દિલ્હી જળ બોર્ડ કેસમાં AAPના સત્યેન્દ્ર જૈનને મળ્યા જામીન
આ મામલો મે, 2024માં દિલ્હી સરકારના ડાયરેક્ટોરેટ ઓફ વિજિલન્સની ફરિયાદ બાદ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે દિલ્હી જળ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સને અપગ્રેડ કરવા સાથે જોડાયેલી ટેન્ડર પ્રક્રિયામાં કથિતપણે શરતોમાં હેરફેર કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાંટ પ્રોજેક્ટ્સની ટેન્ડર પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા મામલામાં જામીન મળ્યા છે. દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે ગુરુવારે તેમની જામીન અરજી મંજૂર કરી છે.
સ્પેશ્યલ જજ (પીસી એક્ટ) દિગ્વિજયસિંહે આ મામલામાં આદેશ પારીત કર્યો છે. સત્યેન્દ્ર જૈનને એન્ટી કરપ્શન બ્યૂરો એટલે કે એસીબીએ 18 ઓગસ્ટે એરેસ્ટ કર્યા હતા. આ મામલો દિલ્હી જળ બોર્ડ એટલે કે ડીજેબીની સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ્સની ટેન્ડર પ્રક્રિયામાં કથિત ગડબડો સાથે જોડાયેલો છે.
સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ એટલે કે પ્રોહિબિશન ઓફ કરપ્શન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાથી પહેલા લાગુ ઈન્ડિયન પીનલ કોડ સંબંધિત કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો.
આ મામલો મે, 2024માં દિલ્હી સરકારના ડાયરેક્ટોરેટ ઓફ વિજિલન્સની ફરિયાદ બાદ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે દિલ્હી જળ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સને અપગ્રેડ કરવા સાથે જોડાયેલી ટેન્ડર પ્રક્રિયામાં કથિતપણે શરતોમાં હેરફેર કરવામાં આવી. મામલામાં ગુનાહિત ષડયંત્ર અને કથિત લાંચ ચુકવણીની પણ તપાસ થઈ રહી છે.
સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ 19 ઓગસ્ટે કોર્ટે તેમની ધરપકડને ગેરકાયદેસર ઘોષિત કરવાનો ઈન્કાર કર્યો હતો. હવે ગુરુવારે કોર્ટે તેમને જામીન આપી દીધા છે. મામલામાં તપાસ એજન્સી તરફથી લગાવવામાં આવેલા આરોપો પર આગળની કાયદાકીય પ્રક્રિયા ચાલુ રહેશે. હાલ કોર્ટ દ્વારા જામીન આપવાના નિર્ણયથી સત્યેન્દ્ર જૈનને આ મામલામાં મોટી રાહત મળી છે.