યુપીના કાનપુરમાં ટ્રેનિંગ વિમાન ક્રેશ, બંને પાયલટના મોત
દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિકો અને પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે.
ઉત્તરપ્રદેશના કાનપુરના ગંગા બેરેજ પાસે એક ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં બંને પાયલટના મોત નીપજ્યા છે.
જાણકારી મુજબ, આ દુર્ઘટના ગંગા બેરાજ પાસેના નત્થાપુરવા ગામમાં થઈ છે. ટ્વિન એન્જિન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થઈને એક ખેતરમાં પ્લેનના પડવાને કારણે વિસ્તારમાં હડકંપ મચ્યો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામીણો એકઠા થયા હતા. લોકોમાં અફરાતફરી મચી હતી.
જાણકારી છે કે આ પ્લેન એક ખાનગી કંપનીનું હતું. તેનો ઉપયોગ ટ્રેનિંગ માટે થતો હતો. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિકો અને પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે.