કામમાં ઢીલાશ મામલે દિલ્હીના CM રેખા ગુપ્તા અધિકારીઓ પર ભડક્યા, જુઓ Video
વીડિયોમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઘટનાસ્થળે ચાલી રહેલા કામને જોવે છે અને અધિકારીઓને સવાલ કરે છે કે આખરે કામ સમય પર કેમ પુરું થયું નથી. કામની સ્થિતિથી નારાજ રેખા ગુપ્તા અધિકારીઓને સ્પષ્ટપણે બેદરકારી નહીં દાખવવાની સલાહ આપતા દેખાય છે
દિલ્હીના સત્યનિકેતનમાં ઈમારત ધ્વસ્ત થવાને કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત નીપજ્યા છે. રાજધાની નવી દિલ્હી ખાતે ઈમારતોની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના વચ્ચે મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો એક વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ અધિકારીઓ અને સિવિક એન્જિનિયરોને કામમાં થઈ રહેલા વિલંબ અને ખરાબ ગુણવત્તાને કારણે નારાજગી વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે.
વીડિયોમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઘટનાસ્થળે ચાલી રહેલા કામને જોવે છે અને અધિકારીઓને સવાલ કરે છે કે આખરે કામ સમય પર કેમ પુરું થયું નથી. કામની સ્થિતિથી નારાજ રેખા ગુપ્તા અધિકારીઓને સ્પષ્ટપણે બેદરકારી નહીં દાખવવાની સલાહ આપતા દેખાય છે.
જણાવવામાં આવે છે કે અધિકારીઓએ કામ પુરું કરવા માટે 1 સપ્તાહનો સમય માંગ્યો હતો. આના પર રેખા ગુપ્તા એક સપ્તાહના સ્થાને 24 કલાકનો સમય આપે છે. મુખ્યમંત્રી કહે છે કે આગલા દિવસ સુધીમાં કામમાં સુધારો દેખાવો જોઈએ. તેમણે ઠીક કરવામાં આવેલા સ્લેબ્સના ફોટોગ્રાફ્સ પણ માંગ્યા. એટલે કે અધિકારીઓને માત્ર કામ થઈ જશે તેવું કહેવાના સ્થાને, તેમણે આગામી દિવસે આને લઈને પરિણામ દેખાડવાના નિર્દેશ આપ્યા હતા.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો આ આકરો અંદાજ અધિકારીઓ માટે વસમો હતો અને આનો એક વીડિયો સોશયલ મીડિયામાં ચર્ચામાં છે. લોકો આને કામમાં બેદરકારીને કારણે સરકારના આકરા વલણ સાથે જોડી રહ્યા છે.
સત્યનિકેતનની ઘટના બાદ જૂના અને નબળા ભવનોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. તેની સાથે જ સવાલ ઉઠી રહ્યા છે કે નિર્માણ અને સમારકારમનું નિરીક્ષણ કેટલી ગંભીરતાથી કરવામાં આવે છે.
જો કોઈ ઈમારતમાં નિર્માણ કે સમારકામ ચાલી રહ્યું છે, તો તેની ગુણવત્તા અને સુરક્ષા પર નજર રાખવી જરૂરી છે. દુર્ઘટના બાદ જવાબદારી નક્કી કરવાની માગણી પણ તેજ થઈ છે. તેવામાં મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓનો ઘટનાસ્થળે જ જવાબ માંગવો અને કામ પુરું કરવા માટે સમય નક્કી કરવો મહત્ત્વનું માનવામાં આવે છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના આ વીડિયોને લોકો સત્ય નિકેતન દુર્ઘટના બાદ પ્રશાસન પર વધેલા દબાણ સાથે જોડીને જોઈ રહ્યા છે.
જો કે વાયરલ વીડિયોની ચોક્કસ તારીખ અને સ્થાનની સ્વતંત્ર પુષ્ટિ હજી થઈ નથી. માટે વીડિયોને કોઈ ખાસ ઘટના અથવા તારીખ સાથે જોડીને કરવામાં આવેલા દાવાઓને સત્તાવાર પુષ્ટિ વગર યોગ્ય માની લેવા ઠીક નથી.