NSA ડોભાલે કર્યું પહલગામ હુમલાના દિવસનું મોટું રહસ્યોદ્ધાટન, પ્લેનમાંથી ઉતરતા જ PM મોદીનો હતો આ પહેલો સવાલ
ડોભાલે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની પોતાની યાત્રા અધવચ્ચે છોડીને ભારત પાછા ફર્યા હતા. ભારત પહોંચતા જ તેમણે અધિકારીઓ પાસેથી હુમલાની સંપૂર્ણ જાણકારી માંગી
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર - એનએસએ અજીત ડોભાલે 2025માં પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાત્કાલિક પ્રતિક્રિયા સંદર્ભે જાણકારી આપી છે. ડોભાલે કહ્યુ છે કે હુમલા બાદ પીએમ મોદી ભારત તરફથી વળતી કાર્યવાહી નિર્ધારીત કરવા માટે પહેલા એ જાણવા ઈચ્છતા હતા કે આ હુમલાની પાછળ કોણ જવાબદાર છે. ડોભેલે આ વાત ઓપરેશન સિંદૂર પર બનનારી ડિસ્કવરીની નવી ડોક્યુમેન્ટ્રીમાં કહી છે. આ ડોક્યુમેન્ટ્રીમાં ભારતના ઘણાં મોટા રાજકીય નેતાઓ, સેનાના અધિકારીઓ અને સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદન સામેલ કર્યા છે. આ તમામ લોકો ઓપરેશન સિંદૂર સાથે પ્રત્યક્ષપણે જોડાયેલા હતા.
એક્સમાં શેર કરવામાં આવેલી આ શ્રેણીની ક્લિપમાં ડોભાલે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની પોતાની યાત્રા અધવચ્ચે છોડીને ભારત પાછા ફર્યા હતા. ભારત પહોંચતા જ તેમણે અધિકારીઓ પાસેથી હુમલાની સંપૂર્ણ જાણકારી માંગી. ડોભાલ મુજબ, વડાપ્રધાને ભારત પાછા ફર્યા બાદ એરપોર્ટ પર જ બેઠક કરી. આ દરમિયાન પીએમ મોદીએ સૌથી પહેલા ઘટના સાથે જોડાયેલા તમામ તથ્યો બાબતે જાણકારી મેળવી. તેના પછી તેમણે પુછયું કે પહલગામ હુમલા પાછળ કોણ છે અને તેના માટે કોણ જવાબદાર છે. ડોભાલે કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ તે સમયે સ્પષ્ટ કરી દીધું હતું કે ભારત હુમલા માટે જવાબદાર લોકોની ઓળખ કરશે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે.
એનએસએ અજીત ડોભાલે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે જલદી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે પહલગામ હુમલાની પાછળ ક્યાં લોકો જવાબદાર છે. તેમણે કહ્યુ કે આ મામલામાં ભારતની ગુપ્તચર એજન્સીઓએ ઘણું સારું કામ કર્યું. તેમની મદદથી ઓછા સમયમાં હુમલાના જવાબદાર લોકોને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી અને ભારત આ પરિણામ સુધી પહોંચી શક્યું કે આની પાછળ કોણ હતું.
ડોભાલે કહ્યુ હતુ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે ઓપરેશન સિંદૂર હજીપણ ચાલુ છે, તેનો અર્થ શું છે. ડોભાલ મુજબ, વડાપ્રધાનનો સંદેશ સ્પષ્ટ છે કે આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી આખરી આતંકવાદીનો પણ સફાયો થઈ જાય નહીં.
ઓપરેશન સિંદૂર બાદ પોતાના પહેલા નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્હ્યુ હતુ કે લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં. તેને પાકિસ્તાન માટે ભારતનો કડક સંદેશ માનવામાં આવ્યું હતું. તેનો અર્થ છે કે ભારત કોઈપણ આતંકી હુમલાને ગંભીરતાથી લેશે અને તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ડોભાલના નિવેદનથી ઉજાગર થાય છે કે પહલગામ આતંકી હુમલા બાદ ભારતે વળતી સૈન્ય કાર્યવાહનો નિર્ણય કેવી રીતે લીધો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત નીપજ્યા હતા. તેની પાછળ પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકીઓનો હાથ હોવાનું સામે આવ્યું હતું. કટેલાક દિવસ બાદ ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ કાર્યવાહીમાં ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાએ મળીને અભિયાન શરૂ કર્યું. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં રેહલા આતંકીઓના ઠેકાણઓને નિશાન બનાવ્યા.
આ દરમિયાન લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા 9 આતંકી ઠેકાણાઓ અને હુમલાની તૈયારીઓ વાળા સ્થાનો પર કાર્યવાહી કરી હતી. ભારતની આ કાર્યવાહી બાદ બંને પરમાણુ શક્તિ સંપન્ન દેશોની વચ્ચે તણાવ ઘણો વધ્યો હતો. લગભગ ચાર દિવસ સુધી બંને દેશો વચ્ચે તણાવ બનેલો રહ્યો. આખરે 10 મેના રોજ સંઘર્ષ વિરામ માટે સંમતિ બની હતી. આ સંમતિ ત્યારે બની, જ્યારે પાકિસ્તાનના સૈન્ય સંચાલન મહાનિદેશકે પોતાના ભારતીય સમકક્ષ સાથે સંપર્ક કર્યો હતો.