Gen Z અને યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની કૉંગ્રેસની તૈયારી, ગુજરાત વિ.ચૂંટણી 2027માં બદલશે રણનીતિ
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની બેઠકોની સંખ્યા ઘટીને 17 થઈ ગઈ, જે અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર હતું. યુવા નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપમાં સામેલ થયા હતા. હવે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ ફરીથી Gen Z પર દાવ લગાવવાની તૈયારી કરી રહી છે
ગુજરાતમાં સતત ચૂંટણીમાં હાર બાદ ગુજરાત કોંગ્રેસ હવે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાની રણનીતિ બદલવા જઈ રહી છે. કોંગ્રેસ આ વખતે ચૂંટણી પહેલા Gen Z મૂવમેન્ટનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહી છે. પાર્ટીના એક મોટા નેતાએ ઈકોનોમિક ટાઈમ્સની સાથેની અનૌપચારીક વાતચીતમાં કહ્યુ કે પાર્ટી આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. નેતાએ કહ્યુ કે આજની રાજનીતિક ચર્ચામાં યુવા એક મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
કોંગ્રેસના નેતાએ આગળ ક્હ્યુ કે પાર્ટી આગામી વર્ષે ચૂંટણી માટે નવા યુવા ચહેરાઓને ઉતારવા પર વિચારી રહી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તુષાર ચૌધરીએ ગત સપ્તાહે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની સાથે બેઠક કરી હતી.
જણાવવામાં આવે છે કે દિલ્હીમાં હાઈકમાન્ડની મુલાકાતથી ઉજાગર થાય છે કે પાર્ટી આખરે પોતાના પ્રદેશ એકમના સંગઠનાત્મક માળખાની ઘોષણા પર વિચારણા કરી રહી છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ અમિત ચાવડાને બીજીવાર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા બાદથી ગત એક વર્ષમાં આ મામલો ઉકેલાયો ન હતો.
ઉલ્લેખનીય છે કે 2017માં પાટીદાર અનામત આંદોલન દરમિાયન ગુજરાત કોંગ્રેસે અઅત્યાર સુધીના પોતાનું સૌથી સારું ચૂંટણી પ્રદર્શન કર્યું હતું. ત્યારે કોંગ્રેસે ગુજરાતમાં 77 બેઠકો જીતી હતી. ત્યારે પાર્ટીએ યુવા પાટીદાર નેતાઓ સાથે અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી જેવા અન્ય યુવા આંદોલનકારીઓને પણ મેદાને ઉતાર્યા હતા.
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની બેઠકોની સંખ્યા ઘટીને 17 થઈ ગઈ, જે અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર હતું. યુવા નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપમાં સામેલ થયા હતા. હવે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ ફરીથી Gen Z પર દાવ લગાવવાની તૈયારી કરી રહી છે.
NSUI વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દાઓ- જેવા કે એડમિશન, પરીક્ષા, પેપર લીક, પરિણામ, ફી અને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા વ્યાપક મુદ્દાઓ પર ઘણાં કાર્યક્રમો આયોજીત કરવાની તૈયારી કરી રહ્યું છે. એનએસયુઆઈ છાત્ર કી ગુંજ દ્વારા Gen Z સાથે જોડાવા અને ખુદને છાત્રોનો અવાજ ઉઠાવનારા મંચ તરીકે રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી GCAS અને પરીક્ષા પેપર લીક જેવા મામલાઓ પર કોંગ્રેસના છાત્ર સંગઠન એક્ટિવ થઈ ચુક્યા છે. સંગઠનોની ઝડપી સક્રિયતાને કારણે રાજ્યમાં છાત્ર રાજનીતિ ફરી એકવાર ચર્ચામાં આવી છે.