અમદાવાદમાં અંધશ્રદ્ધાનો આઘાતજનક બનાવ, ભૂત ભગાડવાના નામે ભુવાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું
વિધિના બહાને ભુવાએ સગીરાને કેફી પીણું પીવડાવીને અર્ધબેભાન અવસ્થામાં તેની સાથે દુષ્કર્મ આચર્યું
અંધશ્રદ્ધા જ્યારે વિજ્ઞાન અને તથ્ય-તર્કોને કોરાણે મૂકવામાં આવે, ત્યારે સર્જાતી દુર્ઘટના છે. અમદાવાદના સોલામાં રહેતા એક પરિવારે દીકરીની બીમારી દૂર કરવા માટે ડૉક્ટર કરતા વધુ ભરોસો ભુવામમાં રાખ્યો. ભુવાએ ભૂત ભગાડવાની વિધિના નામે સગીરાની સાથે દુષ્કર્મ કર્યું.
એક વર્ષ પહેલા સગીરા બીમાર પડતા ભુવાનો સંપર્ક કરાયો હતો અને તેણે ભૂતનો વળગાડ હોવાનું કહીને વિધિ કરવાનું જણાવ્યું. જ્યારે આ ભુવો સગીરાના ઘરે વિધિ માટે આવ્યો, તો તેણે માતાપિતાને રૂમમાંથી બહાર મોકલી દીધા. પછી સગીરા સાથે દુષ્કર્મ કર્યું. ભુવાએ તેના પછી બેથી ત્રણ વાર પોતાનના ઘરે વિધિના નામે સગીરાને બોલાવીને દુષ્કર્મ કર્યું.
પીડિતાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ભુવો તેને સારી કરી દેવાના પણ દાવા કરતો હતો. અંધશ્રદ્ધામાં ફસાયેલા પરિવારને જ્યારે છેતરપિંડીનો અહેસાસ થયો તો તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી ભુવાની ધરપક઼ડ કરીને તપાસ શરૂ કરી છે.
વિગતો મુજબ, સોલા વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય સગીર દીકરી વર્ષ પહેલા બીમાર પડી હતી. પરિવારે જાણીતા ભુવા ચંદ્રકાંત પંચાલનો સંપર્ક કર્યો, તો ભુવાએ દીકરીને ભૂતનો વળગાડ હોવાથી વિધિ કરવાની વાત કરી હતી. પરિવાર તૈયાર થતાં તે તેમના ઘરે આવ્યો હતો અ્ને વિધિના બહાને માતાપિતાને રૂમમાંથી બહાર મોકલીને સગીરા સાથે એકાંતમાં રુમમાં રહ્યો. વિધિના બહાને ભુવાએ સગીરાને કેફી પીણું પીવડાવીને અર્ધબેભાન અવસ્થામાં તેની સાથે દુષ્કર્મ આચર્યું.
આ પરિવારની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી ભુવાએ સોનું મળવાની અને આર્થિક સદ્ધરતા કરી દેવાની પણ લાલચ આપી હતી. તેણે સગીરાને પોતાના ઘરે વિધિના નામે બોલાવીને પણ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને કોઈને જાણ નહીં કરવાની ધમકી પણ આપી હતી.
ચંદ્રકાંતે સગીરા સાથેનો ફોટો સોશયલ મીડિયા પર વાઈરલ કરી દીધો. સગીરાના સગાસંબંધીઓએ આની જાણ પીડિતાના માતાપિતાને કરી અને સગીરાની પૂછપરછ બાદ દુષ્કર્મની જાણકારી સામે આવી હતી.
પોલીસ મુજબ, ચંદ્રકાંત વિરુદ્ધ અગાઉ પણ ચાર જેટલા છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. વિધિના નામે અલગ-અલગ લોકો પાસેથી 56 લાખ રૂપિયા પડાવ્યા છે. પોલીસે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ મળ્યા બાદ ભુવાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.