BRICS સમિટમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, 7 વર્ષ બાદ ભારતના બન્યા મહેમાન
ભારત સાથે સંબંધ મજબૂત બનાવવાના ચીનના સંકલ્પ પર ભાર મૂકતા તેમના રાજદૂત જૂ ફેઈહોંગે કહ્યુ છે કે ચીન બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તરફથી નક્કી કરવામાં આવેલા ફ્રેમ વર્કનું પાલન કરવા માંગે છે
નવી દિલ્હીમાં આયોજીત બ્રિક્સ સમિટ 2026માં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પહોંચી ગયા છે. જિનપિંગનું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પહોંચ્યું છે. એરપોર્ટ પર જિનપિંગ માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી છે.
જિનપિંગનું સ્વાગત વાણિજ્ય અને ઉદ્યોગ, ઈલેક્ટ્રોનિકસ અને સૂચના તકનીકી રાજ્યમંત્રી જિતિન પ્રસાદે કર્યું છે. જિનપિુંગ, બ્રિક્સ સમિટથી અલગ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે, જેમાં ઘણાં મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત થવાની સંભાવના છે.
મહત્ત્વપૂર્ણ છે કે 7 વર્ષ બાદ જિનપિંગ પહેલી વખત ભારતના મહેમાન બન્યા છે. ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જિનપિંગનું સ્વાગત કરશે. ગલવાન ઘાટીના ઘર્ષણ બાદ આ પહેલો પ્રસંગ છે કે જ્યારે જિનપિંગ ભારતના પ્રવાસે આવ્યા છે. આજે સાંજે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે.
જિનપિંગની સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય મુલાકાત પર સૌની નજર ટકેલી છે. ગલવાન ઘર્ષણ બાદ આ તેમની પહેલી ભારત મુલાકાત છે. જો કે વિદેશમાં બંને નેતાઓની ત્રણવાર મુલાકાતો થઈ ચુકી છે. પરંતુ ખાસ વાત એ છે કે જિનપિંગ હવે દિલ્હી આવ્યા છે. આના પહેલા જિનપિંગ ઓક્ટોબર, 2019માં ભારતની મુલાકાતે આવ્યા હતા.
ભારત સાથે સંબંધ મજબૂત બનાવવાના ચીનના સંકલ્પ પર ભાર મૂકતા તેમના રાજદૂત જૂ ફેઈહોંગે કહ્યુ છે કે ચીન બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તરફથી નક્કી કરવામાં આવેલા ફ્રેમ વર્કનું પાલન કરવા માંગે છે.
ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે કહ્યુ છે કે ચીન બંને નેતાઓના રણનીતિક માર્ગદર્શન પર અમલ કરવા, દ્વિપક્ષીય સંબંધોને સ્ટ્રેટજીક અને દીર્ઘકાલિક દ્રષ્ટિકોણથી જોવા, વાતચીત વધારવા, સહયોગ મજબૂત કરવા, મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા અને સારા પાડોશી તથા એકબીજાની સફળતામાં મદદગાર ભાગીદાર તરીકે દોસ્તી નિભાવવા માટે ભારત સાથે મળીને કામ કરશે.
BRICS, ઝડપથી ઉભરી રહેલી મુખ્ય ઈકોનોમીઓની વચ્ચે ઈકોનોમિક પોલિસીમાં તાલમેલ બેસાડવા માટે એક મહત્ત્વપૂર્ણ મંચ તરીકે ઉભર્યું છે. આ એક મુખ્ય મંચ છે, જ્યાં આ દેશ ગ્લોબલ ગવર્નન્સ પર એક સંયુક્ત વલણ નક્કી કરે છે. સતત વાતચીતના માધ્યમથી આ મલ્ટીલેટરલ સંસ્થાઓમાં ગ્લોબલ સાઉથ હિતોને આગળ વધારવાનું એક માધ્યમ બની ગયા છે. જિનપિંગના ભારત આવ્યા તે દરમિયાન એક સારી ખબર આવી છે, કારણ કે ચાઈના સધર્ન એરલાઈન્સે ગ્વાંગઝૂ અને દિલ્હી વચ્ચે ફ્લાઈટ્સ શરૂ કરવાની ઘોષણા કરી છે. આ સેવા 6 વર્ષ બાદ શરુ થશે.