એન્ટી પેપર લીક બિલ મોદી સરકારની નિષ્ફળતાનું સ્મારક: કૉંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ
દિલ્હીના જંતર-મંતર પરના દેખાવોની વાત કરતા તેમણે પોલીસ કાર્યવાહીની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે 20 જુલાઈએ દેખાવકારો પર લાઠી ચાલી, પેલેટ ગનનો ઉપયોગ થયો અને એક યુવતીને ગાલ પર થપ્પડ મારવામાં આવી. તેમણે એક બાળકીના ગુપ્તાંગ પર હુમલાનો આરોપ લગાવીને ગૃહ મંત્રીનો જવાબ માંગ્યો
લોકસભામાં મંગળવારે એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યુ કે આ સરકારની નિષ્ફળતાનું સ્મારક છે. તેમણે ક્હુય કે એનટીએમાં સ્વીકૃત પદો માત્ર 34 છે, તો પછી 47 લોકો પર કાર્યવાહી કેવી રીતે થઈ. તેમણે સરકાર પાસે આ 47 લોકોનું વિવરણ માંગ્યું. ગૌરવ ગોગોઈનો આરોપ છે કે એનટીએના મહાનિદેશકના હટાવવામાં આવ્યા. પરંતુ ચેરમેનને યથાવત રાખવામાં આવ્યા છે. તેમણે ચચેરમનને એક વિશેષ સંગઠન સાથે જોડતા કહ્યુ કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ લોકસેવા આયોગમાં પણ તેમનના કાર્યકાળમાં ધાંધલીના આરોપ લગાવ્યા હતા. શિક્ષણ વિભાગમાં સુધારા નહીં કરવાનું કારણ જણાવતા તેમણે કહ્યુ કે આરએસએસ માટે આ વિભાગ મહત્ત્વપૂર્ણ છે, માટે યુનિવર્સિટીઓમાં ગુણવત્તા પર ધ્યાન અપાઈ રહ્યું નથી. આ દરમિયાન ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંસ્ટાગ્રામ પર ધ્યાન આપવાનું કહેતા નિવેદનનો ઉલ્લેખ કરીને પુછયું કે બે વર્ષ પહેલા ગઠિત રાધાકૃષ્ણન સમિતિનું શું થયું. તેમણે કહ્યુ કે જો સારું કામ થયું હોત તો બે વર્ષ બાદ પેપર લીકની ઘટનાઓ કેમ થઈ। બિલને માત્ર દેખાડાનું સંશોધન વિધેયક ગણાવતા ગૌરવ ગોગોઈએ કહ્યુ છે કે ચાર્જશીટમાં નામિત 46માંથી 44ને જામીન મળી ચુક્યા છે. માસ્ટમાઈન્ડ ગણાતા સંજીવ મુખિયા 11 માસથી ફરાર રહ્યા બાદ એરેસ્ટ થયો અને હવે તેને ક્લિનચિટ મળી ગઈ છે. ગોગોઈએ અન્ય આરોપીઓ અમિતકુમાર બરુઆ અને અમિતકુમાર સિંહ સહીતના ઘણાં નામ ગણાવ્યા અને કહ્યુ કે ગત કાયદો પણ નિષ્ફળ રહ્યો અને નવા કાયદો પણ તે મનસાથી લવાઈ રહ્યો છે, જે નિષ્ફળ થશે. દિલ્હીના જંતર-મંતર પરના દેખાવોની વાત કરતા તેમણે પોલીસ કાર્યવાહીની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે 20 જુલાઈએ દેખાવકારો પર લાઠી ચાલી, પેલેટ ગનનો ઉપયોગ થયો અને એક યુવતીને ગાલ પર થપ્પડ મારવામાં આવી. તેમણે એક બાળકીના ગુપ્તાંગ પર હુમલાનો આરોપ લગાવીને ગૃહ મંત્રીનો જવાબ માંગ્યો. ગૌરવ ગોગોઈએ કહ્યુ છે કે આ બિલ એટલા માટે લાવવામાં આવ્યું કારણ કે પોલીસ આંદોલનને કચડી શકી નથી. આ દરમિયાન બિહારમાં એકે-478ના ઉપયોગનો ઉલ્લેખ કરીને સરકાર પાસે તેમણે જવાબ માંગ્યો. શિક્ષણ વ્યવસ્થા પર બોલતા તેમણે છાત્ર આપઘાતના આંકડા એક લાખથી વધારે હોવાનું જણાવીને કહ્યુ કે યુવા સડકો પર ઉતરી આવ્યા. તેમમે વસીમ બરેલવીની કવિતાની પંક્તિઓ સંભળાવતા કહ્યુ કે ડર ગાયબ હો ગયા હૈ ઔર લોકતંત્રકી તાકત દિખી હૈ. ગૌરવ ગોગોઈનો આરોપ છે કે સરકાર શિક્ષણ દ્વારા યુવાઓને પક્ષના વોટર બનાવવા પર વધુ ધ્યાન આપી રહી છે, ન કે પડકારો માટે તેમને તૈયાર કરવા પર.