કચ્છમાં 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશબંધી કરાઈ, રાષ્ટ્રીય સુરક્ષાને લઈને કરાયો નિર્ણય
જાહેરનામા મુજબ 21 નિર્જન ટાપુઓ પર અવરજવર માટે માત્ર રાજ્ય કે કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ, સરકારી કામે રોકાયેલા રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારી કે અધિકારીઓને મુક્તિ આપવામાં આવી છે
ગુજરાતના સૌથી મોટા અને પાકિસ્તાનની સરહદને સ્પર્શતા કચ્છ જિલ્લામાં માનવરહિત ટાપુઓ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે પડકારરૂપ છે. 15મી ઓગસ્ટે ભારતના સ્વતંત્રતા દિન નિમિત્તે સરહદી જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સતર્ક હોય છે.
ત્યારે કચ્છના આવા માનવ વાસહત વગરના 21 ટાપુઓ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડયું છે. જેના પ્રમાણે પશ્ચિમ અને પૂર્વ કચ્છના કૂલ 21 નિર્જન ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કચ્છના આ 21 નિર્જન ટાપુઓમાં શેખરણપીર, ઓગતરા, સૈયદ સુલેમાન, લુણાબેટ, સુગમબેટ, સાવલપીર, સેથવારા બેટ સહીતના ટાપુઓ પર પ્રતિબંધી કરવામાં આવી છે.
જાહેરનામા મુજબ 21 નિર્જન ટાપુઓ પર અવરજવર માટે માત્ર રાજ્ય કે કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ, સરકારી કામે રોકાયેલા રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારી કે અધિકારીઓને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા - 2023ની કલમ-223 મુજબ કાર્યવાહી થશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓ બીએનપી 2023ની કલમ - 223 મુજબ ફરિયાદ નોંધી શકશે. આ જાહેરનામું 30 જુલ ાઈ, 2026થી લઆઈને 27 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમલમાં રહેશે.