ગુજરાત HC દ્વારા 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ, 26 સિવિલ જજની બદલી, 17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
26 સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે અને 79 જજોને પદોન્નતિ આપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના પ્રભાવ ક્ષેત્ર હેઠળની કોર્ટોમાં મોટાપાયે જજોની બદલીઓ અને બઢતી કરવામાં આવી છે. આ બદલી અને બઢતીના સ્થાને હાલના સ્થાનેથી 17 ઓગસ્ટ સુધીમાં ચાર્જ સંભાળવાનો રહેશે.
26 સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે અને 79 જજોને પદોન્નતિ આપવામાં આવી છે. આંતરિક બદલીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 5, ભાવનગરમાં 2, દાહોદમાં 2, દ્વારકામાં 2, ગાંધીનગર 4, ગીર સોમનાથ 1, જામનગરમાં 8, જૂનાગઢમાં 3, કચ્છમાં 1, ખેડા 7, મહેસાણા 6, મોરબી 3, નર્મદા 2, પાટણ 1 અને પોરબંદરમાં 2, રાજકોટ 21, સાબરકાંઠા 5, સુરત 19, સુરેન્દ્રનગર 2, વડોદરા 21 અને વલસાડમાં 2નો સમાવેશ થાય છે.
જ્યારે રાજ્યની ગુજરાત હાઈકોર્ટના તાબા હેઠળની કોર્ટોમાં 63 જજોની આંતર જિ્લા બદલી કરવામાં આવી છે. તેમાં અમદાવાદમાં 2, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1, ગાંધીનગરમાં 1, કચ્છમાં 3, મહેસાણામાં 3, મોરબીમાં 1, રાજકોટમાં 6, સાબરકાંઠામાં 1, સુરતમાં 6 અને વડોદરામાં 2 સિવિલ જજની આંતરકોર્ટ બદલી કરવામાં આવી છે.
જ્યારે 67 જિલ્લા જજોની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રમોશન સાથે ટ્રાન્સફર હોય તેવા 57 જજોનો આમા સમાવેશ થાય છે. જ્યારે 86 જજોને એડિશનલ સેશન્સ અથવા સેશન્સથી સેશન્સ ડિવિઝન ખાતે મુકવામાં આવ્યા છે. તેમાં અમદાવાદમાં 9, અમરેલીમાં 2, આણંદમાં 4, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 6, ભરૂચમાં 5, ભાવનગરમાં 3, બોટાદમાં 1, છોટા ઉદેપુરમાં 1, ગાંધીનગરમાં 4, જામનગરમાં 2, કચ્છમાં 8, ખેડામાં 1, મહેસાણામાં 5, મોરબીમાં 1, નવસારીમાં 1, પાટણમાં 2, રાજકોટમાં 8, સુરતમાં 17, સુરેન્દ્રનગરમાં 4, વડોદરામાં 11નો સમાવેશ થાય છે.