5 કરોડમાં Rape કેસ ડીલ! પંજાબના સીએમ ભગવંત માન પર ભાજપનો ગંભીર આરોપ
કથિતપણે નાણાંની લેણ-દેણ સંદર્ભે વિસ્તારપૂર્વક જણાવતા પ્રદીપ ભંડારીએ કહ્યુ કે અમે તમારા માટે જે ઓડિયો રેકોર્ડિંગ ચલાવવા જઈ રહ્યા છીએ અને જે પુરાવા અમારી સામે આવ્યા છે, તે એ વાતનો ઈશારો કરે છે કે પંજાબમાં ભગવંત માન બળજબરીથી ખંડણી અને ભ્રષ્ટાચારનું એક નવું રેકેટ ચલાવી રહ્યા છે
ગુરુવારે ભાજપે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને તેમની પત્ની વચેટિયા દ્વારા એક રેકેટ ચલાવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ ગંભીર આરોપમાં 5 કરોડ રૂપિયાના બદલામાં બળાત્કારના મામલાને ઉકેલાય રહ્યા હતા. ભાજપે આ આરોપ ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લૂએન્સર ગુરુવિંદરસિંહ ચહલ સાથે જોડાયેલા એક મામલા સાથે સંબંધિત છે. તેને એક મહિલાના અપહરણ અને બળાત્કારના આરોપમાં એરેસ્ટ કરવાના માત્ર બે માસ બાદ જ મુક્ત કરી દેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ ઓડિયો રેકોર્ડિંગ અને દસ્તાવેજ રજૂ કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ગંભીર ગુનાહિત તપાસને સમાપ્ત કરવા માટે ઉચ્ચ સ્તર પર હસ્તક્ષેપનો સોદો કરાઈ રહ્યો હતો.
તેમણે કહ્યુ કે આજે અમે તમારી સામે જે બે મુદ્દા મૂકી રહ્યા છે, તે દેશના સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા છે. જો તમે અહીં આ તસ્વીરને જોશો, તો તમને ત્રણ લોકોની તસ્વીર દેખાશે એક પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, બીજા છે પંજાબના સુપર સીએમ અરવિંદ કેજરીવાલ અને ત્રીજી વ્યક્તિ પંજાબના મુખ્યમંત્રીના પત્ની.
ભાજપનો આગળ દાવો છે કે ન્યાય વ્યવસ્થામાં હેરફેર કરવા માટે વચેટિયા દ્વારા ગેરકાયદેસર નાણાંકીય લેવડ-દેવડ કરાઈ રહી હતી. કથિતપણે નાણાંની લેણ-દેણ સંદર્ભે વિસ્તારપૂર્વક જણાવતા પ્રદીપ ભંડારીએ કહ્યુ કે અમે તમારા માટે જે ઓડિયો રેકોર્ડિંગ ચલાવવા જઈ રહ્યા છીએ અને જે પુરાવા અમારી સામે આવ્યા છે, તે એ વાતનો ઈશારો કરે છે કે પંજાબમાં ભગવંત માન બળજબરીથી ખંડણી અને ભ્રષ્ટાચારનું એક નવું રેકેટ ચલાવી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર રેકેટ હેઠળ તેમના પર અને તેમની પત્ની પર વચેટિયાઓના માધ્યમથી મામલો સમાપ્ત કરવા માટે કે જેમાં રેપના સાચા મામલા પણ સામેલ છે- પ્રતિ વ્યક્તિ પાંચ કરોડ રૂપિયા સુધીની લાંચ લેવાનો આરોપ છે.
આના પહેલા આજે, પાર્ટી અધ્યક્ષ સુખબીર સિંહ બાદલના નેતૃત્વમાં શિરોમણિ અકાલી દળના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ચંદીગઢના લોકભવનમાં પંજાબના રાજ્યપાલ ગુલાબસિંહ કટારિયા સાથે મુલાકાત કરી. તેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાં કથિત ભ્રષ્ટાચાર અને રેપના આરોપીને બચાવવાની કથિત કોશિશની ઉચ્ચસ્તરીય સીબીઆઈ તપાસની માગણી કરી છે.