સુરતમાં શ્રાવણની શરૂઆતે જ બીલીપત્રના વૃક્ષ પર ફાંસો ખાઈ પ્રેમીયુગલે જીવન ટૂંકાવ્યું,બંને બે દિવસથી હતા ગુમ
મૃતક યુવક 24 વર્ષનો હતો અને તે મૂળ દાહોદનો વતની હતો. તે દોઢ માસ પહેલા જ આજીવિકા રળવા સુરત આવ્યો હતો. યુવકના અગાઉ બે લગ્ન થઈ ચુક્યા હતા
સુરતના સંજયનગર સ્લમ એરિયાની નજીક રહેતા અને મજૂરી કામ કરતા પરણિત યુવક અને 16 વર્ષીય સગીરાએ પ્રેમપ્રકરણના કારણે ખાડી કિનારે આવેલા બીલીપત્રના વૃક્ષ પર દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
બંને મૃતકો છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા.
ગુરુવારે સવારે શ્રાવણ માસના પ્રારંબે રામજીનગર સોસાયટી નજીક બંનેના મૃતદેહો બીલીપત્રના ઝાડ પર લટકતા જોવા મળ્યા હતા અને તેને કારણે લોકો એકઠા થયા હતા. આ બનાવ બંનેના ઘરથી માત્ર 500 મીટરના અંતરે જ બન્યો હતો.
મૃતક યુવક 24 વર્ષનો હતો અને તે મૂળ દાહોદનો વતની હતો. તે દોઢ માસ પહેલા જ આજીવિકા રળવા સુરત આવ્યો હતો. યુવકના અગાઉ બે લગ્ન થઈ ચુક્યા હતા. બીજી તરફ મૃતક સગીરા 16 વર્ષની હતી અને બંને એક માસથી સાથે મજૂરીકામ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ પાગર્યો હતો. બંને પરિવારોને તેમના પ્રેમસંબંધ અંગે કલ્પના ન હતી.
મ઼ૃતક યુવકના ભાઈએ જણાવ્યું હતું કે તે મારો નાનો ભાઈ હતો. બંને બે-ત્રણ દિવસથી ગુમ હતા અને ફાંસો ખાઈ લીધો. આજે સવારે જ અમને ખબર પડી. પરિવારમાં કોઈને પણ તેમના પ્રેમસંબંધ કે લગ્નની જાણ ન હતી.