પતિના પરફેક્ટ મર્ડર માટે પત્નીએ 1 વર્ષ કર્યું રિસર્ચ!, સાપથી ડંસ અપાવ્યો
મેરઠમાં એક મહિલાએ ડ્રાઈવરના પ્રેમમાં પાગલ બનીને પતિને દૂધમાં ઉંઘની ગોળીઓ ખવડાવી, પછી ઝેરી સાપથી ડંસ અપાવડાવીને મોતને ઘાટ ઉતારી દીધો. મહિલા ગત 1 વર્ષથી દેશભરમાં પતિઓની હત્યાની જુદીજુદી ઘટનાઓ પર નજર રાખી રહી હતી.
મેરઠ : ઉત્તરપ્રદેશના મેરઠથી એક દિલ દહેલાવનારી પતિની પત્ની દ્વારા કરાયેલી હત્યાનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ ડ્રાઈવરના ઈશ્કમાં અંધ બનીને પતિને દૂધમાં ઉંઘની ગોલીઓ ખવડાવી અને ઝેરી સાપ દ્વારા ડંસ અપાવીને મોતને ઘાટ ઉતારી દીધો છે. મહિલા ગત લગભગ 1 વર્ષથી દેશભમાં પતિઓની હત્યાની ઘટનાઓ પર નજર રાખી રહી હતી. ઈન્ટરનેટ પર પરફેક્ટ મર્ડરને લઈને જાણકારી પણ મેળવી રહી હતી.
તેની સાથે જ એ પણ જોઈ રહી હતી કે જૂના કેસમાં કેવી રીતે પોલીસે આરોપીઓને ઝડપ્યા હતા. તેવામાં મેરઠના સાપ દ્વારા ડંસ અપાવીને પતિને મોતને ઘાટ ઉતારવાનો કાંડ દામિની આસાન લાગ્યો. જો કે આ વખતે દામિની અને તેના સાથી તુષારે જૂના કેસની ભૂલનું પુનરાવર્તન કર્યું નહીં.

દામિનીએ અતુલ સાથે 2019માં પ્રેમલગ્ન કર્યા હતા અને બંને કેટલાક સમય સુધી ખુશીથી સાથે રહ્યા. દામિનીએ ખુલાસો કર્યો કે લગ્નના 2 વર્ષ બાદ અતુલ મારપીટ કરવા લાગ્યો અને અત્યાચાર કરવા લાગ્યો. અતુલની હરકતોથી તે પરેશાન થઈ ગઈ હતી. લગભગ એક વર્ષ પહેલા તુષાર સાથે તેને પ્રેમ થઈ ગયો. તેના પછી અતુલને માર્ગમાંથી હટાવવા માટેની રીત શોધવા લાગી હતી.
દામિનીએ દેશભરમાં પતિઓની હત્યાના ચર્ચિત તમામ મામલાઓને ધ્યાનપૂર્વક ઈન્ટરનેટ પર વાંચવાનું શરૂ કર્યું હતું. તે પ્રકારની ઘટનાઓ પર સતત તે નજર રાખી રહી હતી અને અખબાર પણ વાંચતી હતી. મેરઠના વાદળી ડ્રમ કેસ એટલે કે સૌરભ હત્યાકાંડમાં જે પ્રકારે સાહિલ અને મુસ્કાને પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો, તે શરૂઆતથી લઈને આખર સુધી જોયો હતો. આ સિવાય બહસૂમાના સાપ કાંડ, ઈન્દૌરના રાજા રઘુવંશીને તેની પત્ની સોનમ રાજવંશીએ મેઘાલયમાં કેવી રીતે હત્યા કરી, એ પણ આકો કેસ તેણે જોયો હતો. પુણેમાં જે પ્રકારે કેતનની તેની મંગેતર સિયા ગોયલે પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને કિલ્લાના કાંગરેથી ધક્કો મારીને હત્યા કરી તેની પણ તેને જાણકારી હતી.

જૂના કેસોની ભૂલોનું પુનરાવર્તન કર્યું નહીં
સાપ કાંડમાં અમિતની પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપે ગળું દબાવીને તેને માર્યો હતો. તેના પછી સર્પદંશથી મોત દેખાડવા માટે એક રેટ સ્નેક લાશ પર છોડયો હતો. જો કે તપાસમાં ઉજાગર થયું કે આ સાપના કરડવાથી મૃત્યુ થઈ શકે નહીં, કારણ કે તે ઝેરી ન હતો.
બીજી તરફ અમિતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું શ્વાસ રુંધાવાથી એટલે કે ગળું દબાવવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો. તેના પછી પોલીસે પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપની ધરપકડ કરી હતી. તેવામાં દામિનીએ આ એન્ગલ પર ખુદને બચાવવાનું પ્લાનિંગ કર્યું હતું. અતુલને ઉંઘની ગોળીઓ આપી અને સૌથી ઝેરી સાપ મંગાવ્યો હતો. જ્યારે અતુલ સુતો હતો, તો તેના કપડાંમા કરૈત સાપ છોડવામાં આવ્યો. દામિની અને તુષાર માની રહ્યા હતા કે આવું કરવાથી તેઓ પોલીસની બાજ નજરમાંથી બચી શકે છે.
દામિની-તુષાર આખરે ઝડપાયા
સાપ ઘરની અંદર કેવી રીતે ઘુસ્યો અને અંદર રૂમમાં અતુલના બેડ સુધી કેવી રીતે પહોંચ્યો, આ વાત પોલીસને ખટકી રહી હતી.
પોલીસે દામિનીની કોલ ડિટેલની તપાસ કરી તો તુષાર સાથે તેની સતત વાતચીત અને મેસેજ થતા હોવાનો ખુલાસો થયો.
તુષારને કસ્ટડીમાં લઈને પોલીસે તેના મોબાઈલની તપાસ કરી તો તેની અંદર તે સાપનો ડબ્બામાં બંધ ફોટોગ્રાફ મળી આવ્યો.
જે નંબર પરથી તુષારને સાપનો ફોટોગ્રાફ આવ્યો હતો, તે નંબરવાળા મોબાઈલના માલિક સોનૂને ઉઠાવીને પૂછપરછ કરવામાં આવી.
મદારી સોનૂએ કબૂલ કર્યું કે ઉદય સાથે મળીને સાપ પકડી તુષારને આપવામાં આવ્યો હતો.