CJP પ્રોટેસ્ટ મામલે તપાસ માટે SC હાઈલેવલ પેનલ બનાવશે, જાણો કોણ હશે સામેલ?
દિલ્હી પોલીસે દેખાવો સાથે જોડાયેલા ગંભીર આરોપોનું ખંડન કર્યું. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં થયેલા દેખાવ દરમિયાન પોલીસ પર કથિતપણે અત્યાધિક બળપ્રયોગનો આરોપ લાગી રહ્યો છે, જેની ટીકા થઈ રહી છે
સુપ્રીમ કોર્ટે મંગળવારે જંતર-મંતર પર ગત માસમાં થયેલા છાત્રોના વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા મુદ્દાઓ અને ગંભીર આરોપોની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચતના કરવાનો મોટો નિર્ણય કર્યો છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું છે કે આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના એક પૂર્વ ન્યાયાધીશ, પૂર્વ સીબીઆઈ પ્રમુખ અને અન્ય અનુભવી સદસ્યોને સામેલ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે અંતિ આદેશ જાહેર કરવાનો સંકેત આપ્યો છે, જેમાં હિતધારકો અને અરજદારોના સૂચનો પણ સામેલ કરવામાં આવશે. સમિતિને પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીના સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા મહિલા દેખાવકારોની કથિત ટાર્ગેટિંગ સાથે જોડાયેલી ફરિયાદોની પણ તપાસ કરવામાં આવશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ સદસ્યની ખંડપીઠ, જેમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહના પણ સામેલ હતા, તેમણે આ મામલાની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે સમિતિની રચના પર આખી આદેશ બુધવારે જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમિતિમાં ક્યાં વ્યક્તિઓને સદસ્ય બનાવવામાં આવે, તેના પર હિતધારકો અને અરજદારોના સૂચનો પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે. ખંડપીઠે તમામ સંબંધિત પક્ષોને અનુરોધ કર્યો છે કે તેઓ યોગ્ય નામો અને સૂચનોને અદાલત સમક્ષ રજૂ કરે,જેથી સમિતિની રચના પારદર્શક અને સંતુલિત રીતે કરી શકાય.
સુપ્રીમ કોર્ટે આગળ નિર્દેશ આપ્યો છે કે વિરોધ પ્રદર્શન અને તે દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી સાથે સંબંધિત તમામ સીસીટીવી ફૂટેજ તપાસ સમિતિને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આનાથી સમિતિને ઘટનાક્રમની વાસ્તવિક તસ્વીર સમજવામાં મદદ મળશે. કોર્ટે ખાસ કરીને તે મહિલા દેખાવકારોની ફરિયાદો અને આરોપો પર પણ ધ્યાન આપવાનો નિર્દેશ કર્યો છે કે જેમને દિલ્હી સહીત અન્ય ક્ષેત્રોમાં વિરોધ માર્ચ દરમિયાન કથિતપણે નિશાન બનાવવામાં આવી હતી. સમિતિ આ મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે અને પોતાના રિપોર્ટમાં આ મુદ્દાઓને સામેલ કરશે.
આ દરમિયાન આજે સવારે દિલ્હી પોલીસે દેખાવો સાથે જોડાયેલા ગંભીર આરોપોનું ખંડન કર્યું. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં થયેલા દેખાવ દરમિયાન પોલીસ પર કથિતપણે અત્યાધિક બળપ્રયોગનો આરોપ લાગી રહ્યો છે, જેની ટીકા થઈ રહી છે. દિલ્હી પોલીસે આ આરોપોનો ઈન્કાર કરતા કહ્યું છે કે તેણે કોઈપણ દેખાવકાર પર મોટા પ્રમાણમાં નજર રાખવા માટે ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો નથી. પોલીસનો દાવો છે કે તેની કાર્યવાહી કાયદાની મર્યાદામાં અને સ્થિતિને નિયંત્રિત કરવા માટે જરૂરી હતી.