રાહુલ ગાંધીએ CJPનું આંદોલન 'હાઈજેક' કર્યું !: NEET પેપરની લડાઈ કૉંગ્રેસે PM મોદીના ઘર સુધી પહોંચાડી
રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને હાકલ કરી છે કે છાત્રો પર હુમલો દરેક ભારતીય પરિવાર પર હુમલો છે. વડાપ્રધાન મોદીને લાગે છે કે તેઓ જવાબ આપ્યા વગર, કોઈ પરિણામનો સામનો કર્યા વગર બચી નીકળશે- નહીં કરી શકે, આ વખતે તો બિલ્કુલ નહીં. હું દરેક તે દેશભક્ત ભારતીયને અપીલ કરું છું જે માને છે કે આપણા છાત્રોને ન્યાય મળવો જોઈએ- વડાપ્રધાન નિવાસની સામે અમારા ધરણાંમાં સામેલ થાય. ભારતના છાત્રોના અવાજને નજરઅંદાજ કરી શકાય નહીં.
કૉંગ્રેસે નીટ પેપર લીકનું મોટું પ્રદર્શન શરૂ કર્યું છે. કૉંગ્રેસની રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે સહીતની ટોચની નેતાગારી સંસદથી નીકળીની સીધી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકારી આવાસ 7 લોકકલ્યાણ માર્ગ પહોંચી છે. આ દેખાવમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સામેલ છે. આજે મલ્લિકાર્જૂન ખડગેનો જન્મદિવસ પણ છે.
કોંગ્રેસના નેતા પહેલા પહેલા રાજાજી માર્ગ પર એકઠા થયા હતા. પરંતુ એક વ્યૂહરચના હેઠળ પીએમના સરકારી આવાસ 7 લોક કલ્યાણ માર્ગ સુધી પહોંચ્યા. આ સિવાય કોંગ્રેસના ઘણાં દિગ્ગજ પણ આ દેખાવમાં સામેલ છે. કોંગ્રેસે નીટ પેપર લીક પર પોતાના તરફથી દમદાર હાજરી નોંધાવી છે.
કોંગ્રેસના નેતા સાંકેતિક હાથકડી સતત દેખાવ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માગણી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘર તરફ કૂચ કરી રહ્યા છીએ, જેથી સોમવારે વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર પર જવાબ માંગી શકીએ.
સરકાર ન તો આની કોઈ જવાબદારી લેવા ચાહે છે અને ન તો સંસદમાં આના પર કોઈ ચર્ચા કરાવવા માંગે છે. ભારતના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરવા બદલ વડાપ્રધાન અને ગૃહ મંત્રીએ રાજીનામા આપવા જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ છે કે કોંગ્રેસ વિદ્યાર્થીઓના હક અને તેમની યોગ્ય માગણીઓની સાથે છે. અમે વડાપ્રધાન નિવાસની બહાર ધરણાં પર બેઠાં છીએ. આ બુજદિલ તાનાશાહ સરકારે લાઠીચાર્જ અને બળપ્રયોગનો જવાબ આપવો પડશે. તેમણે કહ્યુ છે કે મોદી-શાહ આપણા યુવાઓના ગુનેગાર છે, તેમણે રાજીનામું આપવું પડશે.
મોટા રાજકીય અભિયાનની કોંગ્રેસની મનસા
કોંગ્રેસ હવે નીટ પેપર લીકના મામલે સંસદની સીમા ઓળંગીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોકકલ્યાણ માર્ગ સુધી મોરચો ખોલી ચુકી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહીત તમામ ટોચના કોંગ્રેસી નેતાઓએ આ દેખાવો દ્વારા આ મુદ્દાને રાષ્ટ્રીય રાજનીતિની ચર્ચામાં સંલગ્ન કરી દીધો છે.
આનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે કોંગ્રેસ આ મુદ્દાને માત્ર શૈક્ષણિક ગડબડ નહીં, પરંતુ યુવાઓના ભવિષ્ય અને સરકારની જવાબદેહી સાથે જોડીને મોટા રાજકીય અભિયાનમાં બદલવા માંગે છે.
રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને હાકલ કરી છે કે છાત્રો પર હુમલો દરેક ભારતીય પરિવાર પર હુમલો છે. વડાપ્રધાન મોદીને લાગે છે કે તેઓ જવાબ આપ્યા વગર, કોઈ પરિણામનો સામનો કર્યા વગર બચી નીકળશે- નહીં કરી શકે, આ વખતે તો બિલ્કુલ નહીં. હું દરેક તે દેશભક્ત ભારતીયને અપીલ કરું છું જે માને છે કે આપણા છાત્રોને ન્યાય મળવો જોઈએ- વડાપ્રધાન નિવાસની સામે અમારા ધરણાંમાં સામેલ થાય. ભારતના છાત્રોના અવાજને નજરઅંદાજ કરી શકાય નહીં.

જ્યારે આ મામલામાં જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું પ્રદર્શન ચાલ્યું તો ઘણાં સામાજિક કાર્યકર્તાઓએ કોંગ્રેસ સમક્ષ માગણી કરી હતી કે આ દેખાવમાં કોંગ્રેસે પણ સામેલ થવું જોઈએ।
પરંતુ આ આંદોલનમાં પહોંચવાના સ્થાને કોંગ્રેસે ખુદ આ આંદોલનને લીડ કરવાની રણનીતિ બનાવી અને ટોપ લીડરશિપની સાથે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ્થાનની બહાર પહોંચી ગયા.
આનાથી કોંગ્રેસ એ સંદેશ આપવા ચાહે છે કે તે આ મામલાની જવાબદારી સીધી ટોચના નેતૃત્વ દ્વારા નિર્ધારીત કરવાની માગણી કરી રહી છે. પાર્ટીનો આરોપ છે કે પરીક્ષા સિસ્ટમમાં સતત સામે આવી રહેલી ગડબડો યુવાઓનો ભરોસો તોડી રહી છે અને કેન્દ્ર સરકાર જવાબ આપવાથી બચી રહી છે.
જંતર-મંતર પર અન્ય પાર્ટીઓનો જમાવડો
જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ આ મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની સામે ધરણાં પર છે, તો અન્ય રાજકીય પક્ષો પોતાની હાજરી જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના ધરણા સ્થળે લગાવી રહી છે. મંગળવારે જ એનસીપી (શરદચંદ્ર પવાર)ના શરદ પવાર, સુપ્રિયા સુલે જંતરમંતર પહોંચ્યા અને અભિજીત દિપકે સાથે મુલાકાત કરી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ જંતરમંતર પહોંચ્યા છે. બુધવારે ઉદ્ધવ ઠાકરે જંતરમંતર પહોંચી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવ સોમવારે જ છાત્રોના આંદોલનમાં સામેલ થઈ ચુક્યા હતા.
કોંગ્રેસ આ મુદ્દાને યુવાઓના ભવિષ્યની લડાઈ તરીકે રજૂ કરી રહી છે. જ્યારે સરકાર આને કાયદો અને તપાસ દ્વારા ઉકેલવાની વાત કરી રહી છે. આગામી દિવસોમાં આ ટકરાવ માત્ર સંસદ સુધી મર્યાદીત રહેવાનો નથી, પરંતુ દેશની રાજનીતિમાં પણ મોટી અસર ઉભી કરે તેવી શક્યતા છે.