CNGના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 3.89 રૂપિયાનો વધારો
IGL પ્રમાણે, ભારતમાં સીએનજીની વધતી માગણીને પુરી કરવા માટે ઈનપુટ ગેસનો મોટો ભાગ ઈમ્પોર્ટેડ સ્પોટ એલએનજીથી પુરો કરાઈ રહ્યો છે. પરંતુ હોર્મુઝ બંધ થવાને કારણે ઈનપુટ ગેસના ભાવ પણ વધી ગયા છે. કંપનીનું કહેવું છે કે સીએનજીની ડિમાન્ડને પુરી કરવા માટે આ વધારો જરૂરી છે
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ શુક્રવારે 28 ઓગસ્ટે દિલ્હી અને એનસીઆરમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજીની કિંમતમાં 3.89 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો કર્યો છે. કંપનીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે આંતરરાષ્ટ્રીય એલએનજીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેથી સીએનજીના ભાવમાં વધારો થયો છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, નવી કિમતો આજથી એટલે કે 29 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ચુકી છે. દિલ્હીમાં સીએનજીનો નવો રેટ 83.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 86.98 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.
એક પ્રેસ રિલીઝમાં IGLએ કહ્યું છે કે જુલાઈથી પશ્ચિમ એશિયામાં તણવા ફરીથી શરુ થયો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી IGLના આવન-જાવનમાં અડચણો ચાલી રહી છે. પરિણામે યુદ્ધ શરૂ થવાથી પહેલાના સ્તરની સરખામણીમાં ગ્લોબલ ગેસની કિંમતો લગભગ બેગણી થઈ ચુકી છે. જેની ભરપાઈ કરવા માટે કંપનીને સીએનજીના ભાવમાં વધારો કરવો પડયો. ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ સીએનજીના ભાવમાં પાંચમી વખત વધારો કરાયો છે.
IGL પ્રમાણે, ભારતમાં સીએનજીની વધતી માગણીને પુરી કરવા માટે ઈનપુટ ગેસનો મોટો ભાગ ઈમ્પોર્ટેડ સ્પોટ એલએનજીથી પુરો કરાઈ રહ્યો છે. પરંતુ હોર્મુઝ બંધ થવાને કારણે ઈનપુટ ગેસના ભાવ પણ વધી ગયા છે. કંપનીનું કહેવું છે કે સીએનજીની ડિમાન્ડને પુરી કરવા માટે આ વધારો જરૂરી છે.
IGLની વેબસાઈટના હિસાબથી સીએનજીની નવી કિંમત નોઈડા અને ગાઝિયાબાદમાં 95.59 રૂપિયા, ગુરુગ્રામમાં 92.01 રૂપિયા અને મેરઠમાં 95.47 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
પ્રેસ રિલીઝ મુજબ, આઈજીએલએ કહ્યું છે કે ભલે ઈરાન યુદ્ધ બાદથી સીએનજીની પાંચમી વાર કિંમતો વધી છે. પરંતુ આ અન્ય દેશોની સરખામણીમાં ઘણી ઓછી છે. જણાવવામાં આવ્યું કે યૂરોપિયન ટીટીએફ ગેસ પ્રાઈસમા અત્યાર સુધી 105 ટકા ઉછાળ જોવા મળ્યો છે. એશિયન જેકેએમ એલએનજી કિંમતોમાં લગભગ 113 ટકા સુધી ભાવ વધારો કરાયો છે, જ્યારે દિલ્હીમાં આ ઉછાળો માત્ર 7.8 ટકા જ છે.