ભારે વરસાદના કહેર વચ્ચે ગુજરાતે કેન્દ્ર પાસે માંગી મદદ, 22000ને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા-1200 રેસ્ક્યૂ
કેન્દ્રીય મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ છે કે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ શુક્રવારે તમામ પ્રભાવિત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરીને વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર તરફથી દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે રાજ્યના ઘણાં વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરી માટે કેન્દ્ર સરકારની મદદ માંગી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તમામ જરૂરી મદદ પુરી પાડવાનો ભરોસો આપ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે રાજ્યના ઘણાં વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ચાલી રહેલા રાહત અને બચાવ કામમાં કેન્દ્ર સરકારની મદદ માંગી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમને તમામ જરૂરી સહાયતા પુરી પાડવાનો ભરોસો આપ્યો છે.

દક્ષિણ ગુજરાતના એક મોટા ભાગમાં ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ પેદા થઈ છે. પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા 1200 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જ્યારે 22000થી વધારે લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગત 36 કલાકમાં રેકોર્ડ તોડ 1200 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

વલસાડ-નવસારીમાં સૌથી વધુ વરસાદ
અધિકારીઓ મુજબ, વરસાદથી નવસારી અને વલસાડ જિલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ સિવાય સુરત, અમદાવાદ, ખેડા, તાપી અને ડાંગમાં પણ બુધવારથી થઈ રહેલા સાંબેલાધાર વરસાદને કારણે જનજીવન પાટા પરથી ઉતરી ગયું છે.
તેમણે જણાવ્યુ છે કે એકલા વલસાડમાં લગભગ 1200 લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વલસાડ અને પાડોશી નવસારી જિલ્લામાંથી કુલ મળીને 22,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે.
અધિકારીઓ મુજબ,પ્રભાવિત જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તેનાત કરવામાં આવી છે. તેના સિવાય રાહત અને બચાવ કામગીરી માટે નવસારી અને વલસાડમાં સેનાની બે ટુકડીઓ પણ તેનાત કરવામાં આવી છે.

ઉમરગામમાં 36 કલાકમાં 1200 મિલીમીટર વરસાદ
ગાંધીનગર ખાતે એસઈઓસી પ્રમાણે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બુધવારે સવારે 6 વાગ્યાથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 36 કલાકની અંદર 1200 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે.
કેન્દ્રીય મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ છે કે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ શુક્રવારે તમામ પ્રભાવિત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરીને વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર તરફથી દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યું છે.

વલસાડમાં 12000 લોકોને ખસેડાયા
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ પત્રકારોને જણાવ્યુ કે અત્યાર સુધીમાં વલસાડમાં 12,000થી વધારે અને નવસારીમાં 10,000થી વધારે લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં વિભિન્ન સ્થાનો પર ફસાયેલા 50થી વધારે લોકોને અને વલસાડમાં 200થી વધારે લોકોને રેસ્ક્યૂ કરાયા છે. તેમણે પહેલા પણ કહ્યુ હતુ કે એકલા ઉમરગામમાં લગભગ 1200 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. વલસાડ, નવસારી અને સુરતની તમામ નદીઓ પાણીથી છલોછલ છે, તેનાથી આસપાસના વિસ્તારો અને ગામડામાં પાણી ભરાયા છે.

