સાણંદમાં L.J.કોલેજની ડિઝાઈનિંગ સ્ટૂડન્ટે આપઘાત કર્યો, પ્રેમીની પત્ની-બહેન સહીતના 3 પર ત્રાસ આપવાનો આરોપ
સુસાઈડ નોટ પ્રમાણે પ્રેમીની પત્ની અને બહેન સહીતના 3 સામે ત્રાસ આપવાનો આરોપ લગાવાયો હતો
સાણંદ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતી 19 વર્ષીય ઉર્વશીબહેન પરમાર નામની યુવતીએ આપઘાત કર્યો છે. એલ. જે. કોલેજમાં ડિઝાઈનિંગ વિભાગમાં ભણતી ઉર્વશીએ ઘરના ઉપરના માળના રુમમાં પંખા પર દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાદો હતો.
મૃતક યુવતીના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં ચીની નામની પ્રેમીની પત્નીને આજીવન કેદની સજા કરવાની માગણી કરવામાં આવી છે. આ સુસાઈડ નોટના આધારે પોલીસે ત્રણ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુસાઈડ નોટ પ્રમાણે પ્રેમીની પત્ની અને બહેન સહીતના 3 સામે ત્રાસ આપવાનો આરોપ લગાવાયો હતો.
સવારના સમયે જ્યારે ઉર્વશીના પિતા મોહનભાઈએ તેને કોલેજ જવા જગાડી હતી, ત્યારે તે ફ્રેશ થવા માટે મકાનના ઉપરના માળે આવેલા રુમમાં ગઈ હતી. ઘણીવાર સુધી તે નીચે ન આવતા તેના પરિવારજનોએ ઉપર જઈને જોયું તો રુમનો દરવાજો અંદરથી બંધ હતો.
બૂમાબૂમ થતાં પણ અંદરથી જવાબ ન મળતા કુટુંબીઓ બાજુમાં રહેતા સાઢુભાઈ જીગરભાઈએ બારીનો કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદર જઈને જોતાં ઉર્વશી સીલિંગ પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકેલી જણાઈ હતી.
તાત્કાલિક દુપટ્ટો કાપીને તેને નીચે આતારવામાં આવી અને 108 એમ્બ્યુલન્સ મારફતે સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.