અમિત શાહનો ગુજરાત પ્રવાસ હાલ રદ્દ કરાયો, નવી તારીખો થશે જાહેર
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહનો 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારો ગુજરાત પ્રવાસ હાલ મુલતવી કરાયો છે
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહનો 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારો ગુજરાત પ્રવાસ હાલ મુલતવી કરાયો છે. અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજવાના હતા, તેને હાલ પાછા ઠેલવામાં આવ્યા છે.
3 સપ્ટેમ્બરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના હતા અને તેનો કાર્યક્રમ પણ નિર્ધારીત થઈ ચુક્યો હતો.
આ ઉપરાંત તેઓ રેલવે અને અન્ય વિકાસ કાર્યો સાથે સંકળાયેલા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના હતા. જો કે હવે પ્રવાસ રદ્દ થતા 3થી 5 સપ્ટેમ્બર સુધીના તેમના નિર્ધારીત કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યા છે.
અમિત શાહના ગુજરાત પ્રવાસની નવી તારીખો હજુ સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી. નવી તારીખો નક્કી થયા બાદ મુલતવી રાખવામાં આવેલા વિકાસકાર્યોના કાર્યક્રમોને ફરીથી યોજવામાં આવે તેવી શક્યતા છે.