MP: દતિયા બેઠકની જીતને કૉંગ્રેસે મેલોડી ટૉફી વહેંચીને ઉજવી, સતત બીજીવાર ભાજપ હાર્યું
2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ ભાજપના ઉમેદવાર નરોત્તમ મિશ્રાને દતિયા બેઠક પરથી 7500થી વધુ વોટથી હરાવ્યા હતા
મધ્યપ્રદેશની દયિતા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સતત બીજીવાર કૉંગ્રેસે જીત મેળવી છે. સોશયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં દતિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રતીકાત્મક રીતે મેલોડી ચોકલેટ વહેંચીને જીતની ઉજવણી કરી હતી. આ ઉજવણી ભાજપની હાર પર એક રાજકીય કટાક્ષ ગણવામાં આવે છે.
લોકશાહીમાં ચૂંટણી હારવી કે જીતવી સ્વાભાવિક છે. કોઈપણ એક પેટાચૂંટણીના પરિણામોને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉજવણી કરવી કે કટાક્ષ કરવો કોઈ નવી વાત નથી. જો કે ચૂંટણી પ્રતિસ્પર્ધા લોકશાહીની મર્યાદા અને પરસ્પર સમ્માનના વર્તુળમાં રહેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના વડાંપ્રધાન જીઓર્જિયા મેલોનીને મેલોડી ટોફી ભેંટ આપી હતી.તેના પર ભારતમાં ઘણાં રાજકીય કટાક્ષો થયા હતા અને દતિયા પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીતની ઉજવણીમાં મેલોડી ચોકલેટની વહેંચણીને પણ આની જ કડી માનવામાં આવે છે.
દતિયા પેટાચૂંટણીના પરિણામ મતદાતાઓનો જનાદેશ છે. જેનો તમામ રાજકીય પક્ષોએ આદર કરવો જોઈએ. જીત અને હારથી વધારે મહત્ત્વપૂર્ણ જનતા માટે કરાતા કાર્ય છે.
મહત્ત્વપૂર્ણ છે કે કોંગ્રેસના ઉમેદવાર ધનશ્યામસિંહે ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારીને 6,056 વોટની સરસાઈથી હરાવ્યા છે. 15 રાઉન્ડની મતગણતરીમાં કોંગ્રેસના ઘનશ્યામસિંહ શરૂઆતથી આગળ ચાલતા હતા. દતિયામાં 30 જુલાઈએ થયેલા મતદાનમાં 71.44 ટકા વોટર્સે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ ભાજપના ઉમેદવાર નરોત્તમ મિશ્રાને દતિયા બેઠક પરથી 7500થી વધુ વોટથી હરાવ્યા હતા. જો કે દિલ્હીની કોર્ટે એપ્રિલમાં છેતરપિંડીના એક મામલામાં રાજેન્દ્ર ભારતીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી.
તેના પછી તેમની વિધાનસભા સદસ્યતાને સમાપ્ત કરવામાં આવી હતી અને દતિયામાં પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી મધ્યપ્રદેશ ભાજપના અધ્યક્ષ હેમંત ખંડેલવાલના નેતૃત્વ અને પાર્ટીના ચૂંટણી પ્રબંધનની પણ આ ચૂંટણીમાં પરીક્ષા માનવામાં આવતી હતી.