હવે ચોખા પણ મોંઘા થશે?: નિકાસ કિંમત 1 વર્ષના ઉચ્ચસ્તરે, બાંગ્લાદેશની કડકાઈ અને વિયતનામ-થાઈલેન્ડે ભાવ વધાર્યા
એક ગ્લોબલ ટ્રેન્ડિંગ હાઉસ સાથે જોડાયેલા કોલકત્તાના એક ડીલરે મીડિયા સાથેની વાતચીતમાં ઓછા વરસાદ સાથે પાક ઉત્પાદનના અનુમાન ઘટાડાય રહ્યું છે, તેનાથી કિંમત વધી રહી હોવાનું જણાવ્યું છે
ભારતના ઘરેલુ બજારોમમાં હાલના દિવસોમાં રસોડાની રોજબરોજના વપરાશની વસ્તુઓના ભાવમાં ઝડપી વધારો થયો છે. ઓગસ્ટમાં ડુંગળી અને ખાંડની વધતી કિંમતોએ સામાન્ય વપરાશકારોનું દબાણ વધાર્યું છે. આ દબાણ રીટેલ બજારોમાં હજી પણ ચાલુ છે. ઘરેલુ બજાર બાદ હવે વૈશ્વિક બજારમાં પણ મોંઘવારીની અસર જોવા મળી રહી છે. આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદને કારણે ઉનાળામમાં વાવવામાં આવેલા પાકના ઉત્પાદનને લઈને વધતી ચિંતાઓ અને સપ્લાઈમાં અછતને કકારણે આ સપ્તાહે ભારતમાં ચોખાની નિકાસ કિંમતોમાં વધારો જોવા મળ્યો અને તે એક વર્ષના ઉચ્ચસ્તરે પહોંચ્યો.
એક ગ્લોબલ ટ્રેન્ડિંગ હાઉસ સાથે જોડાયેલા કોલકત્તાના એક ડીલરે મીડિયા સાથેની વાતચીતમાં ઓછા વરસાદ સાથે પાક ઉત્પાદનના અનુમાન ઘટાડાય રહ્યું છે, તેનાથી કિંમત વધી રહી હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે સોમવારે કહ્યું કે ઓગસ્ટમાં વરસાદ સામાન્યથી 16 ટકા ઓછો રહ્યો અને સપ્ટેમ્બરમાં પણ દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાનની સંભાવના છે.
ભારતીય ચોખાના ભાવ
ભારતના 5 ટકા તૂટેલા પારબોયલ્ડ ચોખાનો ભાવ આ સપ્તાહે 371-377 ડોલર પ્રતિ ટન રહ્યો, જે ગત સપ્તાહે 369-375 ડોલર પ્રતિ ટન હતો. ત્યારે 5 ટકા તૂટેલા સફેદ ચોખાનું એક્સપોર્ટ મૂલ્ય 369-373 ડોલર પ્રતિ ટન રહ્યું.
બીજી તરફ વિયતનામના 5 ટકા તૂટેલા ચોખાના ભાવ ગુરુવારે 440-445 ડોલર પ્રતિ ટન રહ્યા, જે ગત સપ્તાહના જેટલા જ છે. મીડિયા રિપોર્ટ મુજબ, ચી મિન્હ સિટીના એક વેપારીએ કહ્યુ કે ઘરેલુ આપૂર્તિ ઘટી રહીી છે, કારણે પાક લણવાનું એક સપ્તાહહમાં સમાપ્ત થઈ જશે, પરંતુ માંગ પણ ઓછી થઈ રહી છે. વેપારીએ આગળ કહ્યુ કે ફિલિપિન્સ પોતાના ચોખાની આયાતને વધારી રહ્યું છે. પરંતુ તે વિયતનામના સ્થાને અન્ય આપૂર્તિકર્તાઓ પાસેથી ખરીદી કરી રહ્યું છે.
બાંગ્લાદેશની ચોખાને લઈને કડકાઈ
વિયતનામ ફૂડ એસોસિએશનને ટાંકીને સરકારી મીડિયાએ કહ્યું કે આ વર્ષે વિયતનામના ચોખાની નિકાસ 77.4 લાખ ટન રહેવાનો અંદાજ છે. ત્યારે બીજી તરફ બાંગ્લાદેશે ઘરેલુ કિંમતોમાં તેજી અને આગળ વધવાના જોખમને જોતા વેપારીઓ માટે પહેલા એપ્રુવ્ડ સુગંધિત ચોખાની નિકાસ કોટાથી અડધી કરી દીધી છે. સરકારે પહેલા 42,270 ટન સુગંધિત ચોખાના નિકાસને મંજૂરી આપી હતી, પરંતુ 30 ઓગસ્ટ સુધી માત્ર 2,419 ટનની જ નિકાસ થઈ શકી હતી. સંશોધિત નિયમો હેઠળ લઘુતમ નિકાસ મૂલ્ય 1.60 ડોલર પ્રતિ કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. તેની સાથે સીમા શુલ્ક ગુણવત્તા તપાસ અને નિકાસથી થનારી આવકને દેશમાં પાછી લાવવી પણ ફરજિયાત કરી દેવામાં આવી છે.
આ દરમિયાન ભારત અને વિયતનામ સિવાય મુખ્ય ચોખા ઉત્પાદક થાઈલેન્ડે પણ ભાવ વધાર્યા છે. થાઈલેન્ડના 5 ટકા તૂટેલા ચોખાના ભાવ ગત સપ્તાહે 483-485 ડોલર પ્રતિ ટનથી વધીને 488 ડોલર પ્રતિ ટન થઈ ગયું. બેંકોક ખાતેના એક વેપારીએ કહ્યું કે કિંમતો એટલા માટે વધી રહી છે, કારણ કે બજારને આશા છે કે ઉત્પાદન સતત ઓછું બનેલું રહેશે.