75 MM વરસાદે ખોલી વિકસિત ગુરુગ્રામના વિકાસની પોલ, સ્કૂલો ઓનલાઈન અને ઓફિસોમાં WFH!
વરસાદે એક મોટો સવાલ ઉભો કર્યો છે કે શું કરોડો રૂપિયાની પ્રોપર્ટી પણ ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જળભરાવથી બચી શકે છે?
દેશના સૌથી મોંઘા અને આધુનિકા શહેરોમાં સામેલ ગુરુગ્રામની ચમક માત્ર 75 મિલીમીટર વરસાદે ફીકી કરી દીધી છે. હરિયાણાના આ મુખ્ય સહેરમાં ભારે જળભરાવથી સામાન્ય લોકોથી લઈને કરોડો રૂપિયાની પ્રોપર્ટી અને લક્ઝરી કારો ધરાવનારા સૌ કોઈ એક કતારમાં આવી ગયા છે. પરિસ્થિતિ એ રહી કે મોંઘા વિસ્તારમાં રહેતા લોકો પણ પાણીથી ભરેલી સડકો પર નીકળવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
વરસાદના કારણે ગુરુગ્રામના ઘણાં માર્ગો અને અંડરપાસ પાણીમાં ડૂબી ગયા છે. ટ્રાફિક વ્યવસ્થા ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ છે. ઘણાં સ્થાને સ્કૂલ બસો અને એમ્બ્યુલન્સ જળભરાવમાં ફસાયાની ઘટના બની. પરિસ્થિતિને જોતા પ્રશાસને 25 ઓગસ્ટે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોના ક્લાસિસ ઓનલાઈન કરવાના નિર્દેશ આપ્યા છે. તો કોર્પોરેટ અને ખાનગી કંપનીોના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ (WFH)ની સુવિધા આપવાની સલાહ આપવામાં આવી છે.
જિલ્લા પ્રશાસને જણાવ્યુ છે કે સોમવારે ગુરુગ્રામમાં 70 મિલીમીટર વરસાદ નોંધાયો. રાજીવ ચોક, ઈફ્કો રોડ, મહરૌલી રોડ અને બસઈ રોડ સહીતના મુખ્ય માર્ગો ખરાબ રીતે પ્રભાવિત થયા. નાહરપુર અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયું. ઘણી સડકો પર ટ્રાફિકની રફ્તાર ધીમી રહી. લોકો પાણીથી ભરેલી સડકોથી પરથી પસાર થઈ રહ્યા છે. જૂના ગુરુગ્રામની સદર બપજાર, ગુરુદ્વારા રોડ અને જૂના દિલ્હી રોડ સહીત ઘણાં વિસ્તારોમાં જળભરાવને કારણે કલાકો સુધી ભારે ટ્રાફિક જોવા મળ્યો.
ટ્રાફિક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે સિરહૌલ બોર્ડર, રાજીવ ચોક, નરસિંહપુર અને અન્ય કેટલાક સ્થાનો પર વાહનોના આવાગમન બાધિત રહ્યા. તેમણે કહ્યુ કે સ્થિતિ સંભાળવા માટે ટ્રાફિક પોલીસકર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે. સાઈબર હબ પાસે ગેટવે ટાવર મેટ્રો સ્ટેશનની સામે એક્સપ્રેસ વેનો એક મોટો ભાગ પાણીમાં ડૂબી ગયો છે. જેનાથી મુખ્ય માર્ગો પર ટ્રાફિક અસરગ્રસ્ત થયો.
શીતલા માતા રોડ પણ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ રહ્યો. આ સડક પર મોનસૂનમાં મોટાભાગે પૂર જેવી સ્થિતિ પેદા થઈ જાય છે. વરસાદ દરમિયાન નગરનિગમના અધિકારી ઘટનાસ્થળે સક્રિય રહ્યા. નગરનિગમના કમિશનર પ્રદીપ દહિયા અને અધિક નગર નિગમ કમિશનર યશ જાલુકાએ ગુરુગ્રામ મહાનગર ડેવલપમેન્ટ ઓથોરિટી, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટી અને નગર નિગમના અધિકારીઓ સાથે જળભરાવવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું.
