E20 પેટ્રોલ પર દિલ્હીમાં મહાભારત, 4 દિવસમાં 3 મોટા પ્રદર્શનો થશે
સરકારની આ નીતિની વિરુદ્ધ વાહનમાલિકોની મુખ્ય ફરિયાદ છે કે આનાથી જૂની ગાડીઓની માઈલેજ ઘટી રહી છે અને એન્જિનમાં ખરાબી આવી રહી છે
ભારતમાં અનિવાર્ય E20 પેટ્રોલ નીતિની વિરુદ્ધ વિરોધ હવે એક મોટું જનાંદોલનનું રૂપ લઈ રહ્યું છે. આગામી ચાર દિવસોમાં એટલે કે 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન દિલ્હીમાં ત્રણ મોટા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં સામાજિક કાર્યકર્તા, રાજકીય પક્ષો અને ટ્રાન્સપોર્ટ યૂનિયન્સ સામેલ છે.
સરકારની આ નીતિની વિરુદ્ધ વાહનમાલિકોની મુખ્ય ફરિયાદ છે કે આનાથી જૂની ગાડીઓની માઈલેજ ઘટી રહી છે અને એન્જિનમાં ખરાબી આવી રહી છે.
31 જુલાઈએ તહસીન પૂનાવાલાનો ગાડી માર્ચ-ગાંધી માર્ચ
રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલા અને નાગરિક સમૂહ ટીમ ભારતે 31 જુલાઈને દિલ્હીમાં એક શાંતિપૂર્ણ રેલીનું એલાન કરવામાં આવ્યું છે. આ ગાડી માર્ચ ઈન્ડિયા ગેટથી શરૂ થઈને સંસદ માર્ગ પર જશે અને તે દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હરદીપસિંહ પુરીના આવાસો તથા કાર્યાલયો પાસેથી પસાર થશે.
ટીમ ભારતની માગણી છે કે E0 એટલે કે ઈથેનોલ મુક્ત પેટ્રોલની કિંમત ઓછી કરવામાં આવે, E20 પેટ્રોલ પર ગ્રાહકોને 20 ટકાની છૂટ આપવામાં આવે અને E20 અનુકૂળ નથી તેવી જૂની ગાડીઓ માટે કોઈ રસ્તો કાઢવામાં આવે. તેઓ આ નીતિમાં હિતોના ટકરાવના આરોપો પર જવાબ પણ માંગી રહ્યા છે.

1 ઓગસ્ટે કેજરીવાલની નેશનલ ટાઉનહૉલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે E20 પેટ્રોલની વિરુદ્ધ 1 ઓગસ્ટે નવી દિલ્હીની કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં એક નેશનલ ટાઉનહોલના આયોજનની ઘોષણા કરી છે.
આ મંચ પર વિશેષજ્ઞ, સામાન્ય લોકો અને વાહનમાલિકો એકઠા થશે, કે જેમને E20 ઈંધણને કારણે નુકશાન ઉઠાવવું પડયું છે. આનો ઉદેશ્ય કેન્દ્ર સકરાર પર E20 પેટ્રોલને પાછુ લેવા અથવા તેને વૈકલ્પિક બનાવવાનું દબાણ બનાવવાનો છે.
કેજરીવાલે કહ્યુ છે કે E20 પેટ્રોલને વૈકલ્પિક બનાવવાની તેમની ઓનલાઈન અજી પર હવે લગભગ 2 લાખ લોકો હસ્તાક્ષર કરી ચુક્યા છે. આ બેઠક બાદ તેઓ આ અરજી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને જશે. તેમણે એમ પ કહ્યુ છે કે 2023થી પહેલા બનેલા વાહનોમાં E20ના ઉપયોગથી નાણાંકીય બોજો વધ્યો છે અને એન્જિન ઝડપથી ખરાબ થઈ રહ્યા છે.
4 ઓગસ્ટે દિલ્હી ટ્રાન્સપોર્ટ સેક્ટરનો સંસદ માર્ચ
દિલ્હીના પરિવહન ક્ષેત્રે પણ આ મુદ્દા પર મોરચો ખોલ્યો છે. દિલ્હી ટેક્સી એન્ડ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિએશન સહીત ઘણાં અન્ય યૂનિયનોએ 4 ઓગસ્ટે સંસદ સુધી વિરોધ માર્ચ કાઢવાની હાકલ કરી છે.
એસોસિએશનના અધ્યક્ષ સંજય સમ્રાટ પ્રમાણે, દેશભરમાંથી વાહનમાલિકોની ફરિયાદો આવી રહી છે કે E20 પેટ્રોલથી ફ્યૂલ એફિશિયન્સી ઘટી ગઈ છે અને મેન્ટેનન્સનો ખર્ચ વધી ગોય છે. 2015થી પહેલા બનેલી ઘણી ગાડીઓ 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ માટે ડિઝાઈન જ કરવામાં આવી નથી.
ટ્રાન્સપોર્ટર્સની માગણી છે કે E20 નીતિની એક સ્વતંત્ર વૈજ્ઞાનિક સમીક્ષા કરવામાં આવે, જેમાં વાહનમાલિકો અને તકનીકી વિશેષજ્ઞોને સામેલ કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ સંપૂર્ણપણે બિનરાજકીય પ્રદર્શન છે અને તેમની એકમાત્ર માગણી એ છે કે ગ્રાહકોને પેટ્રોલ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે.
આખા દેશમાં 90 હજારથી વધારે પેટ્રોલ પંપો પર હવે માત્ર E20 પેટ્રોલ જ ઉપલબ્ધ છે. જેના કારણે જનતા પાસે કોઈ અન્ય વિકલ્પ બચ્યો નથી. સોશયલ મીડિયા પર E20 જનતા પા્ટી જેવા અભિયાનો પણ જોર પકડી રહ્યા છે, જે સરકારની ઈથેનોલ બ્લેન્ડિંગ નીતિ અને ઓટોમોબાઈલ સેક્ટર પર તેના પ્રભાવ પર પ્રશ્નાર્થો ઉભા કરે છે.