હિમાચલ પ્રદેશના ચમ્બામાં નવપરણિતાની ચુંદડી આવી કામ, તેજ વહેણમાં ફસાયેલા બાઈકરને મળ્યું જીવતદાન
ચમ્બાના કફીરા-કલમાડી માર્ગ પર અચાનક સડક પર તેજ વહેણ સ્વરૂપે પાણી વહેવા લાગ્યું હતું અને તેમા બાઈકસવાર ફસાયો હતો
વરસાદ બાદ હિમાચલ પ્રદેશના ચમ્બાના કફીરા-કલમાડી માર્ગ પર અચાનક સડક પર તેજ વહેણ સ્વરૂપે પાણી વહેવા લાગ્યું. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલો એક બાઈક સવાર તેની ઝપેટમાં આવી ગયો. પરિસ્થિતિ બગડતી જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા ટેક્સી સવાર લોકોએ તેની તાત્કાલિક મદદ કરીને સુજબુજથી તેનો જીવ બચાવી લીધો.
તેજ વહેણમાં ફસાયેલા બાઈકચાલકને બચાવવા માટે ટેક્સીમાં સવાર નવપરણિતા અને તેની નણંદે પોતાની ચુંદડી આપી દીધી. લોકોએ બંને ચુંદડીને આપસમાં જોડીને અસ્થાયી રસ્સી બનાવી અને બાઈક સવારને તેજ વહેણમાંથી સુરક્ષિત બહાર કાઢીને સુરક્ષિત સ્થાન પર પહોંચાડયો.
વરસાદ દરમિાયન કફીરા-કલમાડી માર્ગ પર પાણીનું વહેણ અચાનક તેજ થયું હતું. તે દરમિયાન બાઈક સવાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પાણીની ઝડપ વધવાને કારણે તે પોતાનું સંતુલન બનાવી રાખવામાં કઠિનાઈ અનુભવતો હતો અને તેજ વહેણની વચ્ચે તે ફસાઈ ગયો હતો. અહીં રહેલા લોકોએ સ્થિતિની ગંભીરતા સમજીને તેને તાત્કાલિક બહાર કાઢવાની કોશિશો શરૂ કરી હતી. તેજ વહેણને કારણે સીધા તેની સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી બાઈકચાલકને બહાર ખેંચી કાઢવા માટે સુરક્ષિત રીત અપનાવવામાં આવી હતી.
રેસ્ક્યૂ દરમિયાન ટેક્સીમાં સવાર નવપરિણાતા અને તેની નણંદે પોતાની ચુંદડી આપી હતી. બંને ચુંદડીને બાંધીને લાંબી રસ્સી તૈયાર કરાઈ અને લોકોએ તેને બાઈક સવાર સુધી પહોંચાડીને તેને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધો હતો.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં નવપરણિતા અને તેની નણંદની ચુંદડીએ બાઈક સવારને નવજીવન આપ્યું હોવાની ઘટનાનું દ્રશ્યાંકન છે.