અમદાવાદની સ્થિતિ
એસઈઓસી પ્રમાણે, નવસારી જિલ્લાના ચિખલી અને ખેરગામ તાલુકામાં બુધવારે સવારે 6 વાગ્યાથી 36 કલાકમાં અનુક્રમે 800 અને 650 મિલીમીટર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત સિવાય અમદાવાદ અને ખેડા જિલ્લાઓમાં પણ ગુરુવારે મૂશળધાર વરસાદ થયો.
એસઈઓસીના આંકડા મુજબ, અમદાવાદના ધોળકા તાલુકામાં સવારે 6 વાગ્યે સમાપ્ત થયેલા 12 કલાકમાં 339 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઘણી સોસાયટીઓ અને સડકો પર પાણી ભરાયા. 225 મિલીમીટરથી વધારે વરસાદ નોંધાયા બાદ શહેરમાં લોકો લાંબા ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા. તાપી અને ડાંગ અન્ય બે એવા જિલ્લાઓ રહ્યા કે જ્યાં ભારે વરસાદ પડયો. આ જિલ્લાઓના 23 તાલુકાઓમાં ગુરુવારે માત્ર 12 કલાકની અંદર 200 મિલીમીટરથી વધારે વરસાદ નોંધાયો.
હવામાન વિભાગનું વરસાદનું રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે શુક્રવાર સુધી ભરુચ, સુત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ, આણંદ અને ખેડા જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
મકવાણાએ કહ્યુ છે કે નવસારીના ખેરગામ, સુરતના ઉમરપાડા અને વલસાડના ઉમરગામમાં ગુરુવારે ભારે વરસાદ પડયો અને આગળ પણ વરસાદની આગાહી છે. પ્રભાવિત જિલ્લાઓમાં એસડીઆરએફની ટીમોને તેનાત કરવામાં આવી છે. જ્યારે એનડીઆરએફના જવાનોને પણ ડ્યૂટી પર તેનાત કરવામાં આવ્યા છે.
વલસાડમાં એનડીઆરએફની ત્રણ અને એસડીઆરએફની 2 ટીમો તેનાત છે. નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે ઓડિશાથી વિશેષ વિમાન દ્વારા એનડીઆરએફની વધુ ચાર ટીમો મોકલાઈ રહી છે.
મકવાણાએ કહ્યુ છે કે વલસાડ અને નવસારીમાં સેનાની બે ટુકડીઓને તેનાત કરવામાં આવી છે. બચાવ અભિયાન મોડી રાત્રિ સુધી ચાલુ રહેશે.
ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારો જળમગ્ન થયા છે અને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમોને ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે વલસાડ અને નવસારીમાં બોટ્સ તેનાત કરવામાં આવી છે.
1200થી વધુ સડકો બંધ
જળભરાવને કારણે 1200થી વધારે સડકો બંધ કરવામાં આવી છે. તેમાં ચાર નેશનલ હાઈવે અને 3 સ્ટેટ હાઈવે પણ સામેલ છે. આ સિવાય મોટી સંખ્યામાં પંચાયતની સડકો સામેલ છે. શુક્રવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને જોતા રેડ અને ઓેરેન્જ એલર્ટવાળા જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ છે. મકવાણાએ કહ્યુ કે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારો અંધકારમાં ડૂબી ગયા છે, કારણ કે 35થી વધારે સબ-સ્ટેશન કામ કરી રહ્યા નથી. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અધિકારીઓના સંપર્કમાં છે.
કેન્દ્રનો મદદનો ભરોસો
જીતુ વાઘાણીએ કહ્યુ છે કે વ્યસ્ત હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ગુજરાતમાં ભારે વરસાદની જાણકારી લીધી અને કેન્દ્ર તરફથી મદદની પેશકશ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરીને કહ્યુ છે કે જરૂરિયાત મુજબ એનડીઆરએફની ટીમો મોકલવામાં આવશે. સુરતના શહેર કમિશનર એમ. નાગરાજને કહ્યુ છે કે ભારે વરસાદ અને રેડ એલર્ટને જોતા નીચલા વિસ્તારના લગભગ 2200 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થાનાંનતરીત કરવામાં આવ્યા છે, તથા એસડીઆરએફ અને એનડીઆરએફની પાંચ ટીમો તેનાત કરવામાં આવી છે. સૂરતના સ્થાનિક ફાયરબ્રિગેડ વિભાગના કર્મચારીઓએ બોટ્સનો ઉપયોગ કરીને ઘણાં લોકોને સુરક્ષિત કાઢીને અન્ય સ્થાનો પર પહોંચાડયા છે. વિભાગના અધિકારીઓ મુજબ, પાંડેસરા વિભાગમાં પાણી ભરાવવાને કારણે 40 લોકોને બહાર કાઢવામાં આવ્યા.
વરસાદને કારણે ઘણી ટ્રેનો રદ્દ
દક્ષિણ ગુજરાતમાં રેલવે માર્ગોની આસપાસ પાણીના સ્તર વધવાને કારણે મુંબઈ જનારી ઘણી ટ્રેનો યા તો રદ્દ કરવામાં આવી છે કે તેને અધવચ્ચે રોકવી પડી છે. પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓની સુવિધા માટે એક સહાયતા કક્ષ શરૂ કર્યો છે. ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા તાલુકાઓના ઘણાં ગામડાં રાજ્યના અન્ય ભાગોથી કપાઈ ગયા છે. એસઈઓસીના આંકડા મુજબ, રાજ્યના અન્ય ક્ષેત્રોમાં વરસાદની અછત છતાં દક્ષિણ ગુજરાતમાં પોતાના સરેરાશ વરસાદના 62 ટકાથી વધુ વરસાદ થઈ ચુક્યો છે. કુલ મળીને, રાજ્યમાં અત્યાર સુધીમાં વાર્ષિક સરેરાશના લગભગ 36 ટકા વરસાદ થઈ ચુક્યો છે.