રાહુલ ગાંધી, શું પત્રકાર અણગમતો સવાલ પુછે તો બીજેપીનો થઈ જાય?
હવે જ્યારે પોલીસ પરિવારો પણ ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે, ત્યારે પોતાની પોલિટિકલ ફ્લેવરને ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કરવો કેટલો યોગ્ય છે. રાહુલ ગાંધીએ દેખાવકારોને કારણે ઘાયલ થયેલા પોલીસકર્મીઓના પરિવારોની ખબરઅંતર પણ લેવી જોઈએ કે નહીં?
સંસદ પરિસરમાં શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો વિચિત્ર વ્યવહાર જોવા મળ્યો. એક પત્રકારે રાહુલ ગાંધીને દિલ્હી પોલીસકર્મીઓના પરિવારજનોની પ્રેસ કોન્ફરન્સને લઈને સવાલ કર્યો રહતો.
હવે આ સવાલ સ્વાભાવિકપણે રાહુલ ગાંધીની પોલિટિકલ ફ્લેવરનો ન હતો. પણ પત્રકારોનું તો કામ છે, કે અણગમતા સવાલો પુછવા. આમ તો ભાજપ અને ભાજપના નેતાઓને રાહુલ ગાંધી પત્રકારો સાથે ઘમંડી વલણ અખત્યાર કરવાના ભૂતકાળમાં આરોપો લગાવી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકપણ પ્રેસ કોન્ફરન્સ નહીં કરી હોવાની વાતો કરે છે. પણ રાહુલ ગાંધીએ પોતાના વલણને પણ આઈનામાં જોવાની અને આત્મમંથન કરવાની જરૂર છે.
જેવો મીડિયાકર્મીએ સંસદ પરિસરમાં ઉપરોક્સ સવાલ કર્યો કે રાહુલ ગાંધીએ વળતો સવાલ કર્યો કે શું તમે ભાજપના છો?
મહત્ત્વપૂર્ણ છે કે જે પોલીસકર્મીઓના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં એવા લોકો પણ સામેલ છે, જેમના પતિ અથવા પિતા કોકરોચ જનતા પાર્ટીના ટેકામાં આવેલા છાત્રોના દેખાવોમાં ઘાયલ થયા છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં એક ઘાયલ પોલીસ અધિકારીની પુત્રીએ કહ્યુ હતુ કે તેમના પિતા દિલ્હી પોલીસમાં પીએસઆઈ છે. દેખાવ દરમિયાન તે મુખ્ય બેરિકેડ પર તેનાત હતી. તેમણે કહ્યું કે તેમના પિતા મોટાભાગે જણાવતા હતા કે આ દેખાવ હવે માત્ર છાત્રો સુધી મર્યાદીત રહ્યું નથી, પરંતુ તેમાં કેટલાક અસામાજિક તત્વો પણ સામેલ થઈ ગયા હતા.
પોલીસકર્મીની પુત્રીએ કહ્યું કે 25 જુલાઈએ જંતર-મંતર પાસે હિંસક ભીડે તેમના પિતાને ઘસડયા અને તેમનો જીવ લેવાની કોશિશ કરી. આ હુમલા બાદ તેમને રામમનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેઓ ચાર કલાક બેભાન રહ્યા. પુત્રીએ કહ્યું કે મોડી રાત્રે જ્યારે તેમના પિતા ઘરે પાછા ફર્યા તો તેમની વર્દી લોહીથી લથપથ હતી.
આ પોલીસકર્મીની પુત્રીએ કહ્યું કે પપ્પાને આી રીતે જોવા અમારા માટે દર્દનાક હતું. જ્યારે તેમને પુછવામાં આવ્યું, તો તેમણે કહ્યુ કે કોઈ વાંધો નથી બેટા, ડ્યૂટી દરમિયાન આવું તો થતું રહે છે. તેમણે કહ્યુ કે પપ્પાના માથામાં ચાર ટાંકા આવ્યા હતા. આ કોઈ નાની-મોટી ઈજા ન હીત. પછી જ્યારે તેમણે સોશયલ મીડિયા ખોલ્યું તો ખબર પડી કે તેમના પિતાને ક્રિમિનલ ગણાવાય રહ્યા હતા. જે લોકોએ હુમલો કર્યો તે લોકો જ સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા હોવાનું બીજા દિવસે તેમને ખબર પડી.
પોલીસકર્મીની પુત્રીએ કહ્યું કે મને લાગે છે કે મારે પણ જવું જોઈએ. મારા પપ્પા અને અન્ય પોલીસકર્મીઓને જસ્ટિસ અપાવવા માટે. મને બાકીના પોલીસ પરિવારોનો પણ સાથ મળ્યો.
એક એએસઆઈની પત્નીએ પોતાના પતિ સાથેની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તેમના પતિ ગત 33 વર્ષોતી દિલ્હી પોલીસમાં સેવારત છે. 20 જુલાઈએ તે ડ્યૂટી માટે જંતર-મંતર ગયાહતા. સવારે લગભગ 11 વાગ્યે તેમણે ફોન પર જણાવ્યું હતું કે ત્યાં મોટી ભીડ છે અને દેખાવકારો સંસદ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યુ કે તે સાંજે તેમને ખબર પડી કે તેમના પતિને ઈલાજ માટે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમના પ્રમાણે, પતિએ જણાવ્યુ કે દેખાવ દરમિયાન કેટલાક શરારતી તત્વોએ પોલીસકર્મીઓ પર કુંડા, પથ્થર, ચંપલ અને જોડાં ફેંક્યા હતા. તેની સાતે જ સંસદની સુરક્ષા માટે લગાવવામાં આવેલા બેરિકેડ તોડી નાખવામાં આવ્યા હતા.
હવે જ્યારે પોલીસ પરિવારો પણ ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે, ત્યારે પોતાની પોલિટિકલ ફ્લેવરને ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કરવો કેટલો યોગ્ય છે. રાહુલ ગાંધીએ દેખાવકારોને કારણે ઘાયલ થયેલા પોલીસકર્મીઓના પરિવારોની ખબરઅંતર પણ લેવી જોઈએ કે નહીં?