પેપર લીકના હંગામા વચ્ચે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર TET પેપર લીકનો મુખ્ય આરોપી ઝડપાયો
મહારાષ્ટ્રમાં ગત મહીને પરીક્ષા પહેલા શિક્ષક પાત્રતા પરીક્ષા (TET)નું પેપર લીક થઈ ગયું હતું. આ પેપર લીક કાંડનો કથિત મુખ્ય આરોપી વિજેન્દ્ર ગુપ્તા બિહારથી ઝડપાયો છે. તેને પોલીસ પુણે લઈને આવી રહી છે.
દિલ્હીમાં જંતર-મંતર સહીત ઘણાં સ્થાનો પર પેપર લીકની વિરુદ્ધ આકરું પ્રદર્શન થઈ રહ્યું છે. આ દરમિયાન પેપર લીક વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ છે.
મહારાષ્ટ્ર ટેટ પેપેર લીક કાંડના કથિત માસ્ટરમાઈન્ડ વિજેન્દ્ર ગુપ્તાને બિહારથી એરેસ્ટ કરવામાં આવ્યો છે. ધરપકડ બાદ ભિવંડી પોલીસ વિજેન્દ્ર ગુપ્તાને પુણે એરપોર્ટ લઈ આવી. આશા છે કે આગળની તપાસ અને કાયદાકીય કાર્યવાહી માટે તેને ભિવંડી લાવવામાં આવશે. ભિવંડી પહોંચ્યા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કારણ કે ઘણાં રાજ્યોમાં ફેલાયેલા પરીક્ષા પેપર લીક રેકેડની તપાસ હજી ચાલુ છે.
28 જૂને આયોજીત થનારી ટેટ 2026નું પ્રશ્નપત્ર પરીક્ષાના 24 કલાક પહેલા કથિતપણે લીક થવાનો મામલો સામે આવ્યો હતો. વિજેન્દ્ર ગુપ્ત મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાનો વતની છે. જો કે તે ઘણાં સમયથી પોતાના ઘરે ન હતો.
1.5 કરોડમાં પેપર વેચવાનું ષડયંત્ર
ઉલ્લેખનીય છે કે 28 જૂને મહારાષ્ટ્રમાં ટેટની પરીક્ષા થવાની હતી. પરીક્ષાના એખ દિવસ પહેલા જ તેનું પેપર લીક થઈ ગયું હતું. તપાસ દરમિયાન ભિવંડીમાં પોલીસે 1.5 કરોડ રૂપિયામાં પ્રશ્નપત્ર વેચવાની સાજિશનો ભંડાફોડ કર્યો હતો. આમા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીઓ પાસેથી ચાર પ્રશ્નપત્ર સેટ જપ્ત થયા હતા.
તપાસ એજન્સીઓનું માનવું છે કે વિજેન્દ્ર ગુપ્તાની પૂછપરછ દરમિયાન પેપર લીક નેટવર્ક, તેમાં સામેલ અન્ય આરોપીઓ, આર્થિક લેણદેણ અને આખી સાજિશ સાથે જોડાયેલા મહત્ત્વના ખુલાસા થવાની સંભાવના છે.
ઘણાં રાજ્યોમાં શોધખોળ
પોલીસ મુજબ, વિજેન્દ્ર ગુપ્તા ઘણાં મહિનાઓથી ધરપકડથી બચવા માટે છૂપાતો ફરતો હતો. તેની શોધખોળ બિહાર સહીત ઘણાં રાજ્યોમાં કરવામાં આવી હતી. હવે તેની ધરપકડ બાદ મામલાની તપાસમાં નવી દિશા મળવાની સંભાવના છે અને પેપર લીક રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનું સરળ થઈ શકે છે.
વિજેન્દ્ર ગુપ્તાની પત્ની સહીત ઘણાં આરોપીઓની પહેલા જ ધરપકડ
તપાસ એજન્સીઓ મુજબ, આ મામલામાં આન પહેલા વિજેન્દ્ર ગુપ્તા સહીત ઘણાં અન્ય આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. જો કે મુખ્ય આરોપી સતત પોલીસને થાપ આપીને ફરાર હતો. હવે તેની ધરપકડ બાદ તપાસ વધુ વ્યાપક થવાની સંભાવના છે.
ઘણાં પેપરલીકમાં વિજેન્દ્રનું આવી ચુક્યું છે નામ
વિજેન્દ્ર ગુપ્તાનું નામ આના પહેલા પણ દેશના ઘણાં ચર્ચિત પેપર લીક કાંડમાં આવી ચુક્યું છે. 2024માં નીટ પેપર લીક વિવાદ દરમિયાન એક મીડિયા સ્ટિંગ ઓપરેશનમાં તેણે કથિતપણે પેપર લીક સિન્ડિકેટના કામ કરવાની પદ્ધતિ અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી - એનટીએની સુરક્ષા વ્યવસ્થામાં સંભવિત કમજોરીને લઈને ઘણાં દાવા કરાયા હતા. જો કે આ દાવાઓથી અલગ તપાસ કરાઈ રહી હતી અને તેમનો આખરી નિષ્કર્ષ સંબંધિત એજન્સીઓના અધિકાર ક્ષેત્રમાં રહ્યો.
પૂછપરછથી ગેંગનું સત્ય સામે આવશે
ભિવંડી પોલીસનું કહેવું છે કે આરોપીની પૂછપરછના આધારે આ મામલામાં સામેલ અન્ય શકમંદોની ઓળખ કરીને તેમની વિરુદ્ધ પણ જલ્દી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. પોલીસને આશા છે કે આ ધરપકડથી મહારાષ્ટ્ર ટીઈટી પેપર લીક મામલાની ઘણી બાબતોનો ખુલાસા થશે અને આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે.