અમદાવાદ રામોલ ફટાકડાં ફેક્ટ્રી બ્લાસ્ટની SIT કરશે તપાસ, અન્ય 4 ફેક્ટ્રીઓ સીલ!
દુર્ઘટનાની તપાસ કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે સ્પશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. તેની સાથે પ્રશાસને ઘોડાં ભાગ્યા પછી તબેલાને તાળાં જેવો ઘાટ કરતા આસપાસની અન્ય ચાર ફટાકડાં ફેક્ટ્રીઓની સામે કાર્યવાહી કરીને તેને સીલ કરી છે. જો કે ગેરકાયદેસર ફટાકડાં ફેક્ટ્રી સામે પહેલા પ્રશાસને કાર્યવાહી કરી હોત, તો 10 જિંદગીઓ બચી શકી હોત.
અમદાવાદના રામોલ વિસ્તારના મહેમૂદાપુરા ખાતે ગેરકાયદેસર રીતે ફટાકડાં ઉત્પાદન કરનારી ફેક્ટ્રીમાં શનિવારે ભીષણ આગ અને બ્લાસ્ટની દુર્ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે ગેરકાયદેસર ફટાકડાં ફેક્ટ્રીના માલિક સહીત 3ની ધરપકડ પણ કરવામાં આવી છે. આ દુર્ઘટનાની તપાસ કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે સ્પશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. તેની સાથે પ્રશાસને ઘોડાં ભાગ્યા પછી તબેલાને તાળાં જેવો ઘાટ કરતા આસપાસની અન્ય ચાર ફટાકડાં ફેક્ટ્રીઓની સામે કાર્યવાહી કરીને તેને સીલ કરી છે. જો કે ગેરકાયદેસર ફટાકડાં ફેક્ટ્રી સામે પહેલા પ્રશાસને કાર્યવાહી કરી હોત, તો 10 જિંદગીઓ બચી શકી હોત.
ગેરકાયદેસર ફટાકડાં ફેક્ટ્રીમાં આગ અને બ્લાસ્ટની દુર્ઘટના માટે રચાયેલી SIT માં રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ વી. ડી. મોરી, એસ ડિવિઝિનના એસીપી યુવરાજસિંહ ગોહિલ અને ઝોન-8ના ડીસીપી મયૂર પાટિલ સામેલ કરાયા છે. આ આખી તપાસનું સુપરવિઝન સેક્ટર-2ના જેસીપી જયપાલસિંહ રાઠોડ દ્વારા કરાશે.
SIT માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી, કલેક્ટર કચેરી અથવા ઈલેક્ટ્રિકલ વિભાગના કોઈપણ અધિકારીને સદસ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા નથી. આ વિભાગોને માત્ર જરૂરી માહિતી પુરી પાડવા અને સંકલનમાં રહેવાના નિર્દેશ અપાયા છે.
SIT દુર્ઘટના પાછળના કારણો, ગેરકાયદેસર ફેક્ટ્રી ચલાવવા માટેના જવાબદાર વ્યક્તિઓ અને સંબંધિત વિભાગોની બેદરકારી સહીતના તમામ પાસાઓની તપાસ કરશે.

4 ફટાકડાં ફેક્ટ્રીઓ સામે કાર્યવાહી
રામોલ અને આસપાસના વિસ્તારમાં ચાલતી અન્ય ચાર ફટાકડાં ફેક્ટ્રીઓને પ્રશાસને સીલ કરી છે. જેમાં વસ્ત્રાલમાં કાંતિભાઈ ચીનીલાલ શ્રીમાળી, રામોલમાં મોહસિનખાન સિદ્દીકખાન પઠાણ, નારોલમાં જીશાનુદ્દીન ઝહીરુદ્દીન સૈયદની ફેક્ટ્રી અને કમરુદ્દીન બદરૂદ્દીન સૈયદની કિંગ ફાયર વર્ક્સ સામેલ છે.
પ્રાથમિક તપાસ મુજબ, જરૂરી સ્ટ્રક્ચરલ સુવિધા વગર ફટાકડાંનું ઉત્પાદન થઈ રહ્યાનું એક ફેક્ટરીમાં સામે આવ્યું હતું. અન્ય કેટલીક ફેક્ટ્રીઓ પાસેના એક્સ્પોલિઝવ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી. આ કારણોસર સંબંધિત ફેક્ટ્રીઓને સીલ મારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.