વરસાદની સૌથી વધુ અસર સ્કૂલે જતા બાળકો પર જોવા મળી. ઘણી સ્કૂલની બસો પાણીમાં ફસાઈ ગઈ અને બાળકોને ઘરે પહોંચવામાં સામાન્યથી 5થી 6 કલાકનો વધુ સમય લાગ્યો. જળભરાવને કારણે ઘણાં પરિવારોને પોતાના બાળકોના ઘરે પાછા ફરવાને લઈને કલાકો ચિંતામાં રહેવું પડયું. આ કારણ છે કે પ્રશાસને 25 ઓગસ્ટે સ્કૂલોને ઓનલાઈ કરવાનો નિર્ણય કર્યો છે.
ગુરુગ્રામની ઓળખ દેશના સથી મોટા રિયલ એસ્ટેટ બજારોમાં થાય છે. ગોલ્ફ કોર્સ રોડ જેવા વિસ્તારોમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે. પરંતુ સોમવારે 24 ઓગસ્ટે થયેલા વરસાદે એક મોટો સવાલ ઉભો કર્યો છે કે શું કરોડો રૂપિયાની પ્રોપર્ટી પણ ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જળભરાવથી બચી શકે છે?
સોશયલ મીડિયા પર લોકોએ આ સ્થિતિને લઈને ઘણી પોસ્ટ કરી છે. કેટલાક લોકોએ ત્યાં સુધી કહ્યુ કે શહેરમાં કરોડો રૂપિયાના ફ્લેટ અને મોંઘી ગાડી હોવા છતાં જો સડકો પાણીમાં ડૂબી જાય, તો મિલ્કતોની અસલી ઉપયોગિતા કેટલી રહી જાય છે.
એક સોશયલ મીડિયા યૂઝરે શેયર કર્યું કે તેણે કાર ખરીદવાના સ્થાને પોતાના નાણાં શેરબજારમાં રોક્યા હતા. પરંતુ વરસાદ દરમિયાન તેને એક બાઈકસવારે મદદ કરીને સુરક્ષિત સ્થાને પહોંચાડયો. આ ઘટનાએ ગુરુગ્રામના જળભરાવ અને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચર્ચા વધુ તેજ કરી દીધી છે.
આ ચોમાસામાં આ પહેલીવાર નથી કે જ્યારે ગુરુગ્રામની રફ્તાર મંદ પડી હોય. આના પહેલા 9 જુલાઈએ પણ સતત વરસાદ બાદ ખાનગી સંસ્થા અને કોર્પોરેટ ઓફિસો માટે વર્ક ફ્રોમ હોમની સલાહ આપવામાં આવી હતી. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પણ સતત વરસાદ બાદ બે દિવસ માટે વર્ક ફ્રોમ હોમની એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન 24 કલાકમાં ગુરુગ્રામમાં લગભગ 97 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વરસાદ બાદ ગુરુગ્રામ ઈન્ફ્રાટ્ર્ક્ચરને લઈને રાજકીય આરોપ-પ્રત્યારોપ પણ તીવ્ર બન્યા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ હરિયાણા સરકાર પર નિશાન સાધતા શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત હોવાનું જણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ગુરુગ્રામ પર લગભગ 1400 કરોડ રૂપિયા ખર્ચ કરવા છતાં શહેર વરસાદ દરમિયાન પાણીના ભરાવા સામે ઝઝૂમી રહ્યું છે. સુરજેવાલાએ સ્કૂલ બસોના ફસાવા, સડકો પર જળભરાવ અને પ્રશાસનિક વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યો. ગુરુગ્રામ સહીત દિલ્હી-એનસીઆરમાં આજે પણ વરસાદ થઈ રહ્યો છે.