"પેલેટ ગનથી અંધ થયો સાહિલ, FIR સુધી નહીં હટીએ": દિલ્હી પોલીસ સ્ટેશનમાં રાહુલ-પ્રિયંકાના ધરણાં
રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેઠા, જ્યાં પ્રિયંકા ગાંધી, અધીર રંજન ચૌધરી, જયરામ રમેશ અને સલમાન ખુર્શીદ સહીતના કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા હતા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દિલ્હી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના આંદોલન દરમિયાન પેલેટ ગનના ઉપયોગની તપાસની જાણકારી લેવા માટે ડીસીપી ઓફિસ ગયા હતા. રાહુલ ગાંધી પેલેટ ગન પીડિત સાહિલ લોહબચને સાથે લઈ ગયા અને આરોપ લગાવ્યો કે હજી સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી. જાણકારી લીધા બાદ રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેઠા, જ્યાં પ્રિયંકા ગાંધી, અધીર રંજન ચૌધરી, જયરામ રમેશ અને સલમાન ખુર્શીદ સહીતના કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી દિલ્હી પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર નૂપુર પ્રસાદને મળવા માટે ડીસીપી ઓફિસ ગયા હતા. નૂપુર પ્રસાદે ચાર્જ સંભાળ્યાને હજી એક કે બે દિવસ જ થયા છે. રાહુલ ગાંધી પોતાની સાથે ઘણી ફરિયાદો લઈ ગયા હતા અને આના પર કાર્યવાહીની માગણી પણ કરી હતી. પરંતુ પોલીસે તાત્કાલિક કોઈ નિર્ણય લીધો નથી.
તેના પછી બહાર નીકળીને રાહુલ ગાંધી ધરણા પર બેઠા હતા. તેના માટે એક ખુરશી મૂકવામાં આવી અને તેઓ તેના પર બેઠાં. ઘટનાસ્થળે મીડિયાકર્મીઓ અને સુરક્ષાકર્મીઓની ભારે ભીડ એકઠી થઈ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે 20 જુલાઈએ જંતર-મંતર પર પેલેટ ગનનો ઉપયોગ થયો હતો. સાહિલના શરીરમાંથી છર્રા નીકળ્યા છે, તેના શરીરની અંદર હજીપણ છર્રા છે અને આંખમાં પણ છર્રા વાગ્યા છે. એમ્સના રિપોર્ટમાં સ્પષ્ટ લક્યું છે કે સાહિલના શરીરમાં 200થી વધુ છર્રા છે. આંખમાં લાગેલા છર્રાને કારણે સાહિલ જોઈ શકતો નથી. તેમના હ્રદયની બિલ્કુલ પાસે પણ છર્રા છે. જેને કાઢી શકાય તેમ નથી.
જો કે પોલીસ તરફથી ફરિયાદ લઈ લેવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. પરંતુ એફઆઈઆરને લઈને રાહુલ ગાંધીનો આરોપ યથાવત છે કે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે અને સુપ્રીમ કોર્ટની હાઈપાવર્ડ કમિટી પણ ગઠિત થઈ ચુકી છે. તેવામાં કમિટીનો રિપોર્ટ અને આદેશની રાહ જોવામાં આવશે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દિલ્હી પોલીસનું કહેવું છે કે તેમણે છર્રા ચલાવ્યા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો પોલીસે નથી ચલાવ્યા, તો પછી કેવી રીતે અન્ય કોઈએ ચલાવ્યા હશે. પરંતુ ક્રાઈમ તો થયો છે, કારણ કે સાહિલના શરીરમાં છર્રા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે તેમની માત્ર એક માંગ છે કે આ મામલામાં એફઆઈઆર કરવામાં આવે. તેમણે કહ્યુ છે કે સાહિલના માતા જ્યોતિ અનિે પિતા દીપક પણ સ્થળ પર હાજર છે. રાહુલનો આરોપ છે કે અંદરથી તેમને જણાવવામાં આવ્યું છે કે ઉપરથી આદેશ આવ્યો છે કે એફઆઈઆર નોંધાઈ શકાશે નહીં. તેમણે કહ્યુ છે કે જ્યાં સુધી એફઆઈઆર નોંધવામાં નહીં આવે, ત્યાં સુધી તે ત્યાંથી હટવાના નથી.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દેશમાં દરરોજ લાખો લોકો સાથે અન્યાય થાય છે. પરંતુ આ ઘટના નવી દિલ્હીના કનોટ પ્લેસમાં, સૌની આંખોની સામે થઈ છે. તેમણે માગણી કરી છે કે આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીનું નામ જણાવવામાં આવે. તેમણે કહ્યુ છે કે આ માત્ર આ પરિવારને ન્યાની માગણી છે અને સવાલ ઉઠાવ્યો છે કે શું હિંદુસ્તાનમાં યુવાઓ પર ગોળી ચલાવી શકાય છે.
રાહુલ ગાંધી ધરણાં પર બેસી ગયા છે. પહેલા તેઓ વડાપ્રધાન આવાસની બહાર પણ ધરણાં પર બેઠા હતા અને હવે અહીં દિલ્હી પોલીસ સ્ટેશનની બહાર બેઠાં છે. એક રીતે સંસદથી લઈને સડક સુધી રાજકીય યુદ્ધ લડાઈ રહ્યું છે. કોશિશ એ છે કે તેના દ્વારા માત્ર દિલ્હી પોલીસ પર નહીં, પરંતુ ગૃહ મંત્રી અમિત શાહ પર પણ દબાણ બનાવવામાં આવે.
કોંગ્રેસ તરફથી સંપૂર્ણપણે એક સંદેશ આપવાની કોશિશ કરાઈ રહી છે કે તે છાત્રોના મુદ્દા પર સડકની લડાઈ લડવા માટે તૈયાર છે. રાહુલ ગાંધી ખુદ આ મામલાને બેહદ આક્રમક રીતે ઉઠાવી રહ્યા છે. આ સ્થિતિ દિલ્હી પોલીસ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આના પહેલા જ્યારે રાહુલ ગાંધી પીએમ આવાસની બહાર ધરણાં પર બેઠા હતા, ત્યારે દિલ્હી પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓને તેમને ત્યાંથી હટાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.તેમને ત્યારે કસ્ટડીમાં લઈને છત્રસાલ સ્ટેડિયમ લઈ જવાયા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ પણ ત્યાં પહોંચ્યા હતા.