબાર છે અને અહીં દર્શનાર્થીઓ ભાવથી દર્શન કરવા આવતા હોય છે. પણ ચોટીલા મંદિર પરિસરમાં સિક્યુરિટી ગાર્ડ અને દર્શાનાર્થીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને મામલો બિચકતા મારામારી થઈ હતી. આ મારામારીના દ્રશ્યનો એક વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે અને તેમાં બંને તરફથી થયેલી છૂટા હાથની મારામારીમાં એવું લાગે છે કે જાણે આ ચામુંડા માતાનો દરબાર નહીં, પણ કોઈ સમરાંગણ હોય. પોલીસે આ વીડિયાના આધારે તપાસ શરૂ કરી છે.
વાઈરલ વીડિયોમાં દર્શનાર્થી યુવક અને સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે ઉગ્ર ઘર્ષણ અને એકબીજા પર ઢીકાપાટુ કરતા જોવા મળે છે. દર્શનાર્થીને ઘેરીને સિક્યુરિટી ગાર્ડ્સ લાકડીઓ પણ ફટકારતા જોવા મળે છે. આ મારામારીમાં મંદિરના કેટલાક સેવકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં બંને પક્ષના કેટલાક લોકોને ઈજાઓ થઈ છે. મારામારીના કારણે ચામુંડા માતાના દરબારમાં માથું નમાવવા આવેલા દર્શનાર્થીઓમાં પણ ભયનો માહોલ હતો.
મંદિરના પૂજારી મનસુખગીરી મુજબ, એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ સિક્યુરિટી ગાર્ડને તમાચો માર્યા બાદ મામલો બિચક્યો હતો. આ મામલે પોલીસ વીડિયોની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે.