બિહારમાં વધુ એક પુલ દુર્ઘટના, ભારતમાલા યોજનાની બુદ્ધ સર્કિટ પર બ્રિજનું માળખું પડતાં 7 ઘાયલ
તેજસ્વી યાદવે કહ્યુ છે કે ઊતરતી નિર્માણ સામગ્રી, ખરાબ ગુણવત્તા, માપદંડોની અણદેખી તપાસમાં અનિયમિતતા અને એનડીએ નેતાઓના ભ્રષ્ટાચારી કિરદાર જ સતત પડી રહેલા પુલોનું મુખ્ય કારણ છે. આશા પ્રમાણે ભ્રષ્ટ એનડીએ સરકાર પછી પોતાના ભ્રષ્ટાચારનો ઢાંકપિછોડો કરે છે
બિહારમાં વધુ એક પુલ દુર્ઘટના થઈ છે. વૈશાલી જિલ્લાના લાલગંજમાં જલાલપુર ગામમાં નિર્માણાધીન પુલનું સ્ટ્રક્ચર ગુરુવારે અચાનક પડી ગયું. દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થયા. તમામ ઘાયલ મજૂરો હોવાનું જણાવાય રહ્યું છે.
આ દુર્ઘટના ભારતમાલા યોજના હેઠળ સોનપુરથી કેસરિયા વચ્ચે બનેલા સિક્સ લેન બુદ્ધ સર્કિટ હાઈવે પર થયો છે. ઘાયલ મજૂરોને રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાંથી ગંભીર સ્થિતિમાં બે દર્દીઓને હાજીપુર રિફર કરવામાં આવ્યો છે. દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
વૈશાલી જિલ્લા પ્રશાસને નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે ગુરુવારે નિર્માણાધીન પુલના લોન્ચરના વિસ્થાપિત કરતી વખતે આ દુર્ઘટના થઈ. ઘટનાના કારણોની તપાસ સંબંધિત અધિકારીઓ દ્વારા થઈ રહી છે. તપાસના આધારે આવશ્યક કાર્યવાહી કરવામાં આવશે. પ્રશાસનને ક્હયું છે કે નિર્માણ કાર્યમાં સુરક્ષા માપદંડોનું પાલન કરવું અને મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એજન્સીને જરૂરી નિર્દેશ અપાઈ રહ્યા છે.
પુલનું સ્ટ્રક્ચર પડવાને કારણે બૂમરાણ અને દોડધામ મચી હતી. જાણકારી મળતા લાલગંજ પ્રખંડ અને વૈશાલી જિલ્લાના અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. ઘટનાસ્થળે પરિસ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરાવ્યું અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
ઘાયલોમાં પાંચ મજૂરો બિહારના છે, જ્યારે એક-એક પંજાબ અને ઓડિશાના છે. ઘાયલોની ઓળખ બેગૂસરાય નિવાસી રંજન કુમાર, પટના નિવાસી રામભરોસે સાહ, પાતેપુર - વૈશાલી નિવાસી અઅલી ઈમામ, પટના નિવાસી પ્રમોદ ચૌધરી, મુઝફ્ફરપુર નિવાસી સંદીપ કુમાર, પંજાબ નિવાસી ગુલશન અને ઓડિશા નિવાસી સંજીવ કુમાર તરીકે થઈ છે. રામ ભરોસે સાહ અને પ્રમોદ ચૌધરીની હાલત ગંભીર હોવાને કારણે તેમને હાજીપુર રિફર કરવામાં આવ્યા છે. અન્ય ઘાયલોને લાલગંજ હોસ્પિટલમાં સારવાર અપાય રહી છે.
વૈશાલીના ડીએમ વર્ષા સિંહે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની જાણકારી મેળવી છે. તેના પછી હાજીપુર સદર હોસ્પિટલ પહોંચીને તેમણે ચિકિત્સકોને યોગ્ય ઈલાજના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યુ છે કે તપાસ બાદ કાર્યવાહી કરાશે.
બિહારના વિરોધ પક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળના કાર્યકારી અધ્યક્ષ તેજસ્વી યાદવે પુલ દુર્ઘટના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેજસ્વી યાદવે કહ્યુ છે કે ઊતરતી નિર્માણ સામગ્રી, ખરાબ ગુણવત્તા, માપદંડોની અણદેખી તપાસમાં અનિયમિતતા અને એનડીએ નેતાઓના ભ્રષ્ટાચારી કિરદાર જ સતત પડી રહેલા પુલોનું મુખ્ય કારણ છે. આશા પ્રમાણે ભ્રષ્ટ એનડીએ સરકાર પછી પોતાના ભ્રષ્ટાચારનો ઢાંકપિછોડો કરે છે.