2029 પહેલા NDAના 21 રાજ્યોમાં UCC લાગુ થશે, અમિત શાહનું મોટું એલાન
ચીન અને સંવેદનશીલ રણનીતિક મુદ્દાઓ પર અમિત શાહે જાહેરમાં ટીપ્પણી કરવાનો ઈન્કાર કરતા કહ્યુ કે એવી કોઈ જાણકારી શેયર કરવાથી સશસ્ત્ર દળોને ફાયદો થશે નહીં. લોકોને દેશની સુરક્ષા ક્ષમતા પર પુરો ભરોસો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે 2029થી પહેલા ભાજપના નેતૃત્વવાળા એનડીએના તમામ 21 રાજ્યોમાં યૂસીસી લાગુ થશે. અમિત શાહે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત કહી છે.
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે ઘણાં રાજ્યોમાં યૂસીસી લાગુ થઈ ચુક્યું છે. તેમને ભરોસો છે કે 2029 પહેલા એનડીએા તમામ 21 રાજ્યોમાં આને લાગુ કરી દેવામાં આવશે. યૂસીસી હેઠળ લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને દત્તક લેવા જેવા મામલા માટે ધર્મથી અલગ એક સમાન વ્યક્તિગત કાયદાની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે સરકારની સુરક્ષા નીતિઓનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે સર્જિકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂરે આતંકવાદ વિરુદ્ધ સરકારની ઝીરો ટોલરન્સ નીતિને દર્શાવી છે. દેશની સુરક્ષાના દરેક ક્ષેત્રમાં પ્રાથમિકતા આપી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યુ છે કે 2014 પહેલા દેશમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને પરિવારવાદની રાજનીતિ હતી. ભાજપ સરકાર બાદ રાજનીતિના આધારે પ્રદર્શન અને કામકાજ થયું છે. દેશની વિદેશ અને સુરક્ષા નીતિ પણ મજબૂત થઈ છે. તેવામાં ઈન્ડિયા ફર્સ્ટને પ્રાથમિકતા અપાય રહી છે.
અમિત શાહે ભારતની આર્થિક પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ભારત પહેલા કમજોર પાંચ અર્થવ્યવસ્થામાં ગણાતું હતું. હવે દુનયાની ટોચની પાંચ ઈકોનોમીમાં સામેલ છે. પહેલા ત્રિમાસિક સમયગાળામાં જીડીપી 7.8 ટકા થઈ છે. ભારત મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી આગળ વધી રહ્યું છે.
અમિત શાહે આર્ટિકલ 370, નક્સલવાદ અને પૂર્વોત્તરની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે આ એવા મુદ્દા હતો કે જે લાંબા સમયથી દેશની આંતરિક સુરક્ષા માટે પડકાર બનેલા હતા.
મણિપુરમાં એનઆરસી લાગુ કરવાને લઈને અમિત શાહને સવાલ પુછવામાં આવ્યો. તેમને 1951ના આધાર વર્ષથી એનઆરસી લાગુ કરવા અને રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા તેને લાગુ કરાવની સમયસીમા બાબતે સવાલ કરવામાં આવ્યો. અમિત શાહે કહ્યુ કે આ મુદ્દા પર મણિપુરના નેતાઓ અને રાજકીય દળો સાથે વાતચીત ચાલી રહી છે. નિર્ણય થયા બાદ તેની જાણકારી આપવામાં આવશે.
ગેરકાયદેસર ઘૂસણખોરીને લઈને અમિત શાહે પોતાના વલણને દોહરાવતા કહ્યુ કે ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવામાં આવશે અને તેમને દેશની બહાર કરવામાં આવશે. સરકાર દરેક ગેરકાયદેસર ઘૂસણખોરની ઓળખ કરીને તેને હટાવવા માટે પ્રતિબદ્ધ છે.
ભાષાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે અમિત શાહે કહ્યુ કે માતૃભાષાને પ્રાથમિકતા મળવી જોઈએ. રાજ્યના નેતૃત્વે આ મુદ્દાનું સમાધાન કાઢવું જોઈએ. અમિત શાહનો આરોપ છે કે કેટલાક લોકો ભાષાના મુદ્દા પર લોકો વચ્ચે મતભેદ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે.
સરકાર સામે વિરોધ પ્રદર્શનોના સવાલ પર અમિત શાહે કહ્યુ કે ભારત લોકશાહી દેશ છે. લોકોના વિરોધ કરવાના અધિકારનું સમ્માન કરવામાં આવે છે. દેશમાં ઈમરજન્સી લગાવી શકાય નહીં.
ચીન અને સંવેદનશીલ રણનીતિક મુદ્દાઓ પર અમિત શાહે જાહેરમાં ટીપ્પણી કરવાનો ઈન્કાર કરતા કહ્યુ કે એવી કોઈ જાણકારી શેયર કરવાથી સશસ્ત્ર દળોને ફાયદો થશે નહીં. લોકોને દેશની સુરક્ષા ક્ષમતા પર પુરો ભરોસો છે.
અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સેવા સંક્લ્પ અભિયાનનું એલાન પણ કર્યુ છે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ચલાવવામાં આવશે.
17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. અભિયાનમાં ભાજપ, એનડીએના સહયોગી દળ, સામાજિક સંગઠન અને સામાન્ય લોકો સામેલ થશે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે જિલ્લા, લોકસભા અને વિધાનસભા ક્ષેત્રો સુધી લઈ જશે. બૂથ સ્તર પર પણ કાર્યક્રમ થશે.
અમિત શાહે કહ્યુ છે કે અભિયાનમાં પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવન, તેમની સિદ્ધિઓ અને 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને સામે રજૂ કરવામાં આવશે. અભિયાન હેઠળ 12 પ્રકારના કાર્યક્રમો યોજાશે. ગામડાઓમાં સ્થાનિક ભાષાઓમાં સંગીત અને નાટકના કાર્યક્રમ પણ આયોજીત કરવામા આવશે. તેને અનટોલ્ડ સ્ટોરીઝ ઓફ નમો સેવા નામ આપવામા આવ્યું છે.