અમદાવાદ: AMC નો 41 તળાવોને જોડવાનો મેગા પ્લાન, વરસાદના દરેક ટીપાંને એકઠું કરવાનું લક્ષ્ય
'કેચ ધ રેન' અભિયાન હેઠળ વરસાદના દરેક ટીપાને સંરક્ષિત કરવાના ઉદેશ્યથી અમદાવાદ મહાનગરપાલિકાએ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ શહેરના 41 તળાવોને ઈન્ટરલિંક કરવાનું નેટવર્ક તૈયાર કર્યું છે.
દેશના દરેક શહેરનો લગભગ એક જ જેવો પડકાર છે. વસ્તી વધી રહી છે, ભૂગર્ભ જળનું સ્તર ઘટી રહ્યું છે અને મોટા પ્રમાણમાં વરસાદનું પાણી વહી જાય છે. તેવામાં જળ સંરક્ષણ માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પરંતુ ભવિષ્યની જરૂરત બની ચુક્યો છે. આને લઈને હવે અમદાવાદ મહાનગરપાલિકાએ મોટી પહેલ કરી છે.
'કેચ ધ રેન' અભિયાન હેઠળ વરસાદના દરેક ટીપાને સંરક્ષિત કરવાના ઉદેશ્યથી અમદાવાદ મહાનગરપાલિકાએ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ શહેરના 41 તળાવોને ઈન્ટરલિંક કરવાનું નેટવર્ક તૈયાર કર્યું છે. આ વ્યવસ્થા હેઠળ એક તળાવના ભરાયા બાદ તેનું વધારાનું પાણી પાઈપલાઈન દ્વારા અન્ય તળાવમાં પહોંચી જશે. આ યોજનાથી અમદાવાદની વરસાદી પાણીના જળ ભંડારણની ક્ષમતામાં લાખો ક્યૂબિક ફૂટની વૃદ્ધિ થઈ છે. જેનાથી ભવિષ્યમાં શહેરવાસીઓ માટે પાણીની ઉપલબ્ધતા વધશે.
અમદાવાદ મહાનગરપાલિકાના ચીફ એન્જિનિયર રાખેસ બોડીવાલાએ કહ્યુ કે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશમાં 41 તળાવોને પરસ્પર જોડી દીધા છે. બાકીના 32 તળાવોને જોડવાનું કામ ચાલી રહ્યું છે. અમે 17 તળાવોનો પ્લાન બનાવ્યો છે. હવે તેને પરસ્પર જોડવાથી જ્યારે જુદાંજુદાં તળાવના પાણી ભરાઈ જશે, તો તેના પાણી અન્ય તળાવમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી ગ્રાઉન્ડ વોટર લેવલ યોગ્ય રીતે રિચાર્જ થઈ જશે અને જળસંકટમાંથી મુક્તિ મળશે.
ઈન્ટરલિંકિંગ પરિયોજના માત્ર જળ સંરક્ષણ સુધી જ મર્યાદીત નથી. પરંતુ આ શહેરી જળ પ્રબંધનને પણ મજબૂત કરશે. એટલું જ નહીં, તેનાથી શહેરમાં જળભરાવ પણ ઘટશે અને વરસાદના પાણની બરબાદી પણ થંભશે. તેની સાથે જ ભૂજળ સ્તરને બનાવી રાખવામાં પણ મદદ મળશે. ચોમાસામાં પાણીથી છલોછલ ભરેલા આ તળાવ શહેરવાસીઓ માટે ફરવાનું અને મનોરંજનું કેન્દ્ર પણ બનશે.
એએમસીના શહેર કમિશનર બંછાનિધિ પાણીએ કહ્યુ છે કે કેન્દ્ર અને ગુજરાત સરકારની મદદથી આ ઈન્ટરલિંકિંગ સ્કીમ હજી લાગુ થઈ રહી છે. હાલ આ પાણીને સ્ટોર કરીને ગ્રાઉન્ડ લેવલની નીચેના પાણીને રિચાર્જ કરાઈ રહ્યું છે અને અમારા માટે ભૂજળ સ્તર ઘણું વધારે નીચે નથી.
અમદાવાદમાં તળાવોના ઈન્ટરલિંકિંગને માત્ર એન્જિનિયરિંગનો પ્રોજેક્ટ નહીં, પણ ભવિષ્યમાં શહેરની જળ સુરક્ષાની બ્લૂ પ્રિન્ટ માનવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર જળ સંરક્ષણ અને સતત શહેરી વિકાસ પર સતત ભાર મૂકી રહી છે. તેવામાં અમદાવાદનું આ મોડલ આગામી સમયમાં રાજ્ય અને દેશના અન્ય શહેરો માટે પણ એક ઉદાહરણ બની શકે છે.